Last Update : 08-Dec-2011,Thursday
 
રાજકોટમાં સ્ટે.કમિટિ ચેરમેન તરીકે જયમનભાઈ,દિપાબેન બન્યા ડે.મૅયર
 

ફરી શહેર ભાજપને કદ પ્રમાણે વેંતરતો પ્રદેશ ભાજપનો નિર્ણય

રાજકોટ,બુધવાર
રાજકોટ મહાપાલિકામાં ભારે ખેંચતાણ, રસાકસી સર્જતી ડેપ્યુટી મૅયર તેમજ સ્થાયી સમિતિ ઉપરાંત ૧૫ સમિતિના સભ્યોની ચૂંટણી આજે સામાન્ય સભામાં સંપન્ન થઈ હતી સ્થાનિક ભાજપમાં ચર્ચાતા નામોનો છેદ ઉડાડીને પ્રદેશ ભાજપે સ્થાયી સમિતિ ચેરમેનની મહત્વની જગ્યા માટે ઉપરથી જ નિર્ણય લીધો હતો. ડેપ્યુટી મૅયર તરીકે દિપાબેન ચીકાણી ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ડો.જયમન ઉપાધ્યાયને પાંચ વર્ષ બાદ ફરી સ્થાયી સમિતિનું ચેરમેનપદ આપવા નિર્ણય જાહેર થયો હતો. આ સાથે જ ભાજપમાં આંતરિક ચણભણાટ શરુ થયો હતો તો વિપક્ષી નેતાના પદ માટે કોંગ્રેસમાં પહેલેથી જ માથાકૂટ ચાલી રહી છે.
અર્ધો ડઝન નામો અધ્યક્ષ પદની ઘંટી આસપાસ ફરતા રહ્યા અને ઉપાધ્યાયને મળ્યો આંટોઃ ૧૫માંથી ૧૨ સમિતી ચેરમેનો યથાવત્
રાજકોટ મહાપાલિકાની જનરલબોર્ડમાં પાંચ જ મિનિટમાં બાકીના એજન્ડા મંજુર કરીને પ્રથમ ડેપ્યુટી મૅયર પદે કોંગ્રેસે રજૂ કરેલ નામ બહુમતિએ નામંજુર થતા ભાજપે રજૂ કરેલ નામનો વિપક્ષે પણ વિરોધ નહીં કરતા સર્વાનુમતે પસંદ થતા વોર્ડ નં.૧૨ના સતત બીજી વાર ચૂંટાયેલા કોર્પોરેટર, કડવા પટેલ જ્ઞાાતિના અને મૂળ ધોરાજી તાલુકાના સુપેડીના દિપાબેન ચીકાણી ચૂંટાઈ આવ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે તેઓ મહિલા મોરચાના પ્રમુખ તરીકે કાર્યરત અને એક વ્યક્તિ એક હોદ્દાની સૈધાંતિક વાતો વચ્ચે તેમને બીજું પદ મળ્યું હતું.
મહાપાલિકામાં આર્થિક નિર્ણયોની સર્વોચ્ચ સત્તા ધરાવતી સ્થાયી સમિતિમાં કૂલ ૧૨ સભ્યો હોય છે જેમાં નિતીન ભારદ્વાજ, રાજભા ઝાલા, અનિલ રાઠોડ, વલ્લભ દુધાત્રા, ઉદય કાનગડ અને સંધ્યાબેન વ્યાસ એ છ સભ્યો નિવૃત થતા હતા જેમાંથી મહિલા સિવાયના પાંચ સભ્યો ઉપરાંત બાકીના નિવૃત નહીં થતા છમાંથી કશ્યપ શુક્લ એ છના નામો ચેરમેન પદ માટે ચર્ચાતા હતા અને રજૂ થયા હતા. સ્થાનિક કક્ષાએથી પેનલ પણ બન્યાનું જાણવા મળે છે. પણ આજે સવારે દસ વાગ્યે શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરીએ પક્ષનો નિર્ણય જાહેર કર્યો હતો જેમાં જે હાલ સભ્ય નથી તેવા ડો.જયમન ઉપાધ્યાયને સભ્ય બનાવીને ચેરમેન પદ આપવાનો 'પ્રદેશનો' નિર્ણય જાહેર કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસે તેના બન્ને સભ્યો અતુલ રાજાણી અને શરદ તલસાણીયાને બીજા વર્ષ માટે રીપીટ કરતા તે સર્વાનુમતે મંજુર કરાયું હતું.
આવતીકાલે સવારે સ્થાયી સમિતિની બેઠક મળશે જેમાં વિધિવત્ રીતે ડો.ઉપાધ્યાયને વર્તમાન ચેરમેન સોલંકી ચાર્જની સોંપણી કરશે અને હાલના ચેરમેન સમિતિના ૧૨ પૈકીના એક સભ્ય બની રહેશે. આ સાથે જ મહાપાલિકામાં નવા ચેરમેનો સાથે સ્થાયી સમિતિ ઉપરાંત અન્ય ૧૫ સમિતિઓ પણ કાર્યરત થશે.
આ સાથે જ પક્ષના નેતા (તદ્દન શોભાનું પદ છતાં તેને પણ લાઈટવાળી કાર અપાય છે!) તરીકે રાજુભાઈ બોરીચા (જેનું નામ ચેરમેન તરીકે ચર્ચાતું હતું) અને દંડક તરીકે શામજીભાઈ ચાવડાનું નામ જાહેર થયું હતું. આ બન્નેએ આજે હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો. પણ વિપક્ષ તેના નેતાનું નામ તીવ્ર વિખવાદોના પગલે જાહેર કરી શક્યો ન્હોતો.
મહાપાલિકામાં જેના માટે અલગ ઓફિસ,ફોન વગેરેની સુવિધા અને કાનુની માન્યતા છતાં મોટાભાગે શોભાના ગાંઠીયા જેવી બની રહેતી ૧૫ સમિતિઓમાંથી ૩ સમિતિના ચેરમેનો જ બદલાયા છે. (૧) બાંધકામ સમિતિના હાલના ચેરમેન ચેરમેન સ્થાયી સમિતિ ચેરમેન બનતા 'સૂચિતના નહીં પણ કાયદેસરના' બાંધકામો માટેની આ સમિતિમાં ચેરમેન તરીકે અરવિંદ રૈયાણીને ચેરમેન બનાવાયા છે. (૨) લાઈટીંગ કમિટિમાં સંજય ધવાને ચેરમેન પદે પસંદ કરાયા છે, કહે છે કે તે ડેપ્યુટી મૅયર પદના દાવેદાર હતા. (૩) વોટરવર્ક્સ કમિટિના ચેરમેનને શાસકપક્ષના નેતા બનાવાતા આ પદ પણ ઉપલાકાંઠા વિસ્તારના નવોદિત કોર્પોરેટર અશ્વીન પાંભરને અપાયું હતું. બાકીની તમામ કમિટિઓ યથાવત્ રખાઈ છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે એક તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ ભટ્ટીએ જણાવ્યું કે અમને સમિતિઓ માટે નામ આપવા ભાજપ પ્રમુખે જણાવ્યું જ નથી તેથી નામ નથી આપ્યા પણ બીજી તરફ સભાધ્યક્ષ જનક કોટકે તમામ સમિતિઓમાં કોંગ્રેસના સભ્યોના નામ પસંદ કરીને મુકી દીધા હતા.


વર્ષે રૃ।.બે અબજના કામોના નિર્ણયો લેતી મહત્વની
સ્ટેન્ડીંગ કમિટિમાંથી એક માત્ર સ્ત્રી સભ્યને છૂટા કરતો ભાજપ!
નવા ડે.મૅયરે ૫૦ ટકા સ્ત્રી અનામતની લાગણી વ્યક્ત કરી પણ સ્ત્રી હોદ્દેદારોને નિર્ણયો લેવાનો અધિકાર ધરાર નહીં આપતા નેતાઓ
રાજકોટ,બુધવાર
રાજકોટ મહાપાલિકામાં વર્ષે રૃ।.૨૦૦ કરોડથી વધુ રકમના કામો જ્યાં મંજુર કરાય છે તે સ્થાયી સમિતિમાં કૂલ ૧૨ સભ્યો સિવાયના બહારનાને ચેરમેન બનાવવાનો પ્રદેશે નિર્ણય લેતા એક સભ્યએ સભ્યપદ છોડવું પડે તેમ હતું ત્યારે ભાજપે અગાઉ ચેરમેન સહિતના અનેક મહત્વના હોદ્દા પર રહી ચૂકેલા વગદારોમાંથી કોઈને સ્થાન છોડવા કહ્યું નહીં કે કહી શક્યો નહીં ત્યારે છેલ્લે આ પદ છોડવા પૂર્વ મૅયર સંધ્યાબેન વ્યાસને જણાવાયું હતું.
સ્ત્રીઓને માત્ર શોભાના ગાંઠીયા જેવું પદ આપવાનો નેતાઓનો જાહેર નહીં થઈ શકતો વણલખ્યો નિયમ હોય તેમ ૧૧ કોંગ્રેસ અને ૫૮ ભાજપ સહિત કૂલ ૬૯ કોર્પોરેટરોમાં ૩૩ ટકાથી વધુ સ્ત્રી કોર્પોરેટરો છતાં સ્ત્રીઓને એકેય વાર સ્થાયી સમિતિ ચેરમેનપદ તો દૂર રહ્યું, માંડ એકને સભ્યપદ મળ્યું તે પણ પરત લઈ લેવાતા હવે સમિતિમાં માત્ર પુરુષો જ રહેશે.
ગંભીર વાત એ છે કે આજે નવા ડેપ્યુટી મૅયર પદે નિયુક્ત થયેલા દિપાબેને પ્રાથમિક વાતચીતમાં પચાસ ટકા સ્ત્રી અનામતની તરફેણ કરીને ભાજપના આ વિચારને તેઓ અમલ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે તેમની સામેની જ ઓફિસમાં મહત્વના નિર્ણયો લેતી સ્થાયી સમિતિમાં એક સ્ત્રી સભ્ય પણ હવે નથી રહ્યા.

 

 

મૅયર માંડ પ્રાથમિક ભણેલા, ડેપ્યુટી મૅયર બી.એ.પાસ
'વાઢકાપ'વધુ કરવી પડે તેવી સ્ટે.કમિટિમાં નવા મુકાયેલા ચેરમેન એમબીબીએસ ડોક્ટર
રાજકોટ,બુધવાર
રાજકોટ મહાપાલિકામાં નવા પદાધિકારીઓ પસંદ થયા બાદ હવે ત્રણ મુખ્ય પદાધિકારીઓમાં સૌથી ઓછું ભણેલા મૅયર છે. મૅયરનો અભ્યાસ ધો.૭થી ઓછો છે ત્યારે આજે ડેપ્યુટી મૅયર બનેલા મહિલા કોર્પોરેટર બી.એ.પાસ હોવાનું જણાવ્યું છે.
જ્યારે સ્થાયી સમિતિના ચેરમેન પદે નિયુક્ત કોર્પોરેટર એમ.બી.બી.એસ.ની ડિગ્રી ઉપરાંત ડોક્ટર તરીકે પ્રેક્ટીસ પણ કરે છે. જો કે છેલ્લા કેટલાક સમયમાં આવેલી દરખાસ્તો જોતા સ્થાયી સમિતિમાં ઘણીવાર વાઢકાપની જરૃર પડે છે ત્યારે દર્દશામક,દર્દનાશક,દર્દનિવારક સારવારનો વિશેષ અનુભવ ધરાવતા ડોક્ટરે જનહિતમાં સર્જરી વધુ કરવી પડે તેવી શક્યતા જાણકારો જુએ છે. પક્ષના નેતાઓમાં પણ શાસકપક્ષના નેતા કરતા વિપક્ષના નેતા વધુ ભણેલા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved