Last Update : 08-Dec-2011,Thursday
 
પ્રવાસી ભાડા વધારવા સિવાય રેલવે પાસે કોઈ વિકલ્પ નથી
- પ્રવાસીઓ સલામતી અને ગુંડાગીરી ફ્રી ટ્રેન સવલતો ઝંખે છે...
રેલવે પ્રવાસીઓના ભાડા વધારવાની ફાઈલ કેબીનેટની મંજૂરીની રાહ જોઈ રહી છે. ખોટમાં જતા રેલવે ડીપાર્ટમેન્ટ માટે આવક વધારવાનો મુદ્દો સમસ્યાજનક છે. રેલવે પ્રવાસીઓના ભાડા ૧૫ થી ૨૦ ટકા વધારવાની દરખાસ્ત છે.
આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાના જંગના કારણે ભાવ વધારાની આ ફાઈલ પેન્ડીંગ છે. પરંતુ શિયાળુ સત્ર પછી તરત જ રેલવેના ભાડામાં વધારાનો સંભવ છે. રેલવે તંત્ર ખોટમાં જાય છે. તેને ઓપરેટ કરવાના તેમજ આઘુનિકીકરણના ખર્ચામાં લગભગ બમણો વધારો થયો છે. આ સંજોગોમાં રેલવે આવક વધારવા પ્રયાસ કરે તે સ્વભાવિક છે.
રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદી તૃણમુલ કોંગ્રેસના છે. તે મમતા બેનરજીની પસંદ છે. તેઓ મૂળ ગુજરાતના છે. રેલવેના ભાડાં વધારવા તેમની પર ચોમેરથી દબાણ છે. નાણા પ્રધાન, પ્લાનીંગ કમિશન, રેલવેની સંસદની સ્ટેન્ડીંગ કમિટી, રેલવે બોર્ડ એમ દરેકનું સૂચન છે કે ભાડાં વધારો અને ખાડે જતા રેલવે તંત્રને બચાવો.
બજેટ વખતે લોકોની વાહ-વાહ મેળવવા સરકાર રેલવે ભાડા નહોતી વધારતી પરંતુ પડદા પાછળ વધતું જંગી દેવું પણ તેમને નહોતું દેખાતું.
રેલવે અકસ્માતોની પરંપરા વચ્ચે રેલવેના પ્રવાસી ભાડામાં વધારાનો પ્લાન અટવાઈ રહ્યો છે. એક તરફ મોંઘવારીના પ્રશ્ને સરકાર ફીક્સમાં મુકાઈ છે તે દરમ્યાન જો રેલવે પ્રવાસી ભાડાં વધારે તો ઉહાપોહ કંટ્રોલ ના રખાય એટલી હદે આગળ વધી જાય. રેલવેનો વહિવટ ખાડે ગયો છે. છાશવારે થતા અકસ્માતોમાં સ્ટાફની ભૂલો અને જુની મશીનરીનો દોષ કાઢવામાં આવે છે. જોકે અહીં ભોગવવાનું તો નિર્દોષ પ્રવાસીઓને જ આવે છે!!
જ્યારે રેલવેમાં ચાલુ ટ્રેને બે એસી કૉચ બળવાની ઘટના બની ત્યારે તાત્કાલીક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ૧૭ લોકો મૃત્યુ પામ્યા હતા. અહીં ભાંગફોડની શક્યતા નકારાતી નથી. પ્રજાના મનમાં સલામતીનો પ્રશ્ન પહેલો છે. રેલવેમાં ચાલતી ગુંડાગીરીને નાથવા સત્તાવાળાઓએ કડક પગલાં લેવાની જરૂર છે. ચાલુ ટ્રેને ચાલતી ગુંડાગીરી કે ભાંગફોડની પ્રવૃત્તિ કરતા તત્વો માટે કડક સજા કરવાની દરખાસ્ત પણ કરવાની જરૂર છે.
ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવે રેલવે બહોળો નફો કરે છે એવા ગપગોળા ચલાવે રાખ્યા હતા, ગપગોળાનો આ ફુગ્ગો તેમની જગ્યાએ આવેલા નવા રેલવે પ્રધાન મમતા બેનરજીએ ફોડી નાખ્યો હતો. મમતાએ સંસદમાં ત્રણ-ચાર એવા મુદ્દા રજૂ કર્યા હતા કે જેમાં લાલુ પ્રસાદે કરેલી ઘાલમેલ પ્રજા સમક્ષ આવી ગઈ હતી. પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન બનતા સુધી મમતા બેનરજી રેલવે પ્રધાનનો હોદ્દો સંભાળ્યો હતો.
રેલવેમાં સુધારણા, નવી રેલવે લાઈન, નવા રેલવેબ્રીજ વગેરેની દરેક બજેટમાં વાતો કરવામાં આવે છે. પરંતુ તેનું અમલીકરણ ગોકળગાયની ગતિએ થાય છે.
ભારતીય રેલવે એ પ્રજાની જીવાદોરી છે. રોજ બે કરોડ લોકો રેલવેમાં પ્રવાસ કરે છે. રેલવે આ પ્રવાસીઓ પાસેથી વર્ષે ૩૦ હજાર કરોડ રૂપિયા મેળવે છે.
જો દશ ટકા ભાડા વધારાય તો પણ ત્રણ હજાર કરોડનો વધારો થાય. બાય રોડ પ્રવાસ કરનારને રેલવે કરતાં સાત ગણા વઘુ પૈસા ચૂકવવા પડે છે.
હકીકત તો એ છે કે સતત બે બજેટમાં રેલવે ભાડા નહીં વધારીને સરકારે મોટી ભૂલ કરી છે. રેલવે મંત્રાલય માને છે કે રેલવે ચલાવવાના વધતા ખર્ચા પર નજર કરીએ તો રેલવે ભાડા ૮૮ ટકા જેટલા અર્થાત્‌ લગભગ બમણા કરવા જોઈએ.
પ્રજા રેલવે પાસે સલામતી માગે છે અને એક્સીડન્ટ ફ્રી સ્થિતિ માગે છે. રેલવે સવલતો વઘુ આપે સાથે-સાથે સલામતીની વ્યવસ્થા બમણી બનાવી દે તે પણ જરૂરી છે, બે ટ્રેનો ટકરાય, માનવ રહિત રેલવે ક્રોસીંગ ટ્રેનના ડબ્બામાં આગ લાગે જેવી ઘટનાઓથી પ્રજા ડરી ગઈ છે, તો બીજી તરફ ટ્રેનમાં ચાલતી ગુંડાગીરી, છેડતી અને બળાત્કાર જેવી ઘટનાઓ દર્શાવે છે કે સલામતી અહીં કહેવા પુરતી જ છે.
પ્રજાને કદાચ રેલવે ભાડામાં વધારા સાથે કોઈ નિસ્બત નહીં હોય પરંતુ સલામતી બાબતે કે માનવસર્જીત અકસ્માતો સામે તો દરેક ગંભીર છે.
મમતા બેનરજી જ્યારે રેલવે પ્રધાન હતા ત્યારથી એક દરખાસ્ત મુકાઈ હતી કે રેલવે પ્લેટફોર્મ ઉપર શોપીંગ સેન્ટર બનાવવા જેમાં ફુડમોલ, લાયબ્રેરી વગેરે હોય. જુની પુરાણી સિસ્ટમથી કંઈક આગળ વિચારવા માટે ખાસ ક્રિએટીવ સમિતિ ઊભી કરવાનો પ્લાન પણ છે.
હાલમાં રેલવે પ્લેટફોર્મ પર નાના ફૂડસ્ટોલ અને મેગેઝીનો વેચતા સ્ટોલ્સ હોય છે પરંતુ મોટા ફૂડસ્ટોલ અને ક્વૉલિટી ફૂડના આગ્રહીઓ માટે અહીં કશું નથી હોતું. જો પ્લેટફોર્મ પર મોટા ફૂડ સ્ટોલ હોય તો પ્રવાસીઓને મનગમતી વાનગી મળી શકે.
આમ, એક તરફ રેલવે તેમજ પ્લેટફોર્મ પર અપાતી સવલતોના આઘુનીકીકરણની વાત છે તો બીજી તરફ રેલવે ભાડા વધારીને સરકાર ખોટનો માર ઓછો કરવા માગે છે. રેલવેમાં વધતા ખર્ચાની સામે પ્રવાસીઓના ભાડામાં છેલ્લા બે બજેટથી કોઈ ફેર કરાયો નથી. વિધાનસભાના ચૂંટણી જંગના કારણે સરકાર કોઈપણ ક્ષેત્રે ભાવવધારા માટે તૈયાર નથી.
જો કે પ્રજાનો મત સ્પષ્ટ છે કે પહેલાં માનવસર્જીત અકસ્માતો ઘટાડો, સલામતી પાવરફૂલ બનાવો, રેલવેમાં ચાલતી ગુંડાગીરી હટાવો પછી પ્રવાસી ભાડામાં વધારો કરો. લોકો સવલતો સામે વઘુ ભાડુ ચૂકવવા તૈયાર છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

c
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved