Last Update : 08-Dec-2011,Thursday
 

સિબ્બલ અને ઇન્ટરનેટ સેન્સરશિપ

‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’ જેવી કહેણી યાદ આવે, એવા સરકારી મંત્રીઓનાં વાણી-વર્તનમાં માહિતી-પ્રસારણ મંત્રી કપિલ સિબ્બલે નોંધપાત્ર ઉમેરો કર્યો છે. તેમણે ઇન્ટરનેટ પર સૌથી વઘુ લોકપ્રિયતા ધરાવતી સોશ્યલ નેટવર્કંિગ સાઇટોની દેખરેખ રાખવા - અને જરૂર પડ્યે તેની સામગ્રીમાં કાટછાંટ કરવાની આતુરતા વ્યક્ત કરી છે. તેના માટે શબ્દ ગમે તે વપરાય, પણ આખરે વાત તો સેન્સરશીપની જ છે.
કપિલ સિબ્બલ કહે છે કે સવાલ સેન્સરશીપનો નહીં, પણ ઇન્ટરનેટ પર મુકાતી વાંધાજનક, ધિક્કારપૂર્ણ સામગ્રી પર અંકુશ રાખવાનો છે. ‘વાંધાજનક’ની પોતાની વ્યાખ્યા પણ સિબ્બલે ગુપ્ત રાખી નથી. કેટલાંક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે ‘વડાપ્રધાન અને સોનિયા ગાંધીની છેડછાડ કરાયેલી તસવીરો.’ સિબ્બલે કોઇ પણ પ્રકારની ગેરસમજણ ન થઇ શકે એ રીતે કહ્યું કે ‘આ બઘું ચલાવી લેવાય નહીં. મેં ઇન્ટરનેટ કંપનીઓને (ફેસબુક, ગુગલ, યાહુ વગેરેને) કહી દીઘું કે તમારી સાઇટ પર આ બઘું મૂકાતું હોય તો તેને દૂર કરવા માટે તમારે કોઇ વ્યવસ્થા કરવી પડશે.’
અપેક્ષા મુજબ, દિગ્વિજયસંિઘે કપિલ સિબ્બલની દરખાસ્તને ઉત્સાહથી આવકાર આપ્યો છે. પરંતુ સિબ્બલનાં આ વિધાનોને દિગ્વિજયસંિઘનાં વિવાદી વિધાનોની હરોળમાં મૂકી શકાય એવાં નથી. કારણ કે સિબ્બલે પોતાના કાર્યક્ષેત્ર બહારની કોઇ બાબત પર પોતાનો અભિપ્રાય ફેંક્યો નથી, પણ (તેમની દૃષ્ટિએ) પોતાના મંત્રાલયમાં આવતા વિષય પર નીતિવિષયક નિર્ણય જાહેર કર્યો છે. આ તેમનું પહેલું અને હવામાં તરતું મૂકી દેવાયેલું વિધાન પણ નથી. કારણ કે અગાઉ તે ઇન્ટરનેટ કંપનીઓ સાથે આ જ મુદ્દે બેઠક કરી ચૂક્યા છે. પરંતુ ઇન્ટરનેટ કંપનીઓ આ બાબતે નમતું જોખવા તૈયાર થઇ નથી. તેમની મજબૂત અને સાચી દલીલ એ છે કે વાંધાજનક સામગ્રી અંગેના તેમના નિયમો અસ્તિત્ત્વમાં છે જ. તેમાં સિબ્બલ ઇચ્છે છે એ પ્રકારે, માણસો રોકીને હરરોજ મૂકાતી સામગ્રી પર જમાદારી કરવાનું તો ઠીક, દેખરેખ રાખવાનું પણ શક્ય નથી.
ભારતમાં ૧૦ કરોડથી પણ વઘુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. તેમાંથી અંદાજે ૩ કરોડ લોકો ‘ફેસબુક’ વાપરે છે. આ ક્ષેત્રના અભ્યાસીઓના મતે ‘ફેસબુક’ પર ફક્ત ભારતમાંથી રોજના ૯ કરોડ અપડેટ્‌સ મુકાય છે અને કપિલ સિબ્બલ તેની પર દેખરેખ રાખવા અને એ કામ માટે માણસો રોકવાનું કંપનીઓને કહી રહ્યા છે. થોડા વખત પહેલાં ભારત સરકારને ‘બ્લેકબેરી’ ફોનની કંપની પર થતી મેસેજંિગની ગુપ્તતા સામે વાંધો પડ્યો ત્યારે મૂળમાં રહેલો સવાલ આંતરિક સલામતી અને સુરક્ષાને લગતો હતો. એ માટે સરકાર ‘બ્લેકબેરી’ પર દબાણ કરે તો તેનું વાજબીપણું સમજી શકાય એવું હતું. પરંતુ સોશ્યલ નેટવર્કંિગની વેબસાઇટો પર આવતી સામગ્રી પર દેખરેખ રાખવાનો કુવિચાર કોઇ રીતે લોકશાહી સરકાર માટે વાજબી ગણાવી શકાય એમ નથી. ભારતમાં સરકાર પાસે કરવાનાં અને નહીં થઇ રહેલાં કામોની મોટી યાદી બાકી છે, ત્યારે ઇન્ટરનેટ સેન્સરશિપ જેવું આત્મઘાતી પગલું એ શા માટે લે, એ સમજવું અઘરૂં છે.
કપિલ સિબ્બલની સેન્સરશીપની દરખાસ્તને દિગ્વિજયસંિઘ ઉપરાંત કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા તરફથી પણ ટેકો મળ્યો છે. તેમણે અભિવ્યક્તિસ્વાતંત્ર્યની તરફેણ કર્યા પછી, વિવેકનું કારણ આગળ ધરીને ‘આવી કોઇ જોગવાઇ હોવી જોઇએ’ એવો મત વ્યક્ત કર્યો છે. સિબ્બલ-દિગ્વિજય-અબ્દુલ્લા એન્ડ કંપની એ જાણતાં નહીં હોય કે વાંધાજનક સામગ્રી સામેની કાર્યવાહીના કાયદા હાલમાં અસ્તિત્ત્વ ધરાવે જ છે? અને તેમાં કશો ઉમેરો કરવાપણું નથી.
અત્યારે પણ વાંધાજનક સામગ્રી અંગે રજૂઆત થયાના ૩૬ કલાકમાં ઇન્ટરનેટ કંપનીઓ એ સામગ્રી હટાવી ન લે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરી શકાય છે. પરંતુ સિબ્બલને આટલું પૂરતું લાગતું નથી. તેમના મનમાં કદાચ ચીનનું સરકારી મોડેલ લાગે છે, જ્યાં ઇન્ટરનેટ પર સરકાર વતી જાસૂસી કરવા માટે સરકારી રાહે સેંકડો માણસો રોકવામાં આવે. ઇન્ટરનેટ પર સરકારી અંકુશ મૂકવા માટે આતુર સિબ્બલ ભૂલી જાય છે કે તે સદાકાળ સરકારમાં રહેવાના નથી. પોતાના ટૂંકા ગાળાના ફાયદા માટે લોકશાહીના એક મહત્ત્વના અંગનું ગળું દબાવી દેવા સિબ્બલ તલપાપડ થતા હોય, ત્યારે વડાપ્રધાન કે સોનિયા ગાંધીને આ મુદ્દે કશું કહેવાનું ન હોય એ આ સરકારની વિશિષ્ટ કાર્યપદ્ધતિનું સૂચક છે.
રહી વાત ઓમર અબ્દુલ્લાએ કરેલી ‘જવાબદારી’ની. એ ખરું કે અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો બેફામ રીતે દુરુપયોગ ન થઇ શકે, પણ એ વિવેકનો મુદ્દો છે- સેન્સરશિપનો નહીં. સેન્સરશિપથી વિવેકને નહીં, પણ વિદ્રોહને પ્રોત્સાહન મળે છે, એવો બોધપાઠ પણ સરકારો અને તેમના સર્વેસર્વાઓ આટલી ઝડપથી ભૂલી જતા હશે?
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved