Last Update : 09-Dec-2011, Friday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૯-૧૨-૨૦૧૧ શુક્રવાર
માગશર સુદ ચૌદશ
બુધ ઉદય પૂર્વમાં./બજારોમાં વધઘટ!
કચ્છ-માંડવી-દ્વારકેશ લાલજીનો ઉત્સવ.

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૩ મિ.

સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૬ મિ.

મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૦ મિ.

નવકારસી સમય (અ) ૭ ક. ૫૯ મિ. (સૂ) ૭ ક. ૫૪ મિ. (મું) ૭ ક. ૪૯ મિ.

જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.

નક્ષત્ર ઃ કૃતિકા સાંજના ૪ ક. ૨૧ મિ. સુધી પછી રોહિણી.

ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-સંિહ, બુધ-વૃશ્ચિક, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-વૃષભ.

વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮ રા.દિ.મા./૧૮/ દક્ષિણાયન હેમંતૠતુ

માગશર સુદ ચૌદશને શુક્રવાર.

યમઘંટયોગ સાંજના ૪ક. ૨૧. મિ.થી. વિષ્ટી ૧૮-૨૭થી. બુધ ઉદય પૂર્વમાં. બજારોમાં વધઘટ જણાય. કચ્છ, માંડવી, દ્વારકેશ લાલજીનો ઉત્સવ.

માગશર મહિનામાં બુધનો ઉદય થાય છે તેથી કપાસ ઓછો થાય. માગશરમાં ઉદય અશુભ-ફળદાયી. હવામાનમાં ફેરફારી, ઉત્પાત. પવન, અગ્નિથી નુકશાન જણાય! અનાજમાં વધઘટ જણાય! દિવસ ચાલીસમાં અનાજમાં તેજી! રૂના ભાવ વધે! રાજકીય રીતે અશાંતિ સર્જાય!

મુસલમાની હિજરીસન ૧૪૩૩ મોહરમ માસનો તેરમો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ તીર માસનો તેવીસમો રોજ દએપદીન

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૯-૧૨-૨૦૧૧ શુક્રવાર

મેષ ઃ આપના સગા સંબંધી મિત્રવર્ગ, કુટુંબ, પરિવારથી ચંિતા-ખર્ચ જણાય, વધારાનું કામ રહે. શરીરમાં દર્દપીડા જણાય.

વૃષભ ઃ મસ્તકમાં, ગળામાં-નાકમાં તકલીફના કારણે કંઈ ગમે નહીં તે સિવાય નકારાત્મક વિચારો આવે પરંતુ શાંતિ રાખવી.

મિથુન ઃ નુકશાન થાય, ચંિતા રહે. શારીરિક સુસ્તી-બેચેની અનુભવતા હોવ તેમ લાગે. નોકરી ધંધામાં જોખમ કરવું નહીં.

કર્ક ઃ સારા સબંધ-વ્યવહારમાં ગેરસમજ-મનદુઃખ થાય નહીં તેની તકેદારી રાખવી. નોકરી ધંધામાં કામમાં વ્યસ્તતા રહે.

સંિહ ઃ ભાગીદારીવાળા ધંધામાં, ટ્રાવેલ્સના, મકાન-જમીન વાહનના ધંધામાં મુશ્કેલી અનુભવાય. માતાપિતાની ચંિતા રહે.

કન્યા ઃ ચંિતા-વ્યથા હળવી થાય. નોકરી ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. આકસ્મિક કોઈ વધારાનું કામ આવી જાય.

તુલા ઃ આજે આપે ખાવાપીવામાં, હરવા ફરવામાં, સગા સંબંધી-મિત્રવર્ગના-કુટુંબ પરિવારના સંબંધવ્યવહારમાં સંભાળવું.
વૃશ્ચિક ઃ સાંસારીક પ્રશ્નમાં, પત્નીના સ્વભાવના કારણે, તબિયત નરમ થવાના કારણે નોકરી-ધંધાના કે અન્ય કામમાં બેચેની રહે.

ધન ઃ વિલંબમાં પડેલા કામને ઉકેલવા વધારાનો ખર્ચ કરવો પડે. ચંિતા-દોડધામ અનુભવાય. તબિયત સાચવવી.

મકર ઃ હૃદય-મનની વ્યગ્રતા-ચંિતા છતાં તમારે તમારા સંતાનના, પરિવારના, પત્નીના કામમાં ઘ્યાન આપવું પડે.

કુંભ ઃ મકાન-જમીન-વાહનના, ટ્રાવેલ્સના, રસકસના, કઠોળના વેપાર-ધંધામાં નોકરીમાં ચંિતા પછી સાનુકૂળતા રહે.

મીન ઃ બહાર કે બહાર જવાના પ્રશ્ને, પરદેશના સગાસબંધી-મિત્રવર્ગના પ્રશ્ને, ધર્મકાર્ય અંગે ચંિતા-વ્યસ્તતા રહે.

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

 

જન્મતારીખ વર્ષ સંકેત

તા. ૯ ડિસેમ્બર

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ કાર્યસફળતા-પ્રગતિનું રહે. નોકરી ધંધાના કામકાજમાં પ્રગતિ કરી શકો. તમારી મહેનતનું શુભફળ પ્રાપ્ત થાય. તમારી ચંિતા હતાશા દૂર થાય, તમારા આત્મવિશ્વાસમાં વધારો થતો જાય. વર્ષના મઘ્યભાગમાં સારી તક પ્રાપ્ત થાય, ફેરફારી સર્જાય.

સાંસારીક જીવનમાં આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. પત્નીના સ્વભાવના કારણે કે તેની બિમારીના કારણે શાંતિ-રાહત જણાય નહીં. તમારા રોજીંદા કામકાજમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવો. બી.પી. ડાયાબીટીશ, સ્તનમાં દર્દપીડા વગેરે વ્યાધિમાં ચંિતા-ખર્ચ જણાય.

મકાન-વાહન-મીલ્કતનો પ્રશ્ન ઉકેલાય. નવી કોઈ ખરીદી થાય. સંયુક્ત મીલ્કતનો પ્રશ્ન હોય, ભાગીદારીનો પ્રશ્ન હોય તો તેનો ઉકેલ આવવાથી તમે હળવાશ, રાહત અનુભવો. વર્ષના ઉત્તરાર્ધમાં જોખમ-ખર્ચ કરવું નહીં.

સ્ત્રીવર્ગને વર્ષ મઘ્યમ રહે. પિતૃપક્ષથી સાનુકૂળતા રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં પિતૃપક્ષે ચંિતાબિમારી જણાય. સાંસારીક જીવનમાં અવારનવાર મતભેદ રહે.

વિદ્યાર્થીવર્ગને ભણવામાં મિત્રવર્ગના કારણે એકાગ્રતા જળવાય નહીં. હલ્કા વ્યસની મિત્રવર્ગથી દૂર રહેવું.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનના કાકા મગનભાઇ ગુજરી ગયા પછી છગનનો મિત્ર લલ્લુ એને મળવા ગયો તો જાણ્યું મગનભાઇ પાછળ કશું જ માલમિલ્કત મૂકતા નથી ગયા. મગને એટલે છગનને પૂછ્‌યું, ‘‘આવું કેમ બને જ? એમની પાસે તો મોટર- ઘર- નોકર ઘણું ઘણું છે ને?’’
‘‘સાચી વાત,’’ છગને કહ્યું, ‘‘પણ પહેલાં ધનવાન થવામાં, રૂપિયા ભેગા કરવામાં તબિયતનું ઘ્યાન ન આપ્યું અને પછી તબિયત સુધારવામાં અને જાળવવામાં એ રૂપિયા ધન વાપર્યા કર્યું!’’

[Top]
 

આજ ની રેસીપી

 

બટાટાનાં ગુલાબ જાંબુ

સામગ્રી ઃ ૨ કપ દૂધ, ૨ ચમચા મેંદો, ચાર ઈલાયચીનો ભૂકો, ૨ કપ પાણી, ત્રણ મઘ્યમ કદના બટાટા, એક ચમચો ગુલાબજળ, ૨ કપ સાકર, ૧/૨ ચમચી કેસર.
રીત ઃ બટાટાની છાલ કાઢી પાતળી સ્લાઈસ કરવી. બટાટાની સ્લાઈસને પાણીથી બરાબર ધોઈ નાખવી. સ્લાઈસને ધોેયા પછી પાણી નીતારી દુધમાં નાખી ગરમ કરવા મુકવું. દૂધ બળી જાય પછી નીચે ઉતારી બરાબર હલાવવું. દૂધ ચોંટે નહીં, તેનું ખાસ ઘ્યાન રાખવું. બટાટાનો માવો અને મેંદો બંને ભેગા કરી હલાવવું. નરમ લોટ બનાવી નાના ગોળા વાળવા આ ગોળાઓને ગરમ ઘીમાં ધીમા તાપે બદામી રંગના થાય ત્યાં સુધી તળવા, પાણીમાં સાકર નાખી ગરમ કરવા મુકવું. તેની પાતળી ચાસણી કરવી ગરમ ચાસણીમાં ઈલાયચીનો ભુકો નાખવો. જાંબુ તળીને ચાસણીમાં નાંખવા. કેસર ગરમ કરી ભૂકો કરી નાખવું. ત્યાર પછી ગુલાબજળ નાખવું. લગભગ પંદર મિનિટ પછી નાસ્તામાં પીરસી શકાય છે.

 

ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

 

 

[Top]
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved