Last Update : 08-Dec-2011,Thursday
 
આણંદ-બોરસદની લોકલ બસોમાં મુસાફરો સાથે કન્ડક્ટરની દાદાગીરી
 

આણંદ,તા.૭
આણંદ-બોરસદ તરફ જતી કેટલીક લોકલ એસ.ટી.બસના કંડકટરો દ્વારા છુટા પૈસા આપવાના બ્હાને મુસાફરો સાથે અવિવેકીભર્યું વર્તન કરવામાં આવતુ હોવાની ઉગ્ર બુમ ઉઠવા પામી છે. એસ.ટી.બસોમાં કંડકટરોની વધતી જતી દાદાગીરીના કારણે મુસાફરોમાં જબરદસ્ત રોષ ઉઠવા પામ્યો છે. મુસાફરોને આકર્ષવા માટે એસ.ટી.તંત્ર દ્વારા અવાર-નવાર અવ-નવી યોજનાઓને અમલમાં મુકવામાં આવે છે. બીજી તરફ એસ.ટી.બસોના કેટલાક કંડકટરો દ્વારા મુસાફરો સાથે ઉડાઉ અન ઉધ્ધતભર્યું વર્તન કરવામાં આવતુ હોય છે. આ મામલે એસ.ટી. તંત્રના ઉચ્ચ સત્તાધીશો દ્વારા યોગ્ય તપાસ કરી આવા કંડક્ટરો સામે લાલ આંખ કરવામાં આવે તેવી જાગૃત મુસાફરોની માંગણી છે.
છૂટા પૈસા પરત આપવાને બદલે દાદાગીરી કરતા હોવાનો ગંભીર આક્ષેપ
વધુમાં જાગૃત મુસાફરોના જણાવ્યા મુજબ આણંદ ડેપોમાંથી ઉપડી બોરસદ તરફ જતી કેટલીક લોકલ એસ.ટી.બસોમાં કંડકટરો પાસે છુટા પૈસા હોવા છતાં તેઓ મુસાફરોને છુટા પૈસા પરત આપતા નથી. સ્ટોપેજ આવતાં જ મુસાફરને ફરજીયાત ૧, ૨ રૃપિયા ગુમાવીને બસમાંથી ઉતરી જવું પડે છે. જો કોઈ મુસાફર ૧૦, ર૦ અને પ૦ રૃપિયાની નોટ કાઢીને ટિકિટની માંગણી કરે તો આ કંડકટર તુરંત જ તેઓને કહે છે કે તમો છુટા પૈસા લઈને બસમાં બેસો. છુટા પૈસા ન હોય તો બસમાં મુસાફરી કરવાનું ટાળી દો, ખાનગી વાહનો ઘણાં બંધા ફરે છે. આમ મુસાફરોથી ખીંચો-ખીંચ ભરેલી બસમાં કંડકટર દ્વારા આ પ્રકારનું ઉડાઉ અને ઉધ્ધતભયુંર્ વર્તન કરવામાં આવતા બિચારો મુસાફર શરમનો માર્યો કંઈ બોલી પણ શકતો નથી. તો કેટલાક જાગૃત મુસાફરો આવા કંડક્ટરોની અવિવેકી વાણી સામે પ્રતિકાર પણ કરતા હોય છે. આમ લોકલ એસ.ટી.બસોમાં કેટલાક માથાભારે કંડક્ટરોનો ત્રાસ મુસાફરો માટે અસહ્ય બન્યો છે.
કેટલાક સ્થળોએ એસ.ટી.બસનું ફરજિયાત સ્ટોપેજ હોવા છતાં મનસ્વી ડ્રાઈવર-કંડકટરો બસને સ્ટોપેજ આપ્યા વિના બારોબાર હંકારી મુકતા હોય છે. આમ આણંદથી બોરસદ તરફ જતી લોકલ એસ.ટી.બસોમાં કંડકટરોની વધતી જતી દાદાગીરીના કારણે મુસાફરોમાં જબરદસ્ત રોષ વ્યાપ્યો છે. કુંભકર્ણની ઘોર નિંદ્વામાં પોઢી ગયેલ એસ.ટી. તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાકીદે આળસ ખંખેરી મુસાફરો સાથે અવિવેકીભર્યુ વર્તન કરી ખુલ્લા રૃપિયા પરત ન આપતા અને પોતાના ખિસ્સા ગરમ કરતાં આવા કંડક્ટરો સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved