Last Update : 08-Dec-2011,Thursday
 
'બેતવા' અને 'તલવાર' જહાજોને નિહાળી નગરજનો રોમાંચિત
 
પોરબંદર, તા.૭
નેવી વીકની ઉજવણી સંદર્ભે નૌસેના દ્વારા પોરબંદરમાં 'બેતવા' અને 'તલવાર' નામના યુધ્ધ જહાજોને ખુલ્લા રાખવામાં આવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આમનગરજનો તેને નિહાળવા ઉમટી પડયા હતા. તો ૫૦ જેટલા પ્રજ્ઞાાચ૭ુ વિદ્યાર્થીઓએ નેવીના જવાનો સાથે બપોરે ભોજન લીધુ હતું.
પોરબંદરમાં નેવી વીકની ઉજવણી સંદર્ભે નૌસેના દ્વારા યુદ્ધ જહાજોના નિદર્શન યોજાયાઃ આજે મધદરિયે યુધ્ધ કવાયત
નેવી વીકની ઉજવણી સંદર્ભે પોરબંદરના ઓલવેધર પોર્ટ ઉપર આ બંને યુધ્ધ જહાજો લોકોને નિહાળવા માટે સાંજ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. અતિ આધુનિક મીસાઈલોથી સુસજજ આ જહાજોને નિહાળીને વિદ્યાર્થીઓ ભારે રોમાંચિત બની ગયા હતા. ભારતીય નૌસેના દ્વારા સને ૧૯૭૧માં પાકિસ્તાન દ્વારા થયેલ હવાઈ હુમલાના જવાબરૃપે ભારતીય નૌસેનાએ ગુજરાતના દરિયાઈ સરહદેથી પાકિસ્તાનના કરાંચી બંદર પર હુમલો કરી બંદરનો નાશ કર્યો હતો. જેણે સમગ્ર યુધ્ધનું પાસુ પલટી નાંખતા પાકિસ્તાનને સજજડ હારનો સામનો કરવો પડેલો. આ ગૌરવાંકિત ઘટનાની કાયમી યાદગીરી રૃપે તા. ૨૬મી નવેમ્બરતી તા. ૪ ડિસેમ્બર સુદી નૌસેના સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
આ સપ્તાહ દરમિયાન નૌસેનાની કપરી કામગીરી અને રાષ્ટ્રપરસ્ત સેવાઓથી અવગત થાય તે માટે ભારતીય નૌસેનાના દંતકથારૃપ વારસો ધરાવતા અત્યાધુનિક જહાજોના નિદર્સન ઉપરાંત નૌસેના દ્વારા ફરજ અન્વયે વિકટ સંજોગોમાં મધદરિયે બજાવવામાં આવતી કાર્યવાહીનું પ્રત્યક્ષ નિદર્શન નૌસેનાના જાંબાજ અને ફરજપરસ્ત સૈનિકો દ્વારા યોજાય છે જે અંતર્ગત બચાવ અને રાહતની કામગીરી, ઈંધણ અને પુરવઠા પુરો પાડવા તેમજ વિમાન દ્વારા ભૂમિગત ફાયરીંગ, ટોરપીડો અને એન્ટી એરક્રાફટ ગનના ફાયરીંગ સહિતની દિલધડક કવાયતોનું નિદર્શન યોજાય છે. ત્યારે પોરબંદરમાં 'બેતવા' અને 'તલવાર' નામના બે યુધ્ધ જહાજો નિદર્શન માટે ખુલ્લા રાખવામાં આવતા લોકો પણ તેને નિહાળીને ભારે રોમાંચિત બની ગયા હતા. નેવીના જવાનોે તેઓને શીપની જાણકારી પણ આપી હતી.
પોરબંદરમાં બુધવારે 'આઈએનએસ બેતવા' અને 'તલવાર' શીપો લોકોને નિહાળવા માટે ખુલ્લા રાખવામાં આવતા લોકો ઉમટી પડયા હતા તો ૫૦ જેટલા પ્રજ્ઞાાચક્ષુઓએ નેવીના જવાનો સાતે નેવલબેઝ ખાતે ભોજન લીધુ હતું. તા. ૮મી ડીસેમ્બરે મધદરીયે ડે એટ સી કાર્યક્રમ અન્વયે આમંત્રીતોને નૌ સેનાના જાંબાજ સૈનિકો મધદરિયે બચાવ અને રાહતની કામગીરીનું નિદર્શન કરાવશે તથા કવાયતો રજૂ કરશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved