Last Update : 08-Dec-2011,Thursday
 

એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ

 

દર્દીના મૃત્યુનાં સાત વરસ બાદ

મુંબઈ,તા.૭
કાંદિવલીના એક આયુર્વેદિક ડોક્ટરે પાલિકાના એક કર્મચારીને એલોપેથિક દવા આપ્યા બાદ તે મૃત્યુ પામ્યાનાં સાત વરસ પછી કર્મચારીની પત્નીને રૃપિયા સાત લાખ ચૂકવવાનો આદેશ રાજ્યના ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે ડોક્ટરને આપ્યો છે.
રૃા.૨૫,૦૦૦ના વળતરના સેશન્સના અગાઉના આદેશ બાદ રાજ્યના ગ્રાહક ફરિયાદ નિવારણ પંચનો આદેશ
બે બાળકોની માતા અને કર્મચારીની વિધવા પ્રતિભા ગમરે હવે કાંદિવલી (પૂર્વ)માં ઘરનોકરાણી તરીકે કામ કરે છે.
બીજા એક ડોક્ટરે આપેલા અહેવાલના આધારે ગ્રાહક પંચે એવું નિરીક્ષણ કર્યું હતું કે હકીકતો પરથી સ્પષ્ટ પુરવાર થાય છે કે ડો. આર.આર. સિંહ આયુર્વેદના પ્રેક્ટિશનર હતા અને તેમને એલોપથીની પ્રેક્ટિસ કરવાની તેમજ એલોપેથિક દવાઓ આપવાની પરવાનગી નહોતી.
કાંદિવલીમાં 'વરદાન ક્લિનિક' ચલાવતા સિંહને અગાઉ સેસન્સ કોર્ટે ગુનેગાર ઠરાવ્યા હતા અને ૨૦૦૬માં ગમરેને રૃા.૨૫,૦૦૦નું વળતર ચૂકવવાનો આદેશ તેમને આપ્યો હતો.
મૃતક કર્મચારી પાંડુરંગ ગમરે ૨૦૦૪માં તેના મૃત્યુસમયે મુંબઈ મહાનગરપાલિકામાં મહિને રૃા.૯૭૫૦ના પગારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો.
'બે સગીર વયનાં બાળકોને ઉછેરવાની જવાબદારી નિભાવતી પાંડુરંગની ફરિયાદી પત્નીને રૃા. સાત લાખના વળતરની મદદ કરવાનું અમને ન્યાયી અને યોગ્ય લાગે છે,' એમ ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે જણાવ્યું હતું. વળતરની રકમ ઉપરાંત ગમરેને ફરિયાદના ખર્ચપેટે રૃા.૫,૦૦૦ પણ મળશે.
વિધવા ગમરેની ફરિયાદ મુજબ તેના પતિ પાંડુરંગને ૨૦૦૪ની ૨૦મી ઓગસ્ટે કમરથી નીચેના અંગમાં સખત પીડા ઊપડતાં તે પાંડુરંગને કાંદિવલી (પૂર્વ)માં સિંહના ક્લિનિકમાં લઈ ગઈ હતી. સિંહે તેને કહ્યું હતું કે પાંડુરંગને ગંભીર બીમારી હતી અને તે લકવાના હુમલાનો શિકાર પણ બની શકે છે. ગમરેએ ડોક્ટરને એડવાન્સ રૃપે રૃા.૨૭૦૦ ચૂકવતાં પાંડુરંગને ક્લિનિકમાં દાખલ કરાયો હતો.
જો કે ગમરેએ ડો. સિંહને કહ્યું હતું કે તેનો પતિ પાલિકાનો કર્મચારી હોવાથી બીએમસીની હોસ્પિટલમાં તેને મફત સારવાર મળી શકે છે અને તેથી તેને રજા આપવાની વિનંતી કરી હતી. છતાં સિંહે તેને ક્લિનિકમાંથી નહિ ખસેડવા મનાવી હતી.
ગમરેએ આક્ષેપ કર્યો હતો કે એજ રાતે સિંહ પાંડુરંગને તેના કમ્પાઉન્ડના ભરોસે છોડી ગયા હતા અને કટોકટીના સંજોગોમાં શું કરવું તેની સૂચના કમ્પાઉન્ડરને આપી હતી. મોડી રાતે ત્રણેક વાગ્યે પાંડુરંગની હાલત વધુ કથળતાં કમ્પાઉન્ડરે તેને સલાઈન તથા સિંહે સૂચવેલી દવાઓ આપી હતી. ત્યારપછી તરત પાંડુરંગનું મૃત્યુ નીપજ્યું હતું.
બાદમાં ગમરેએ સિંહ સામે પોલીસ-ફરિયાદ કરી હતી અને ૨૦૦૬ની ૨૮મી ફેબુ્રઆરીએ શિવડીની સેશન્સ કોર્ટે સિંહને 'મહારાષ્ટ્ર મેડિક્લ પ્રેક્ટિશનર્સ એક્ટ' હેઠળ અપરાધી ઠરાવ્યો હતો, જેને પગલે ગ્રાહક પંચમાં ૨૦૦૭ની ૧૮મી જૂને ફરિયાદ નોંધાવાઈ હતી.
જો કે ૨૦૧૧ની નવમી માર્ચે મુંબઈ ઉપનગરીય જિલ્લા ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે આ ફરિયાદ ફગાવી દીધી હતી. પંચે એવી દલીલ કરી હતી કે સેશન્સ કોર્ટે રૃા.૨૫,૦૦૦ના વળતરનો આદેશ આપ્યો હોવાથી એક જ ગુના બદલ બે વખત વળતર ન આપી શકાય. આથી ગમરેએ રાજ્ય ગ્રાહક પંચમાં અપીલ કરી હતી.
સિંહે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેણે પાંડુરંગની સારવાર કરી નહોતી અને કોઈ ફી લીધી નહોતી. તેનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું.
પરંતુ બીજા એક ડોક્ટરે ગમરે વતી દાખલ કરેલું સોગંદનામું પંચે સ્વીકાર્યું હતું, જેમાં જણાવાયું હતું કે સિંહે પાંડુરંગને આઈસીસીયુની સુવિધાવાળી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હોત, તો તેનો જીવ બચી જાત. ઉપરાંત સિંહ સામેની સાબિતી પરથી પુરવાર થયું હતું કે તેણે એલોપેથિક દવાઓ આપી હતી. આથી સિંહની દેખીતી બેદરકારી સ્પષ્ટ કરી આપી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved