Last Update : 08-Dec-2011,Thursday
 
ભૂલકાંને આપો મોકળું મેદાન

- ઘરમાં નાના મહેમાનના આગમનની તૈયારી રૃપે કેટલુંક દયાન રાખવાનું હોય છે. બાળક પોતે પોતાને સંભાળતું થાય ત્યાં સુધી થોડું દયાન રાખવું જરૃરી છે.

રેખા તેના ઘરને ખૂબ સંવારતી-સજાવતી રહે છે. તેણે પોતે જ ઘરના દરેક ટેબલો પર નાના મોટાં ટેબલ ક્લોથ પેઈન્ટ કરીને પાથર્યા હતાં. ડ્રોઈંગરૃમમાં ખૂણામાં એક ટેબલ, તેની ઉપર ટેબલ ફેન મૂક્યો હતો. તેના સસરા મુકેશભાઈ ઘરમાં એન્ટર થતા હતા. ત્યાં જ તેમની નજર રેખાના બાબા ચિંટુ પર પડી. તે ટેબલ ક્લોથનો છેડો પકડીને ઊભો થવાનો પ્રયત્ન કરતો હતો. જો એ સમયે મુકેશભાઈએ તેને ઉંચકી ન લીધો હોત તો પંખો તેની ઉપર જ પડયો હોત. આ વાત વિચારીને જ રેખાના શરીરમાં એક અજાણ્યા ડરનું કંપન ફરી વળ્યુ. સંધ્યાના દિકરા આમ તો મોટાં હતાં એટલે કે ત્રણ ચાર વર્ષના. પરંતુ તેમને અનેક વસ્તુઓ જિજ્ઞાાસા ઉન્ન્ન કરતી. તેના નાના દિકરા આદિત્યએ નીચી હાઈટ પર લાગેલા ઈલેક્ટ્રિક સોકેટમાં તેની નાની, નાજૂક આંગળી નાંખી અને તેને શોક લાગ્યો. તે અચાનક રડવા લાગ્યો.જો કે ઝટકાથી તેનો હાથ બહાર આવી ગયો. દરેકનું ધ્યાન તેની તરફ વળ્યું. તેની સાથે અન્ય નાના ભૂલકાંઓ પણ રમી રહ્યા હતા. સારું થયું કે તેઓ તેને પકડવા ન ગયા. પરંતુ જો તેની આસપાસ બેઠેલા બે ત્રણ અન્ય ભૂલકાંએ તેને પકડી લીધો હોત તો તેમને સૌને પણ શોક લાગત. આદિત્યની દાદી શ્યામાબહેન ત્યાં જ હતાં. તેથી રડતા આદિત્યને તેમણે સંભાળી લીધો અને દરેક નીચી હાઈટના સોકેટ પર સેલોટેપ લગાવી દીધી.
આ તો ડ્રોઈંગ રૃમ કે અન્ય રૃમની એકાદ બે વાત ઉદાહરણ રૃપે કહી છે. પરંતુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં બાળકો માટે થઈને અનેક સાવધાની રાખવાની જરૃર હોય છે. હવે તો આર્કિટ્ક્ટ દ્વારા એક્સિડન્ટ પ્રુફ ઘર તૈયાર કરાય છે.બાળક માટે એક્સિડન્ટ પ્રુફ ઘર બનાવવા આટલું ધ્યાન રાખો

ઘરમાં અને બાથરૃમમાં

- ઘરમાં ઈલેક્ટ્રિક વાયરોને લટકતા ન રાખવા. ઈસ્ત્રી કર્યા પછી તે ક્યાંક ઉપર મૂકી દેવી, બાળક રમતાં રમતાં તેને હાથ લાવે કે લટકતા વાયરોને ખેંચે તો અકસ્માત થઈ શકે છે.
- બાળકને નવડાવવા લઈ જાવ ત્યારે ગરમ પાણીમાં પહેલેથી જ ઠંડું પાણી નાંખી નવશેકું કરી દેવું. બાળક પાણીથી આકર્ષાય છે. જો તે ગરમ પાણીમાં હાથ નાંખી દે તો તે દાઝી શકે છે.
- બાથરૃમમાં સાબુ, શેમ્પૂ કે એસિડને બાળક હાથ ન લગાડી શકે તેટલે દૂર જ રાખવા.
- બાળકને મોંમાં દૂધની બોટલ પકડાવીને આઘપાછા ન થવું. દૂધ પીતાં પીતાં જો તેને ઠસકો લાગે તો તે સમજી શકતું નથી કે બોટલ બહાર કાઢી નાંખવી જોઈએ. તે ગૂંગળામણ અનુભવે છે.
- છુટ્ટા પૈસા એટલે કે સિક્કા આમતેમ ન રાખવા, બેળકને કોઈપણ વસ્તુ મોંમંા મૂકવાની ટેવ હોય છે.

 

રસોડામાં

- રસોઈ કર્યા પછી ગરમ વાસણો બાળકની પહોંચથી દૂર રાખવા.
- રસોડામાં ફિનાઈલ, કેરોસિન, મચ્છર મારવાના સ્પ્રે, મેસ્કિટો કોઈલ વગેરે બાળકોની પહોંચથી દૂર જ રાખવા.
- બાળકને ખાવાની એવી કોઈ વસ્ચુ જેમ કે કાકડીનો કે ગાજરનો ટુકડો, પીપરમિંટ, ચોકલેટ વગેરે આપી નિશ્ચિંત ન થઈ જવું. તે બરાબર ખાઈ શકે છે કે નહીં તે જોવું. નહીં તો તે તેના ગળામાં ફસાઈ શકે.

 

રમકડાં સાથે

- ઘરમાં એકથી વધુ બાળકો હોય તો બને ત્યાં સુધી તેમનાં રમકડાં અલાયદાં રાખવા કારણ કે એકનું મોંમાં મૂકેલું રમકડું બીજુ બાળક મોંમાં નાંખે તે યોગ્ય નથી.
- આજકાલ પ્લાસ્ટિકના રમકડાં ખૂબ જ ચલણમાં છે. તેથી રમકડાં ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેનું પ્લાસ્ટિક સારી ક્વલ્લિટિનું છે. ઉપરાંત જો રમતાં રમતાં કોઈ રમકડું તૂટી જાય તો તેને તેની પાસેથી ખસેડી દેવું. રમકડાની અણી તેને વાગી ન જાય તેનું ધ્યાન રાખો.

 

ફ્લેટ કે ઘરમાં

- જો તમારૃ ઘર મુખ્ય રસ્તા પર હોય તો ઘરનો દરવાજો ક્યારેય ખુલ્લો ન રાખવો. કદાચ એવું બને કે બાળક રમતાં રમતાં ઘરની બહાર મુખ્ય રસ્તા પર પહોંચી જાય.
- તમારા ઘરમાં દાદરો હોય તો ઉપર ચઢવાના પહેલાં પગથિયે જાળી મૂકાવી દો. બાળક ગોઠણિયાં ભરતાં શીખે તો તેને દાદરા પર ચઢ-ઉતર કરવાની મઝા પડે છે. પરંતુ તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
- ચાર ફ્લેટની વચ્ચેની જગ્યાએ બાળકો સાયકલ ચલાવતાં હોય તો ફ્લેટના દાદરા પાસે પાટિયાંનો દરવાજો બનાવી દેવો નહીં તો ધૂનમાં ને ધૂનમાં તેઓ નીચે પડી શકે છે.
- ફ્લેટ્સના જમાનામાં બાળકોની રમવાની જગ્યા પણ ઓછી થઈ ગઈ છે. તેવામાં ફ્લેટના રસ્તા ઉપર બાળકો રમતાં હોય તો વાહનો અંદર લાવતી વખતે ધ્યાન રાખવું. વળી અંદરના રસ્તા પર એક બે સ્પીડ બ્રેકર બનાવડાવી દેવા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved