Last Update : 08-Dec-2011,Thursday
 
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ

 

બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં નવી અમેરિકન કોન્સ્યુલેટ

કોન્સલ જનરલે પ્રાચીન સંસ્કૃત નાટયકાર ભાસનો શ્લોક ટાંક્યો ઃ બદલાતા સમય સાથે જગત પણ બદલાતું રહે છે
મુંબઇ, તા.૭
પરિવર્તન એ જગતનો નિયમ છે એ ન્યાયે અમેરિકન કોન્સ્યુલેટ દક્ષિણ મુંબઇથી બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સની નવી અને વિશાળ જગ્યામાં ખસેડાવાને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં સકારાત્મક પરિવર્તન આવશે. વધુ સારી વિઝાની સુવિધા પૂરી પાડી શકાશે, વ્યાપારી સાહસોને ઉત્તેજન આપવાના પ્રયાસોમાં વૃદ્ધિ થશે અને લોકો વચ્ચેનો પરસ્પર સંપર્ક વધશે એવી આશા અમેરિકાના મુંબઇ ખાતેના કોન્સલ જનરલ પીટર હાસે વ્યક્ત કરી હતી.
કોન્સલ જનરલે પ્રાચીન સંસ્કૃત નાટ્યકાર ભાસના નાટક 'સ્વપ્ન- વાસવદત્તા'નો શ્લોક ટાંકીને જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે જગત પણ બદલાતું રહે છે. બ્રિચ કેન્ડીની લીન્કન હાઉસની જૂની અને સાંકડી જગ્યામાં દર વર્ષે લગભગ બે લાખ વિઝાની અરજીઓના નિકાલની કામગીરીને પહોંચી વળવાનું મુશ્કેલ બની જતું હતું. પરંતુ બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં તાજેતરમાં જ ખુલ્લી મુકાયેલી કોન્સ્યુલેટમાં ચાર ગણી વધુ જગ્યા છે અને વિઝાના અરજદારો માટે વધુ બારીઓ રાખવામાં આવી છે. એટલે અમેરિકા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ, ટુરિસ્ટો, બિઝનેસમેન તેમજ અમેરિકા સ્થળાંતર કરવા માગતા લોકોની વધુ સારી રીતે સગવડ સાચવી શકાશે. વિઝાની અરજીના નિકાલમાં દસથી પંદર ટકા વૃદ્ધિ થશે.
પીટર હાસે જણાવ્યું હતું કે અમારો પ્રયાસ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ વિકસાવવાનો છે. બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સની નવી જગ્યામાં વિદેશી કૃષિ સેવા, વિદેશી વ્યાપારી સેવા તેમજ આર્થિક બાબતોને લગતી બધી જ ઓફિસો કોન્સ્યુલેટની ઇમારતમાં એક છત નીચે લાવવામાં આવી છે. આજે હજારો અમેરિકનો ભારતીયોની કંપનીઓમાં કામ કરે છે. એવી જ રીતે લાખો ભારતીયો અમેરિકન કંપનીઓમાં ફરજ બજાવે છે. આ સંખ્યામાં વૃદ્ધિ થાય અને બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો વધુ ગાઢ બને એ દિશામાં અમે બનતી બધી જ મદદ કરવા તૈયાર છીએ.
તેમણે કહ્યું હતું કે નવી કોન્સ્યુલેટમાં જ અમેરિકન સેન્ટરની પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે. ફિલ્મ પ્રદર્શન, બાળકોને લગતા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. દળદાર પુસ્તકોથી સમૃદ્ધ લાયબ્રેરીનો પણ લોકો લાભ લઇ શકશે. આ સાથે છેલ્લામાં છેલ્લી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને આઇ-પેડ અને ઇ-બૂક સ્વરૃપે ઉપયોગમાં લેવાશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved