Last Update : 09-Dec-2011, Friday
 

સાંભળ્યું છે કે...

 

લે કર વાત... આમાં બેંક ખાતાધારકને શું ફાયદો ?
અમદાવાદ, ગુરૃવાર
સરકાર દ્વારા બચત ખાતાના બેંક ખાતાધારકોને તેમજ બેંકોને પણ લાંબાગાળે ફાયદો થાય તે હેતુસર રિઝર્વ બેંકે થોડા સમય અગાઉ બચત ખાતાના વ્યાજદરને અંકુશમુક્ત કરવાનું હિંમતભર્યું પગલું ભર્યું હતું. રિઝર્વ બેંકના આ મહત્ત્વના પગલાના કારણે બચત ખાતાધારકો રાજીના રેડ થઈ ગયા હતા. કારણ એ જ કે તેમની મહામુલી બચત પર હવે વધુ વ્યાજ મળાવનું હતું. ફાયદો થવાનો હતો.
પરંતુ, તાજેતરમાં ખાનગી ક્ષેત્રની એક આગેવાન બેંક દ્વારા કરાયેલી જાહેરાતથી આશ્ચર્ય સાથે ધ્રાસ્કો પડયો. ખરેખર નવાઈ લાગે તેવી આ જાહેાતથી હવે અન્ય બેંકો પણ આ માર્ગ પર આવે તો નવાઈ નહીં. તેવી ભીતિ પણ બજારના વર્તુળોએ વ્યક્ત કરી હતી. ખાનગી ક્ષેત્રની આ બેંક દ્વારા કરાયેલી જાહેરાત પર નજર કરીએ તો બેંકે એવી જાહેરાત કરી છે કે આ બેંકમાં બચતખાતુ ધરાવનાર ગ્રાહક જો આ ખાતુ બંધ કરાવશે તો તેણે રૃા. ૫૦૦ની ફી ચૂકવવી પડશે અને તેનો આધાર તે ખાતાના પ્રકાર અને સમયગાળા પર આધારિત રહેશે. છે ને કમાલની જાહેરાત એક તરફ સરકાર બચતખાતાધારકોને ફાયદો થાય તેવી રીત અપનાવે છે. તો બીજી તરફ બેંકો આ મુસદ્દાથી બિલકુલ અલગ રીતે ગ્રાહકો સાથે વર્તી રહી છે. અગાઉ પણ ખાનગી ક્ષેત્રની જ એક આગેવાન બેંક દ્વારા તે બેંકમાં બચત ખાતુ ખોલાવવાના ૩૧મા દિવસ અને પ્રથમ વર્ષની અંત સુધીમાં આ બે સમયગાળા વચ્ચે ખાતુ બંધ કરાવે તો આ પ્રકારની ફી વસુલવાની જાહેરાત કરી હતી.
રિઝર્વ બેંકે બચત ખાતાના વ્યાજદર અંકુશમુક્ત કરતાં બચત ખાતાધારકોને આનંદ થયો હતો કે હાશ, હવે તેમની બચત પર વધુ વળતર મળશે. પણ આ આશા ઠગારી નીવડી છે. કારણ કે, મધ્યસ્થ બેંકના આ નિર્ણયને પગલે એક તરફ બેંકોએ રોકાણકારોને આકર્ષવા વ્યાજ તો વધાર્યું છે પણ બીજી તરફ ખુદ બેંકોએ જ આ નવો નિયમ અણલી બનતા પોતાની નફાકારતા પર દબાણ ન આવે તેમજ તેમના ગ્રાહકો દૂર ન થઈ જાય તે હેતુસર આ પગલું ભર્યું છે. બેજીંગ સૂત્રોના જણાવ્યા મુજબ મધ્યસ્થ બેંકના આ નિર્ણયથી નફાકારકતા પર દબાણ સર્જાવા સાથે બંકોના એસેટસના વળતર ગુણોતરમાં વધારો થવાની શક્યતા છે. જેને ધ્યાનમાં લઈને બેંકો દ્વારા ટ્રાન્ઝેકશન પર કર નાંખવાની તેમજ વિવિધ પ્રકારના સર્વિસીંગ ચાર્જ વધારવાની શક્યતાએ રહેલી છે. મધ્યસ્થ બેંકના આ પગલાથી બેંકો - બેંકો વચ્ચે વ્યાજ યુદ્ધ છેડાયું છે. આ બધા પ્રતિકૂળ મુદ્દાઓ વચ્ચે બેંકોએ અપનાવેલ નીતિથી આખરે તો બેંક ખાતાધારકને ફાયદો નહીં બલ્કે, નુકસાન જ થશે તેમાં શંકાને સ્થાન ખરૃં..!?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved