Last Update : 09-Dec-2011, Friday
 
એલ.જી. હોસ્પિટલના એસોસિએટ પ્રોફેસર ડૉ. જેસલપુરા સસ્પેન્ડ
 
બાળકને જમણાના બદલે ડાબા હાથે ઓપરેશન પ્રકરણમાં

અમદાવાદ, ગુરૃવાર
મ્યુનિ. સંચાલિત એલ. જી. હોસ્પિટલમાં કૌશીક લોધા નામના નવ વર્ષના માસુમ બાળકના જમણાના બદલે ડાબા હાથે ઓપરેશન કરી નાખી ઘોર બેદરકારીનું ઉદાહરણ પુરું પાડનાર ત્રણ રેસીડેન્ટ ડૉકટરો અને એક એસોસિએટ પ્રોફેસરને શોકોઝ નોટિસો ફટકાર્યા બાદ તેમના જવાબને ધ્યાને લઈ કમિશનર ગુરૃપ્રસાદ મહાપાત્રએ ચારેયને નવેસરથી સજા ફટકારી છે. જેમાં સૌથી સિનિયર એસોસિયેટ પ્રો. ડૉ. ભાવેશ જેસલપુરાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમના પર ખાતાકીય તપાસ શરૃ કરવાનો નિર્ણય લેવાયો છે. જેનો અહેવાલ ત્રણ મહિનામાં સુપ્રત થશે.
ત્રણ રેસિડેન્ટ ડૉકટરોમાંથી એકને પાણીચું ઃ બે સ્ટુડન્ટની ચાર અને બે ટર્મ રદ કરવા કાર્યવાહી
ઉપરાંત ત્રણેય રેસીડેન્ટ ડૉકટરોને સસ્પેન્ડ કર્યા બાદ તેમને ટર્મનેટ કરવા અંગેની શોકોઝ નોટિસો અપાઈ હતી. જેના સંદર્ભમાં જુનિ. રેસીડેન્ટ ડૉ. જયમિનસિંહ ચાવડાને કોન્ટ્રાકટર હેઠળની નોકરીમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવાનો, ડૉ. કુશલ શાહ, સેકન્ડ યર રેસીડેન્ટ ડૉકટરની ચાર ટર્મ નામંજુર કરવાનો અને ડૉ. ઉમેશ ચૌધરી, સેકન્ડ યર રેસીડેન્ટ ડૉકટરની બે ટર્મ નામંજુર કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગેની જાણ ગુજરાત યુનિવર્સિટીને કરી દેવા ડીનને કાર્યવાહીકાર્યવાહી કરવા જણાવી દેવાયુ છે.
આ ખૂબ જ ચર્ચાસ્પદ અને તબીબી વ્યવસાય માટે લાંછનરૃપ બની ગયેલી ઘટનાની વિગતો એવી છે કે, મોડી રાતે દાખલ કરાયેલા કૌશીકના જમણાના બદલે ડાબા હાથે ઓપરેશન કરી નાખતા બહુ મોટો વિવાદ સર્જાયો હતો. વિપક્ષે પણ તપાસની અને વળતરની ઉગ્ર માગણી કરતાં વિવાદમાં નવો રંગ ઉમેરાયો હતો. બાદમાં કમિશનરે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક સિવિલના સુપ્રિ. ડૉ. પ્રભાકરના વડપણ હેઠળ ત્રણ સભ્યોની કમિટી નીમી દીધી હતી. આ કમિટીએ આપેલા રિપોર્ટમાં મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસિદ્ધ નોટિફિકેશનની જોગવાઈઓ સંદર્ભે ત્રણેય રેસીડેન્ટ ડોકટરોને જવાબદાર ઠેરવ્યા હતા. જ્યારે જેમની ઓપરેશન વખતે હાજર રહેવાની ફરજ હતી તે ડૉ. ભાવેશ જેસલપુરાને ઈમરજન્સી ઓપરેશનના સમયે ગેરહાજર રહી એમ.સી.આઈ. રેગ્યુલેશન્સના નિયમ ૨.૪નો ભંગ કરેલ હોવાનું તારણ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું.
આ અહેવાલના સંદર્ભમાં કમિશનરે દિવસ ત્રણમાં જવાબ રજૂ કરવા શોકોઝ નોટિસો ચારેય ડૉકટરોને ફટકારી હતી. બાદમાં તેમણે જવાબ રજૂ કરતાં પૂર્વે રિપોર્ટની કોપી માગતા સારો એવો સમય વ્યતિત થયો હતો. બાદમાં તેમના જવાબો આવી જતા તેને ધ્યાને લઈને કમિશનરે સજાની નવેસરથી જાહેરાત કરી છે. આ ગંભીર ઘટનાના સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. જ્યારે ડોકટરોના કેટલાંક એસોસિયેશનો, ડોકટરોને સજા ઓછી થાય તે મુદ્દે પ્રયત્નોમાં લાગી ગયા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved