Last Update : 08-Dec-2011,Thursday
 

શરદ પવારવાળા પંખાનો ઈન્ટરવ્યુ!

 

પહેલાં શરદ પવારને લાફો પડ્યો. થોડા દહાડા પહેલાં એમના માથે સિલીંગ ફેન તૂટી પડ્યો!
જરા વિચારો, એ પંખાનો ઈન્ટરવ્યુ લીધો હોય તો એ શું બોલે?
***
‘‘હેલો પંખાભાઈ? કેમ છો?’’
‘‘તૂટેલો છું યાર, જોતા નથી?’’
‘‘એમ નહિ, પણ તૂટી પડ્યા પછી કેવું લાગે છે?’’
‘‘નાલાયક, આવું તે કોઈ દહાડો ‘મિત્ર’ વિમાનને પૂછેલું?’’
‘‘સોરી સોરી, પણ તમે શરદ પવારવાળા જ પંખા છો ને?’’
‘‘પંખો છું... ઘર્રર્રર્ર... કીચૂડ કીચૂડ... ‘ફેન’ નથી!’’
‘‘અચ્છા? વૈસે શરદ પવાર કે ફૅન કિતને હૈ?’’
‘‘મહારાષ્ટ્રમાં જઈને જુઓને? જે લોકો તોડફોડ કરે છે, એ બધા શરદ પવારના જ ફેન છે.’’
‘‘ઓહો! તો એમણે તને તોડી પાડ્યો?’’
‘‘ના! હું તો ઓલરેડી મોંઘવારીથી તૂટી ગયો છું.’’
‘‘કેમ ભઈ? તને મોંઘવારી ક્યાં નડી?’’
‘‘સીધી વાત છે. આજકાલ હવા ય મફતમાં ખાવા નથી મળતી એ માટે ય પંખો લગાડવો પડે છે. પંખા માટે વીજળી જોઈએ. અને વીજળી ક્યાં સસ્તી છે?’’
‘‘પણ તમે શરદ પવાર પર તૂટી કેમ પડ્યા.’’
‘‘અણ્ણા હજારેના કારણે.’’
‘‘કેમ?’’
‘‘એ બોલેલા ને કે ‘સિર્ફ એક થપ્પડ મારા?’’
‘‘તો?’’
‘‘તો શું, મારે ત્રણ મારવી હતી!’’
‘‘પણ વાગી નહિ. હવે તમારું શું થશે?’’
‘‘શું થાય? મારી ધરપકડ તો થઈ નહિ શકે. પણ પવાર સાહેબ હવે ટેન્શનમાં રહેવાના... જ્યાં જાય ત્યાં છત પર લટકતા પંખાને જોઈને ડરશે.’’
‘‘ઓકે. આપનો કંઈ મેસેજ?’’
‘‘ઉપરવાલા સબ દેખતા હૈ. ચાહે વો પંખા હી ક્યું ના હો?’’

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved