Last Update : 09-Dec-2011, Friday
 
આર્ટસમાં ગુજરાતીના પ્રશ્નપત્રો બદલાઇ જતાં પરીક્ષા રદ

 

ગુજરાત યુનિ.ની પ્રથમ સેમેસ્ટર

અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ લેવામાં આવતી એફ.વાય.બી.એ.ની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં આજે ગુજરાતીમાં ગૌણ પેપર-૨ની પરીક્ષા લેવાની હતી. પરીક્ષાના સમય પ્રમાણે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પરીક્ષાખંડમાં ગોઠવાયા બાદ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની વહેંચણી કરવામાં આવી અને પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓના હાથમાં આવ્યું ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. કારણ કે ગૌણ પેપર-૨ના બદલે ગુજરાતી અધિક ગૌણ-પેપર સાત વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું હતું. ખરેખર આ વિષયની પરીક્ષા આગામી તા.૮મીને ગુરુવારના એટલે કે આવતીકાલ લેવાની હતી. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની રજૂઆત બાદ કોલેજ સત્તાવાળાઓએ યુનિવર્સિટીને જાણ કરતાં આખરે આ વિષયની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ પરીક્ષા આગામી તા.૯મીને શુક્રવારે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગૌણ પેપર-૨ના બદલે અધિક ગૌણ પેપર-૭નું પ્રશ્નપત્ર પૂછતા હોબાળો ઃ રદ કરાયેલી પરીક્ષા તા.૯મીએ લેવાની જાહેરાત
પ્રાપ્ત વિગતો અનુસાર યુનિવર્સિટી સાથે જોડાયેલી આર્ટસ,કોમર્સ અને સાયન્સ કોલેજોમાં પ્રથમ વખત સેમેસ્ટર સીસ્ટમની પરીક્ષા લેવામાં આવી રહી છે.જેમાં છબરડાં અને ભૂલોની અગણિત સમસ્યાઓનો સામનો વિદ્યાર્થીઓએ કરી રહ્યા છે. આજે એફ.વાય.બી.એ.માં ગુજરાતી વિષય સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ગૌણ પેપર-૨ની પરીક્ષા લેવાની હતી. જેમાં 'ઝેર તો પીધા જાણી જાણી' વિષયનું પ્રશ્નપત્ર પુછવાનું હતુ.ં નિયમ પ્રમાણે બપોરે ૨-૩૦ કલાકે પરીક્ષા શરૃ થઇ ત્યારે પરીક્ષાના બારકોડ,ઉત્તરવહીઓ વગેરે કોલેજોમાં મોકલી આપવામાં આવ્યા હતા.
શહેરની તમામ આર્ટસ કોલેજોમાં પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે પ્રશ્નપત્ર જોઇને વિદ્યાર્થીઓના હોશ ઉડી ગયા હતા. કારણ કે ગૌણ પેપર-૨ની જગ્યાએ ગુજરાતી જ વિષયનું અધિક ગૌણ પેપર-૭ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું હતું. ખરેખર આ પ્રશ્નપત્ર આવતીકાલ એટલે કે તા.૮મીને ગુરુવારના રોજ લેવામાં આવનાર હતી. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ યુનિવર્સિટીને આ બાબતની જાણ કરવામાં આવતાં ખરેખર પેપર સેટરની ભૂલ થઇ હોવાનું બહાર આવ્યું હતુ.ં આ ભૂલના પગલે આજની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત હવે પછી આ પરીક્ષા આગામી તા.૯મીને શુક્રવારે યોજવાની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી. આજની પરીક્ષાના બારકોડ રદ કરીને ઉત્તરવહીઓ રાખી મુકવા માટે કોલેજોને સૂચના આપી દેવામાં આવી હતી. આજની પરીક્ષા રદ થતાં અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રિન્સીપાલ અને પરીક્ષામાં નિરીક્ષક તરીકે આવેલા અધ્યાપકો પણ આ ઘટનાથી સ્તબ્ધ થઇ ગયા હતા. પરીક્ષાની તૈયારી કરીને આવેલા વિદ્યાર્થીઓએ કોલેજ સંચાલકો સામે પોતાનો રોષ ઉતાર્યો હતો.

ગુજરાત યુનિ.ની ગુરુવારની પરીક્ષા યથાવત રહેશે
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ સેમેસ્ટર ગુજરાતી વિષયમાં ગૌણ-૨ના બદલે અધિક ગૌણ પેપર-૭નું પ્રશ્નપત્ર પુછવામાં આવ્યું હતુ.ં ખરેખર આ વિષયની પરીક્ષા આવતીકાલે એટલે કે ગુરુવારે લેવાની હતી. જો કે,આવતીકાલની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. યુનિવર્સિટી સત્તાવાળાઓ કહે છ આજની પરીક્ષાનું પ્રશ્નપત્ર જે અધ્યાપકને કાઢવાનું કહ્યું હતુ તેણે ભૂલથી અધિક ગૌણ-૭ પેપર કાઢયું હતુ.ં આવતીકાલે લેવાનારી પરીક્ષા માટે અન્ય અધ્યાપકે પ્રશ્નપત્ર કાઢયું હોવાથી તે પરીક્ષા યથાવત રાખવામાં આવી છે.

કેટલાક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના લગ્ન રઝળી પડશે !
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીએ આજે રદ કરેલી પરીક્ષા આગામી તા.૯મીએ યોજવાની જાહેરાત કરી છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં કેટલાક વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓના લગ્ન આગામી તા.૯મીએ યોજવામાં આવ્યા છે. જો કે,આજ દિવસે પરીક્ષા હોવાથી હવે શું કરવું ેતેની મુંઝવણ ઉભી થઇ છે. યુનિવર્સિટી સત્તાવાળાઓ કહે છે આવા કોઇ વિદ્યાર્થીઓની રજૂઆત આવશે તો તેમની પરીક્ષા અન્ય દિવસોએ લેવામાં આવશે.

ગુજરાત યુનિ.સામે સંચાલકો-પ્રિન્સીપાલનો આક્રોશ 'છાશવારે'
કોલેજ-અધ્યાપકોને લાખોનો દંડ કરનાર યુનિ.ને કેટલો દંડ ?
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીની આજની પરીક્ષામાં એફ.વાય.માં એકના બદલે બીજુ પ્રશ્નપત્ર આપી દેવામાં આવતાં પરીક્ષા રદ કરવી પડી હતી. આ પરીક્ષા રદ થવાના કારણે કોલેજ પ્રિન્સીપાલો અને સંચાલકો ઉપરાંત અધ્યાપકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો. પરીક્ષાની કામગીરી નહી કરનારી કોલેજોને પાંચ લાખનો દંડ ફટકારવાની જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે ત્યારે યુનિવર્સિટીએ નિયુક્ત કરેલા પેપર સેટરની ભૂલના કારણે અસંખ્ય વિદ્યાર્થીઓએ હેરાનગતિ ભોગવવી પડી તેની કિંમત કોઇ ચુકવશે ? તેવા સવાલો સંચાલકોએ ઉભા કર્યા હતા.
વિદ્યાર્થીઓના કલાકો અને સમય બગાડનાર પેપર સેટર સામે પગલાં ભરીને યુનિ.એ માફી માંગવી જોઇએ
પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં સેમેસ્ટરની પરીક્ષાની કામગીરી નહી કરતી ૧૦ જેટલી કોલેજોને ૫ લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે, આ દંડનીય કાર્યવાહી સામે કોલેજ પ્રિન્સીપાલોમાં ભારે રોષ ફેલાયો છે. મોટાભાગની કોલેજોએ દંડ નહી ભરવાના ઠરાવો પણ કરી દીધા છે. આજની ઘટના બાદ કોલેજના પ્રિન્સીપાલો કહે છે અધ્યાપક અથવા તો કોલેજોની માનવીય ભૂલને ગંભીર ગણીને લાખો રૃપિયાનો દંડ કરવામાં આવે છે. જયારે આજે યુનિવર્સિટીના પેપરસેટરે કરેલી ભૂલના કારણે જે વિદ્યાર્થીઓએ હેરાનગતિ ભોગવવી પડી, તૈયારી કરીને આવેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા વિના પરત જવું પડયું, વિદ્યાર્થીઓ કલાકો અને સમય બગડયો તે માટે યુનિવર્સિટીને કેટલો દંડ ભરશે ? ખરેખર યુનિવર્સિટીએ પેપરસેટર સામે પગલાં લઇને વિદ્યાર્થીઓની માફી માંગવી જોઇએ તેવી માંગણી પણ સંચાલકોએ કરી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved