Last Update : 09-Dec-2011, Friday
 
શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
 

યુરો ઝોનનું અસ્તિત્વ જોખમમાં ઃ અન્ન મોંઘવારી આંક ઘટીને ૬.૬ ટકા છતાં

રિઝર્વ બેંક સીઆરઆર નહીં ઘટાડે! મૂડીઝ દ્વારા ભારતનું રેટીંગ ડાઉનગ્રેડ કરાશે? ટેલીકોમ કૌભાંડમાં પી. ચિદમ્બરમની સંડોવણી મુદ્દે ૧૭મીએ ચૂકાદા પર નજર

મુંબઇ, ગુરુવાર
યુરો ઝોનનું અસ્તિત્વ જોખમમાં હોવાના ફ્રાંસના પ્રધાનના એકરાર અને યુરોપીય સમુદાયના દેશોની ૯, ડિસેમ્બર, શુક્રવારના મળનારી મીટિંગ પૂર્વે આ પ્રકારના ચેતવણી સૂચક નિવેદન અને યુરો ઝોનની ઋણ કટોકટી ઉકેલવા બજેટ કાપ સહિતના આકરાં પગલાં અપનાવવા બધા દેશોમાં સર્વસંમતિના અભાવે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા યુરો ઝોનના ૧૫ દેશોના રેટીંગને ડાઉનગ્રેડ કરવાની ચેતવણી આપતા અને હવે ચીનને યુરો ઝોનની મદદે આવવા અપીલ સાથે હવે ડબલ ડીપ મંદીને ખાળવા યુરોપીય સેન્ટ્રલ બેંક (ઇસીબી) બેન્ચમાર્ક વ્યાજ દર અડધો ટકો ઘટાડે એવા અંદાજ છતાં આજે વૈશ્વિક બજારોમાં યુરોપનો સુધારો ટકી નહીં શકી વધ્યામથાળેથી વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક પીછેહઠ જોવાઇ હતી. યુરો ઝોનની અસ્થિરતા પાછળ આજે એશીયાના બજારોમાં હેજ ફંડો- એફઆઇઆઇનું મોટાપાયે વેચવાલીનું દબાણ ખાસ ભારતમાં જોવાયું હતું. આંતરરાષ્ટ્રીય પરિબળો સાથે સ્થાનિકમાં ડિસેમ્બરે ટેલીકોમ કૌભાંડમાં ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમની સંડોવણી મુદ્દે કોર્ટનો ૧૭, ચૂકાદા મલ્ટિ- બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઇ અભરાઇ મૂકાઇ જવા સાથે હવે ઔદ્યોગિક મંદીના દોરમાં બેંકોની એનપીએમાં તોતીંગ વધારાના જોખમ સાથે અન્ન મોંઘવારીનો આંક ઘટીને ૬.૬ ટકાના તળીયે આવી જતાં મોટી મંદીના એંધાણ અને ભારતનું ક્રેડિટ રેટીંગ પણ જોખમમાં હોવાની અટકળો વચ્ચે આજે બેંકિંગ, રિલાયન્સ, કેપિટલ-ગુડઝ શેરો લાર્સન, ભેલ સાથે મેટલ, ઓટો શેરોમાં હેજ ફંડો- એફઆઇઆઇનું હેમરીંગ થતાં સેન્સેક્ષ ૩૮૯ પોઇન્ટ તૂટયો હતો. ટ્રેડીંગના આરંભથી જ નરમાઇમાં સ્ટેટ બેંક પાછળ બેંકિંગ શેરો તૂટવા લાગતા સેન્સેક્ષ આગલા બંધ ૧૬૮૭૭.૦૬ સામે ૧૬૮૧૯.૭૪ મથાળે ખુલી ૧૬૮૪૭.૮૨થી સતત તૂટતો જઇ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન, ભેલ, હિન્દાલ્કો, સ્ટરલાઇટ, આઇસીઆઇસીઆઇ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ સહિતમાં મોટાપાયે ઓફલોડીંગ થતાં ૩૫૦ પોઇન્ટથી વધુ તૂટી ગયો હતો. જે ઘટાડો યુરોપના બજારો પોઝિટીવ ખુલતા વિપ્રો, સન ફાર્મા, ટાટા પાવર, બજાજ ઓટોમાં આકર્ષણે અને આંશિક કવરીંગે ૨૭૫થી ૨૮૦ પોઇન્ટ મર્યાદિત બન્યો હતો. પરંતુ ફરી રિલાયન્સ, બેંકિંગ શેરોમાં હેમરીંગ વધતા એક તબક્કે ૪૫૫.૫૧ પોઇન્ટના કડાકે નીચામાં ૧૬૪૨૧.૫૫ સુધી ખાબકી જઇ અંતે ૩૮૮.૮૨ પોઇન્ટ તૂટીને ૧૬૪૮૮.૨૪ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૪૯૭૦નું સપોર્ટ વપણ ગુમાવ્યું ઃ હવે મોટાધોવાણના એંધાણ ઃ રિલાયન્સ શેરોમાં હેમરીંગ
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૦૬૨.૬૦ સામે ૫૦૩૭.૪૦ મથાળે ખુલીને આરંભથી જ બેંકિંગ શેરો સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ ઇન્ફ્રા, ભેલ, લાર્સન જેપી એસોસીયેટસ, હિન્દાલ્કો સહિતમાં હેમરીંગ સવારે ૧૧.૩૦ વાગ્યે નીચામાં ૪૯૪૨ સુધી આવી ગયો હતો જે ઘટયામથાળે યુરોપના બજારો પોઝિટીવ ખુલતા વિપ્રો સહિત આઇટી શેરોમાં આકર્ષણે અને પીએનબી, સેઇલ, સનફાર્મા, બજાજ ઓટો, સિપ્લાની મજબૂતીએ આંશિક ઘટાડો પચાવી ૪૯૮૪ સુધી ઉપરમાં પહોંચ્યો હતો. પરંતુ વધ્યામથાળે રિલાયન્સ શેરોમાં હેમરીંગ વધતા ૪૯૭૦નું મહત્વનું સપોર્ટ પણ ગુમાવી દઇ નીચામાં એક સમયે ૪૯૨૧.૪૫ સુધી પટકાઇ જઇ અંતે ૧૧૮.૯૫ પોઇન્ટ તૂટીને ૪૯૪૩.૬૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૪૮૦૦નો પુટ ૩૮.૯૦થી ઉછળીને ૮૦.૩૦ બોલાયો ઃ ૪૪૦૦નો પુટ ૭.૬૫થી ઉછળીને ૧૫.૬૫
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી બેઝડ ગઇકાલે છેલ્લી ૧૫ મીનિટમાં હેજ ફંડોના મોટાપાયે હેમરીંગ બાદ આજે અપેક્ષીત કડાકો બોલાયો હતો. નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૫૪૮૯૩૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૬૯૮.૯૫ કરોડના ટર્નઓવરે ૫૦૮૬.૧૦ સામે ૫૦૪૯ ખુલી ઉપરમાં ૫૦૭૩.૮૫થી નીચામાં ૪૯૩૮.૩૫ સુધી ખાબકી જઇ છેલ્લે ૪૯૪૮.૬૦ બોલાતો હતો. નિફ્ટી ૪૯૦૦નો પુટ ૪૭૩૧૧૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૮૧૧.૪૬ કરોડના ટર્નઓવરે ૫૭.૨૦ સામે ૬૫ ખુલી નીચામાં ૬૦.૪૦થી ઉપરમાં ૧૧૪.૬૦ સુધી જઇ છેલ્લે ૧૦૮.૨૫ બોલાતો હતો. નિફ્ટી ૪૮૦૦નો પુટ ૩૮.૯૦ સામે ૪૧.૦૫ ખુલી નીચામાં ૪૧.૦૫થી ઉપરમાં ૮૦.૩૦ સુધી જઇ છેલ્લે ૭૬ બોલાતો હતો. નિફ્ટી ૪૪૦૦નો પુટ ૭.૬૫ સામે ૮.૯૫ ખુલી નીચામાં ૮.૩૫થી ઉપરમાં ૧૫.૬૫ સુધી જઇ છેલ્લે ૧૪.૩૦ બોલાતો હતો. નિફ્ટી ૫૦૦૦નો કોલ ૧૬૯.૪૦ સામે ૧૫૯.૩૦ ખુલી ઉપરમાં ૧૬૫.૦૫થી નીચામાં ૯૯.૫૫ સુધી પટકાઇ છેલ્લે ૧૦૨.૧૦ હતો. નિફ્ટી ૫૧૦૦નો કોલ ૧૧૧.૮૦ સામે ૧૦૫ ખુલી ઉપરમાં ૧૦૯.૪૦થી નીચામાં ૬૦.૨૫ સુધી પટકાઇ છેલ્લે ૬૩.૮૦ બોલાતો હતો.
બેંકોની એનપીએ વધીને રૃા. ૫૦૦૦૦ કરોડ પહોંચશે! બેંક નિફ્ટી ૩૧૬ તૂટી ૮૮૮૩ બોલાયો
બેંક નિફ્ટી ડિસેમ્બર ફ્યુચરમાં ગઇકાલે હેજ ફંડોની વેચવાલી છેલ્લી ઘડીમાં નીકળ્યા બાદ આજે વધેલા હેમરીંગે ૯૧૯૯.૩૦ સામે ૯૧૪૦.૨૫ ખુલી ઉપરમાં ૯૧૮૪.૫૦થી નીચામાં ૮૮૮૩ સુધી પટકાઇ છેલ્લે ૯૮૨૩ બોલાતો હતો. ભારતીય બેંકોની બેલેન્સશીટ કોર્પોરેટ અને રીટેલ મોટી લોનધારકોના લોન ડીફોલ્ટને પરિણામે વધી રહ્યાના અને બેંકોની એનપીએનો આંક અધધ..રૃા. ૫૦,૦૦૦ કરોડ જેટલો પહોંચવાની દહેશતે વર્ષ ૨૦૧૨માં બેંકોની કફોડી હાલતમાં એંધાણે બેંકિંગ શેરોમાં ઓફલોડીંગ વધ્યું હતું.
અન્ન મોંઘવારી આંક ઘટીને ૬.૬ ટકા ઃ છતાં રિઝર્વ બેંક સીઆરઆર નહીં ઘટાડે ઃ બેંક શેરોમાં ગાબડાં
અન્ન મોંઘવારીનો આંક ૧૯, નવેમ્બરના પૂરા થયેલા ગત સપ્તાહના ૮ ટકાની તુલનાએ ૨૬, નવેમ્બરના પૂરા થયેલા સપ્તાહમાં ઘટીને ૬.૬૦ ટકા જાહેર થતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલ તુરંત સીઆરઆરમાં ઘટાડાના ડેપ્યુટી ગર્વનર સુબીર ગોકરનના અગાઉના સંકેત સામે નેગીટીવ પ્રતિસાદ આપતા બેંકિંગ શેરોમાં ગાબડાં પડયા હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૭૦.૮૫ તૂટીને રૃા. ૧૮૬૫.૮૫, યુનીયન બેંક રૃા. ૯.૭૦ તૂટીને રૃા. ૨૧૧.૭૦, આઇડીબીઆઇ બેંક રૃા. ૩.૪૫ તૂટીને રૃા. ૯૩.૯૫, એક્સીસ બેંક રૃા. ૩૬.૨૦ તૂટીને રૃા. ૧૦૦૩.૬૫, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૨૩.૬૦ તૂટીને રૃા. ૭૪૪.૧૫, યશ બેંક રૃા. ૮.૮૦ તૂટીને રૃા. ૨૮૬.૪૫, કેનરા બેંક રૃા. ૧૨.૨૫ ઘટીને રૃા. ૪૩૯.૮૫, એચડીએફસી બેંક રૃા. ૧૨.૦૫ ઘટીને રૃા. ૪૫૩.૯૦, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૧૧ ઘટીને રૃા. ૪૮૧, ઇન્ડસ ઇન્ડ બેંક રૃા. ૫.૮૫ ઘટીને રૃા. ૨૫૮.૩૦, અલ્હાબાદ બેંક રૃા. ૯.૧૫ તૂટીને રૃા. ૧૫૫.૪૦, ઓરીએન્ટલ બેંક રૃા. ૧૦.૬૦ તૂટીને રૃા. ૨૬૭.૫૦, આઇઓબી રૃા. ૩ ઘટીને રૃા. ૮૮.૭૫, દેના બેંક રૃા. ૨.૧૫ ઘટીને રૃા. ૬૩.૭૫, સિન્ડિકેટ બેંક રૃા. ૩.૬૫ ઘટીને રૃા. ૯૯ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૨૮૫.૬૭ પોઇન્ટ તૂટીને ૧૦૨૬૬.૮૪ રહ્યો હતો.
મૂડી'ઝ ભારતનું રેટીંગ ડાઉનગ્રેડ કરશે! રિલાયન્સમાં નેગેટીવ સમાચારની અટકળોએ રૃા. ૩૦ તૂટયો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કેજી- ડી૬ ગેસ કૂવાઓમાંથી લક્ષ્યાંકથી ઓછા ઉત્પાદન માટે ઓઇલ મંત્રાલયને કંપનીની આર્બીટ્રેશન નોટીસના વિવાદ બાદ હવે કંપની માટે વધુ માઠાં સમાચાર આવી રહ્યાની અટકળો વચ્ચે વિદેશી ફંડોએ મોટુ ઓફલોડીંગ કરતા શેર તૂટીને નીચામાં રૃા. ૭૭૩ થઇ અંતે રૃા. ૩૦ ઘટાડે રૃા. ૭૭૯.૨૦ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મૂડીઝ આગામી સપ્તાહમાં ૧૫, ડિસેમ્બર નજીક ભારતના રેટીંગને ડાઉનગ્રેડ કરે એવી શક્યતાની અમુક વર્ગમાં અટકળોએ પણ આજે ફ્રન્ટલાઇન શેરોમાં ઓફલોડીંગ થયું હતું.
અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં નવેસરથી ધબડકો ઃ આરકોમ રૃા. ૫ તૂટી રૃા. ૭૬, કેપિટલ રૃા. ૨૯૧
રિલાયન્સ- અનિલ ધીરૃભાઇ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં પણ ફંડોના ઓફલોડીંગે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃા. ૪.૬૫ તૂટીને રૃા. ૭૫.૬૦, રિલાયન્સ કેપિટલ રૃા. ૧૭.૬૫ તૂટીને રૃા. ૨૯૧.૬૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૨૦.૫૦ તૂટીને રૃા. ૩૯૭.૬૫, રિલાયન્સ બ્રોડકાસ્ટ રૃા. ૧.૬૦ ઘટીને રૃા. ૫૫, રિલાયન્સ મીડિયાવર્કસ રૃા. ૨.૮૦ તૂટીને રૃા. ૮૪.૧૫ રહ્યા હતાં.
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં નવેસરથી મંદીનું તોફાન ઃ ભેલ, લાર્સન, બીજીઆર, પુંજમાં ગાબડાં
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં ફરી મંદીની આંધી આવતા અને એફઆઇઆઇએ ઇન્ડિયા એક્ઝિટની દરવાજા ફરી ખોલી આજે મોટી વેચવાલી કરતા બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૪૪૪.૧૬ પોઇન્ટ તૂટીને ૯૬૪૪.૧૦ રહ્યો હતો. બીજીઆર એનર્જી રૃા. ૧૬.૭૫ તૂટીને રૃા. ૨૫૨.૬૫, પુંજ લોઇડ રૃા. ૨.૮૫ તૂટીને રૃા. ૪૭.૯૫, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃા. ૨૧.૪૫ તૂટીને રૃા. ૩૬૩.૦૫, ભેલ રૃા. ૧૫.૨૫ તૂટીને રૃા. ૨૭૩.૫૫, લાર્સન રૃા. ૬૮.૦૫ તૂટીને રૃા. ૧૨૬૨.૯૫, એબીબી રૃા. ૨૭.૫૦ તૂટીને રૃા. ૬૧૪.૩૦, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૩.૧૦ તૂટીને રૃા. ૭૫.૧૦, સુઝલોન એનર્જી રૃા. ૨૨.૯૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૪.૯૫ તૂટીને રૃા. ૧૩૧.૧૦, લક્ષ્મીમશીન રૃા. ૫૦.૪૫ તૂટીને રૃા. ૧૭૧૧.૪૦, સિમેન્સ રૃા. ૧૫.૬૦ તૂટીને રૃા. ૭૧૦.૦૫, બીઇએમએલ રૃા. ૭.૯૦ ઘટીને રૃા. ૫૦૮, જીએમઆર ઇન્ફ્રા. રૃા. ૧.૬૦ ઘટીને રૃા. ૧૯.૫૫, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૩ ઘટીને રૃા. ૪૩.૭૫ રહ્યા હતાં.
રીયાલ્ટી ક્ષેત્રે હજારો ફ્લેટો ઇન્વેસ્ટરોના ગળામાં! એચડીઆઇએલ, યુનીટેક, ડીબી રીયાલ્ટી તૂટયા
ઇન્વેસ્ટરોના હજારો ફ્લેટ વેચાયા વગર પડયા રહ્યા હોઇ ભાવો તોડીને વેચવાના પ્રયાસો શરૃ થયાના અહેવાલે રીયાલ્ટી શેરોમાં પણ નવેસરથી ગાબડાં પડવા લાગી આજે એચડીઆઇએલ રૃા. ૩.૯૫ તૂટીને રૃા. ૬૨.૧૫, યુનીટેક રૃા. ૧.૩૦ તૂટીને રૃા. ૨૨.૯૦, ડીબી રીયાલ્ટી રૃા. ૩.૫૦ તૂટીને રૃા. ૬૫.૬૫, ડીએલએફ રૃા. ૯ તૂટીને રૃા. ૨૧૫.૮૫, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૯૦ ઘટીને રૃા. ૪૭.૧૫, પેનીનસુલા લેન્ડ રૃા. ૧.૨૦ ઘટીને રૃા. ૩૧.૭૫, ફિનિક્સ મિલ્સ રૃા. ૬.૧૦ ઘટીને રૃા. ૧૮૩.૧૦ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૬૩.૧૪ પોઇન્ટ તૂટીને ૯૬૪૪.૧૦ રહ્યો હતો.
મેટલ ઇન્ડેક્ષ ૩૪૧ પોઇન્ટ તૂટયો ઃ સેસાગોવા, હિન્દાલ્કો, સ્ટરલાઇટમાં વેચવાલી
મેટલ શેરોમાં પણ ફરી લંડન મેટલ એક્ષચેન્જમાં નરમાઇ પાછળ નીકળેલી વેચવાલીએ મેટલ ઇન્ડેક્ષ ૩૪૧.૩૭ પોઇન્ટ તૂટીને ૧૦૫૦૦.૩૩ રહ્યો હતો. સેસાગોવા રૃા. ૧૧ તૂટીને રૃા. ૧૭૮.૪૦, હિન્દાલ્કો રૃા. ૬.૯૦ તૂટીને રૃા. ૧૩૦.૬૫, નાલ્કો રૃા. ૨.૬૫ તૂટીને રૃા. ૫૧.૪૦, સ્ટરલાઇટ રૃા. ૪.૮૦ ઘટીને રૃા. ૧૦૪.૭૫, એનએમડીસી રૃા. ૫.૯૫ ઘટીને રૃા. ૧૮૦.૨૫, ટાટા સ્ટીલ રૃા. ૧૨.૭૫ ઘટીને રૃા. ૪૦૩.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૧૮.૭૫ ઘટીને રૃા. ૬૦૦.૬૫ રહ્યા હતાં.
ડોલર રૃા. ૫૧.૭૫ મજબૂતઃ વિપ્રો રૃા. ૯ વધ્યો ઃ ઇન્ફોસીસ, ટીસીએસ, ઓરકેલ ઘટયા
રૃપિયા સામે ડોલરની મજબૂતી જળવાઇ રહી આજે ડોલર રૃા. ૫૧.૭૧થી વધીને રૃા. ૫૧.૭૫ સપાટીએ રહેતા સોફ્ટવેર- આઇટી શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. અલબત ઓરકેલ ફીનસર્વ રૃા. ૪૦.૧૦ ઘટીને રૃા. ૧૯૫૯.૧૦, ઇન્ફોસીસ રૃા. ૨૯.૦૫ ઘટીને રૃા. ૨૭૨૩.૭૫, ટીસીએસ રૃા. ૧.૮૦ ઘટીને રૃા. ૧૧૭૭.૩૦ રહ્યા હતા. વિપ્રો પશ્ચિમ બંગાળમાં રૃા. ૮૦૦ કરોડની રોકાણ યોજનાએ રૃા. ૯.૫૦ વધીને રૃા. ૪૧૩.ત૨૫, એમ્ફેસીસ રૃા. ૩૨૫.૭૦ હતા.
એફઆઇઆઇની કડાકામાં રૃા. ૨૬ કરોડના શેરોની ખરીદી ઃ રોકાણકારોના રૃા. ૧.૧૬ લાખ કરોડ ધોવાયા
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં માત્ર રૃા. ૨૫.૭૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૨૧૬૪.૬૯ કરોડનાશેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૧૩૮.૯૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. બુધવારે એફઆઇઆઇએ રૃા. ૧૩૫.૩૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. ડીઆઇઆઇ દ્વારા આજે રૃા. ૧૯૭.૫૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરાઇ હતી. આજે કડાકામાં રોકાણકારોની સંમતિ-માર્કેટ કેપિટલાઇઝેશન રૃા. ૧.૧૬ લાખ કરોડ ધોવાઇ જઇ રૃા. ૫૭.૫૪ લાખ કરોડ રહી હતી.
યુરો ઝોનનું અસ્તિત્વ જોખમમાં ઃ ફ્રાંસમાં નરમાઇ ઃ એશીયામાં સાર્વત્રિક નરમાઇ
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૫૭.૫૯ પોઇન્ટ ઘટીને ૮૬૬૪.૫૮, હોંગકોંગનો હેંગસેંગ ૧૩૨.૭૭ પોઇન્ટ ઘટીને ૧૯૧૦૭.૮૦, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૨.૯૧ પોઇન્ટ ઘટીને ૨૩૨૯.૮૨, તાઇવાન વેઇટેજ ૫૦.૧૦ પોઇન્ટ ઘટીને ૬૯૮૨.૯૦ રહ્યા હતા. યુરોપના બજારોમાં સાંજે ચાલુ બજારે ફ્રાંસમાં નરમાઇ સામે અન્ય બજારોમાં ૫થી ૧૫ પોઇન્ટનો સુધારો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved