Last Update : 09-Dec-2011, Friday
 

સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો

 

ચાંદીમાં પણ ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ ઃ ડોલર પણ વધતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં વધારો
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,ગુરૃવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં તેજી ઝડપી આગળ વધી હતી, ચાંદીમાં પણ આગેકૂચ જળવાઈ રહી હતી, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૧૭૨૭થી ૧૭૨૮ ડોલર વાળા ઉછળી ૧૭૪૧.૬૦ થઈ સાંજે ૧૭૪૦.૨૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૨૬૫થી ૨૭૦ વધ્યા હતા. બે દિવસમાં ભાવો રૃ.૩૯૦ વધ્યા છે. મુંબઈ સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૨૬૫થી ૨૭૦ વધ્યા હતા. બે દિવસમાં ભાવો રૃ.૩૯૦ વધ્યા છે. મુંબઈ સોનાના ભાવો રૃ.૩૯૦ વધ્યા છે. મુંબઈ સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૮૮૭૦ વાળા આજે રૃ.૨૯૧૫૫ ખુલી રૃ.૨૯૧૩૫ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૮૯૯૦ વાળા રૃ.૨૯૨૮૦ ખુલી રૃ.૨૯૨૬૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના રૃ.૫૬૪૬૫ વાળા આજે રૃ.૫૬૫૭૦ ખુલી રૃ.૫૬૫૧૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૨.૪૮ વાળા આજે ઉંચામાં ૩૨.૭૪ ડોલર થઈ સાંજે ૩૨.૬૮ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધી આવતાં તથા રૃપિયા સામે આજે ડોલરના ભાવો વધુ ઉંચે જતાં ઘરઆંગણે સોના-ચાંદીની આયાત પડતરો વધી હતી અને તેના પગલે મુંબઈ બજારમાં આજે ટાંચી આવકો વચ્ચે બન્ને કિંમતી ધાતુઓમાં વધતી બજારે વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા. મુંબઈમાં ચાંદીના ભાવો સાંજે રૃ.૫૬૫૦૦થી ૫૬૫૫૦ તથા કેશમાં રૃ.૫૬૩૦૦થી ૫૬૩૫૦ રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૧.૭૧ વાળા આજે ઉંચામાં રૃ.૫૧.૯૧ તથા નીચામાં રૃ.૫૧.૬૭ વચ્ચે અથડાઈ છેલ્લે બંધ રૃ.૫૧.૭૫ રહ્યા હતા.
ખાંડમાં નરમ હવામાન ઃ આંધ્રમાં શેરડી ઉગાડતા ખેડૂતોને સ્પેશિયલ ગ્રાન્ટ આપવાનો નિર્ણય
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે માંગ ધીમી રહી હતી, ભાવો કિવ.ના રૃ.૫થી ૧૦ નરમ બોલાઈ રહ્યા હતા. હાજર ભાવો આજે કિવ.ના રૃ.૩૦૪૦થી ૩૧૫૦ તથા સારાના રૃ.૩૧૩૬થી ૩૨૩૬ રહ્યા હતા. જયારે નાકાના ભાવો રૃ.૨૯૯૦થી ૩૦૩૦ તથા સારાના રૃ.૩૦૯૦થી ૩૧૬૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૩૦૦૦થી ૩૦૬૦ તથા સારાના રૃ.૩૧૦૦થી ૩૧૬૦ રહ્યાના સમાચારો હતા. જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૮૦ થી ૮૫ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. દરમિયાન, આંધ્ર-પ્રદેશથી મળતા સમાચારો મુજબ ત્યાંની રાજ્ય સરકારે શેરડી ઉગાડતા ખેડૂતો માટે ટનદીઠ રૃ.૨૦૦ની સ્પેશિયલ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રૃ.૫૦ કરોડનું બજેટ રાજ્ય સરકારે ફાળવ્યું છે. શેરડી ક્ષેત્ર માટે આંધ્ર સરકાર દ્વારા પાંચ વર્ષનું પેકેજ બનાવવા પર કામ કરાઈ રહ્યું છે. એવા સમાચારો હતા.
દરમિયાન વિશ્વ બજારમાં બુધવારે ખાંડના ભાવો લંડન બજારમાં રિફાઈન્ડ વ્હાઈટ માલોના માર્ચ વાયદાના ટનના ૨૧.૮૦ ડોલર ઘટીને ૬૦૩.૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા. ન્યુયોર્ક બજાર પણ નરમ રહી હતી.
રૃમાં ચાલુ વર્ષે મથકોએ નવા માલોની આવકોમાં પચ્ચીસ ટકાનો ઘટાડો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો ઘટયા મથાળે અથડાતા રહ્યા હતા. મથકોએ આવકો ધારણાથી ઓછી રહી હતી. સામે જો કે નવી ખરીદી પણ છૂટીછવાઈ રહી હતી. મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ ૧૦૦૦થી ૧૨૦૦ ગાંસડીના વેપારો થયાના સમાચારો હતા. વિશ્વ બજારના સમાચારો તેજી અટકી ઓવરનાઈટ ૧૭૧, ૧૫૦, ૧૧૫ તથા ૮૧ પોઈન્ટનો ઘટાડો ન્યુયોર્ક વાયદામાં બતાવી રહ્યા હતા. ઘરઆંગણે આજે સ્પોટના ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૫૩૦૦થી ૩૫૫૦૦ જયારે મહારાષ્ટ્ર અને એમ.પી. બાજુ ભાવો રૃ.૩૪૫૦૦થી ૩૫૦૦૦ રહ્યા હતા, નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર રાજસ્થાન બાજુ રૃ.૩૩૮૦થી ૩૪૪૦, હરિયાણા બાજુ રૃ.૩૪૨૦થી ૩૪૪૦ તથા પંજાબ બાજુ રૃ.૩૪૪૦થી ૩૪૮૦ રહ્યા હતા. કપાસના ભાવો વધારી આપવા દેશના ખેડૂત વર્ગમાંથી સરકાર પર દબાણ વધ્યું છે. આ પ્રશ્ને દિલ્હીમાં મિટિંગનો દોર શરૃ થયાની ચર્ચા હતી. હવે નજર દિલ્હી પર રહી છે. સરકાર ભાવો વધારી આપશે એવી આશાએ હાલ મથકોએ ખેડૂતોની વેચવાલી ધીમી રહેતાં મથકોએ આવકો અપેક્ષાથી ઓછી રહી છે. દરમિયાન, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ ચાલુ રૃ મોસમમાં ૧લી ઓકટો.થી ચાર ડિસેમ્બર દરમિયાન દેશમાં રૃની આવકો ૨૫ ટકા ઘટી છે. આ ગાળામાં વિવિધ મથકોએ રૃની કુલ આવકો ઘટીને ૫૨.૨૦ લાખ ગાંસડી આવી છે. જે પાછલા વર્ષે આ ગાળામાં ૬૯.૫૦ લાખ ગાંસડી આવી હતી. ચાલુ વર્ષે ઉપરોક્ત ગાળામાં ગુજરાતમાં નવા માલોની આવકો ૧૭.૯૦ લાખ ગાંસડીની તથા મહારાષ્ટ્રમાં આવકો ૭૯૪૦૦૦ ગાંસડીની નોંધાઈ હોવાનું સીસીઆઈ દ્વારા જણાવાયું છે.
પામતેલમાં ભારતના એમએમટીસીએ વિશ્વ બજારમાં ૪૦ હજાર ટન માલોની ખરીદી કરી
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદામાં આંચકા પચાવી ભાવો ફરી વધી આવ્યા હતા. મુંબઈ નવા માર્ચ વાયદાના ભાવો રૃ.૩૫૮૮ વાળા આજે રૃ.૩૬૧૦ ખુલી નીચામાં રૃ.૩૫૯૪ રહ્યા પછી ઉછળી રૃ.૩૬૨૮ થઈ છેલ્લે બંધ રૃ.૩૬૨૫ રહ્યા હતા. ૮૦ ટનના વેપારો માર્ચ વાયદામાં આજે થયા હતા જે બુધવારે ૨૦ ટનના થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ માર્ચ વાયદામાં ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. મુંબઈ ડિસેમ્બર વાયદામાં જો કે આજે વેપારો ન હતા. દરમિયાન, મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૧૫૦ આસપાસ આજે ટેકલા રહ્યા હતા સામે દિવેલના હાજર ભાવોમાં પણ વધઘટ સંકડાઈ ગઈ હતી. શિકાગોે સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૪ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૨૮ પોઈન્ટ નરમ રહ્યાના સમાચારો હતા. જયારે મલેશિયામાં આજે પામતેલનો વાયદો છેલ્લે ૩૦ પોઈન્ટ નરમ બંધ રહ્યો હતો. ભારતના એમએમટીસી દ્વારા વિશ્વ બજારમાંથી ૪૦ હજાર આરબીડી પામોલીનની ખરીદી ૧૦૯૩ ડોલરના ભાવોએ કર્યાના સમાચારો હતા. આ ખરીદી મુખ્યત્વે આંધ્રમાં રેશનમાં માલો આપવા માટે કરાયાની ચર્ચા હતી. ઈન્દોર સોયાતેલ વાયદો આજે રૃ.૬૪૯.૬૦ તથા રૃ.૬૪૫.૭૦ વચ્ચે અથડાઈ છેલ્લે રૃ.૬૪૭.૨૦ રહ્યો હતો. મુંબઈ હાજર બજારમાં આજે ભાવો સિંગતેલના રૃ.૮૬૫, પામતેલના રૃ.૫૮૫, સોયાતેલ રિફા.ના રૃ.૬૩૦ રહ્યા હતા. સનફલાવરના ભાવો રૃ.૬૪૫, રિફા.ના રૃ.૭૦૫, કપાસિયા તેલના રૃ.૬૧૬, કોપરેલના રૃ.૮૦૫ રહ્યા હતા. ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૩૪૦૦ રહ્યા હતા જયારે અન્ય ખોળો ટકેલા રહ્યા હતા.
એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૫૦૦૦ ગુણી આવી હતી અને ત્યાં મથકોએ એરંડાના ભાવો હાજરમા ંગામડાના રૃ.૮૨૫થી ૮૨૭ રહ્યાના સમાચારો હતા. રાજકોટ જૂનો વાયદો રૃ.૩૯૧૦ ખુલી છેલ્લે રૃ.૩૯૨૩ આસપાસ બોલાઈ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૪૫૦૦થી ૪૭૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૩૬૩૦ તથા દિવેલના રૃ.૮૧૫ રહ્યાના સમાચારો હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved