Last Update : 08-Dec-2011,Thursday
 
આવકવેરા મુક્તિ મર્યાદા પાછી ખેંચવાના વિરોધમાં આજે સહકારી બેંકોની હડતાલ
 
 
ભાવનગર, બુધવાર
નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો-ઓપરેટીવ બેંક્સ મુંબઇના નેજા હેઠળ આવતીકાલ તા.૮મી ડિસેમ્બરના રોજ બેંકીગ કામકાજ બંધ રાખીને એક દિવસની હડતાલ પાડશે.
બેંકોના કામથી અળગી રહેવાના નિર્ણયને કર્મચારી સંગઠન તરીકે ગુજરાત બેંક વર્કસ યુનિયને ટેકો જાહેર કર્યો
આ હડતાલ સહકારી બેંકોને અગાઉ આવકવેરા કાયદાની કલમ ૮૦(પી) હેઠળ મળતી મુક્તિ પરત ખેંચી લેવામાં આવેલ હોઇ તેનો વિરોધ કરવા અને સદર મુક્તિના પુનઃસ્થાપન માટે પાડવામાં આવશે. લાખો મધ્યમ વર્ગના લોકો અને શેર હોલ્ડરોના વિશાળ હિતમાં, જીલ્લા સહકારી બેંકો તથા નાગરિક સહકારી બેંકોએ પણ ફેડરેશનના કોલને સમર્થન કરેલ છે. જેમાં શ્રી ભાવનગર નાગરિક સહકારી બેન્ક લિ., શ્રી ભાવનગર મહિલા નાગરિક સહકારી બેન્ક લિ., શ્રી સિહોર નાગરિક સહકારી બેન્ક લિ., શ્રી સિહોર મર્કન્ટાઇલ કો.ઓપ.બેન્ક લિ., શ્રી તળાજા નાગરિક સહકારી બેન્ક લિ., શ્રી મહુવા નાગરિક સહકારી બેન્ક લિ., શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો.ઓપ.બેન્ક લિ. અને શ્રી બોટાદ પીપલ્સ કો.ઓપ.બેન્ક લિ. જોડાશે તેમ શ્રી ભાવનગર જિલ્લા સહકારી બેંક એસોસીએશનની અખબારી યાદીમાં જણાવાયું હતું.
દરમિયાનમાં ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રીની અખબારી યાદીમાં જણાવાયું હતું કે, ગુજરાતમાં રાજ્ય સહકારી બેંક, તમામ જીલ્લા સહકારી બેંકો અને નાગરીક અને અર્બન કો.ઓપરેટીવ બેંકોએ તા.૮-૧૨-૨૦૧૧ના રોજ બેંકીંગ કામકાજ ન કરવાનો નિર્ણય લીધેલ છે. આ નિર્ણયનું કારણ એ છે કે સહકારી બેંકના નફાને આવકવેરાના દાયરામાં સમાવી લેવામાં આવેલ છે.
માલીકો અને સહકારી બેંકના કર્મચારીઓના સંગઠને નાણામંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને સતાધારી પક્ષ અને વિરોધપક્ષ સમક્ષ રજુઆત કરેલ છે. છેલ્લા પાંચ વર્ષથી રજુઆતનો દોર ચાલુ છે પરંતુ સરકારને સહકારી બેંકો પ્રત્યે સહાનુભૂતિ નથી અને તે નફા ઉપર ટેક્ષની આકારણી કરી અને પ્રતિ વર્ષ કરોડો રૃપિયા મેળવે છે.
સહકારી બેંકોમાં નાના માણસોની બચત હોય છે તેમનું ધિરાણ પણ ખાસ કરીને ખેડૂતો, નાના-નાના કારખાનેદારો અને સામાન્ય ઉદ્યોગપતિઓ કે પગાર સામે લોન મેળવે તેવા લોકોને હોય છે અને આવા ખાતેદારો શેર ધારકો પણ હોય છે. બેંકો જે નફો રળે તેમાંથી ડીવીડન્ડ આપે છે. જીલ્લા સહકારી બેંકો ધિરાણ ઉપરના વ્યાજમાં રાહત આપે છે કે શેર-ધારકોને કંઇકને કઇ ભેટ પ્રતિવર્ષ આપતી હોય છે. આમ નફાની વહેંચણી પણ સામાન્ય ખાતેદારોમાં થાય છે. નફા ઉપર ટેક્સ લાદવાથી ખેડૂતો અને ખાતેદારો નાના-નાના લાભથી વંચીત રહે છે.
સરકારે આ બાબતમાં કંઇક વિચારવા જેવું છે. માલિકો જ્યારે કામથી અળગા રહે અને તેની રજુઆત અને માંગ સરકાર સમક્ષ વ્યાજબી હોય ત્યારે કર્મચારી સંગઠનોએ પણ માલિકોને સાથ-સહકાર આપવો જરૃરી છે. આથી તા.૮-૧૨-૨૦૧૧ના રોજ બેંકો કામથી અળગી રહેવાની હોય કર્મચારી સંગઠન તરીકે અમો બેંકોના આ નિર્ણયને સમર્થન આપી ટેકો જાહેર કર્યો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved