Last Update : 09-Dec-2011, Friday
 

કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં

 

એક રોમાન્ટિક ગીતમાં બંનેની કેમેસ્ટ્રી પડદા પર આગ લગાડે તેવી છે
મુંબઇ તા.૮
કરણ જોહરની કરણ મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મ 'અગ્નિપથ'ના એક સ્લો, રોમાન્ટિક ગીતમાં ફિલ્મના મુખ્ય કલાકારો હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરાની કેમેસ્ટ્રી અદ્ભૂત હોવાનું સંભળાય છે. જાણવા મળ્યા મુજબ પડદા પરના ધોધમાર વરસાદમાં પલળી ગયેલા આ બંનેની કેમેસ્ટ્રીએ આસપાસનું વાતાવરણ 'હોટ' બનાવી દીધું હતું.
આ ગીતમાં આ બંનેને જોઇને જોહરે આ જોડીને લેવાનો નિર્ણય કેમ કર્યો હશે એ પ્રશ્નનો ઉત્તર મળી જાય છે. ફિલ્મ સર્જકને ખાતરી હતી કે ૨૦૦૬ની તેમની સુપર હિટ ફિલ્મ 'ક્રિશ'નો જાદુ તે ફરી સજીવન કરી શકશે. પાંચ વરસ સુધી સાથે ફિલ્મ નહીં કરવાને કારણે તેમની વચ્ચેનો જાદુ ઓસરી જવાને બદલે વધી ગયો છે.
આ બંનેની જોડી વિશે કોમેન્ટ કરતા ટ્રેડ ગુરુ તરણ આદર્શ કહ્યું હતું કે, 'હૃતિકમાં પ્રાકૃત્તિક સ્વરૃપની અપીલ છે જે હજુ સુધી સંપૂર્ણપણે બહાર આવી શકી નથી તેના પિતાની મસાલા ફિલ્મોમાં પણ તે સૌમ્ય રીતે જ રજૂ થાય છે પરંતુ, 'અગ્નિપથ'માં દિગ્દર્શક મલ્હોત્રાને હૃતિકના વ્યક્તિત્વના અત્યારસુધી અસ્પૃશ્ય રહેલા પાસાને બહાર કાઢવામાં સફળતા મળી છે. પ્રિયંકાએ તેની ક્ષમતાની સાબિતી આપી દીધી છે. 'સાત ખૂન માફ'માં તેણે ઘણા શેડ્સ બખૂબીથી ભજવ્યા હતા. તે માત્ર ગ્લેમરસ નહીં પરંતુ, ટેલન્ટેડ અભિનેત્રી છે.'
જાણીતા ફિલ્મ સમીક્ષક રાજીવ મસંદે જણાવ્યા પ્રમાણે, 'આ બંને ઊચા અને પાતળા છે. હૃતિક ગોરો છે જ્યારે પ્રિયંકા ઘઉંવર્ણી છે. તેમની જોડી આકર્ષક છે. પડદા પર આ બંને આદર્શ જોડી છે કારણ કે, શારીરિક દ્રષ્ટિએ તેઓ એકબીજાના પૂરક છે. 'ક્રિશ'માં મને તેમની જોડી ઘણી ગમી હતી.'
એક ફિલ્મ ટ્રેડ મેગેઝિનના એડિટર વજીર સિંહે જણાવ્યા પ્રમાણે, 'ક્રિશ'માં પ્રિયંકાને ભાગે ખાસ અભિનય આવ્યો નહોતો. આ ફિલ્મમાં તે માત્ર ગ્લેમરનું તત્વ પૂરું પાડવા માટે જ હતી. તે સમયે તે યુવાન હતી અને તેને માટે રોલ લખવામાં આવતા નહોતા. હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. કેમિયો હોય કે મુખ્ય પાટા હોય, હવે પ્રિયંકાને ધ્યાનમાં રાખીને ભૂમિકાઓ લખાય છે. આખી ફિલ્મમાં છવાઇ જવાની પ્રિયંકામાં તાકાત છે. તેનો અને હૃતિકનો પ્રશ્ન છે તો, 'ક્રિશ'માં હૃતિક સાથે તેને જોતાં, આ બંને વચ્ચેની કેમેસ્ટ્રી તરત જ ધ્યાનમાં આવી જતી હતી. આકર્ષક દેખાવથી પણ આ બંને કલાકારો તેમની કલાને ઘણી આગળ લઇ જાય છે. આ બંને સશકત કલાકારો છે.'
લોકોના અભિપ્રાયો પણ આ બંનેની તરફેણમાં હોવાથી રાકેશ રોશને પણ 'ક્રિશ'ની સિકવલમાં આ બંનેને પસંદ કરીને એક ડહાપણભર્યું પગલું ભર્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved