Last Update : 08-Dec-2011,Thursday
 
પાળીયાદનાં કમખીયા સીમમાં જમીનના ઝઘડામાં બેવડી હત્યા
 
જળ જમીન અને જોરૃ કજીયાના છોરૃ

ભાવનગર, બુધવાર
પાળીયાદ તાબેના કમખીયા ગામે આવેલ કમખીયા ડુંગરના સીમાડામાં બે યુવાનોની તિક્ષ્ણ હથિયારોના ઘા મારી ભદ્રાવડી ગામના એકજ કુટુંબના પાંચ શખ્સોએ કરપીણ હત્યા કરી નાખી નાસી છૂટયા હતાં. છેલ્લા ઘણા સમયથી જમીનનાં મામલે ચાલતો ડખ્ખો અને જમીનમાં પાણી પાવાના મામલે થયેલો વિવાદ હત્યામાં કારણભુત નિવડયો હતો. ઘટનાનાં પગલે મસમોટો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર ધસી ગયો હતો અને છાનબીન હાથ ધરી હતી.
જમીનમાં પાણી પાવાના મામલે પાંચ શખ્સોએ બે યુવાનો પર મધરાત્રે તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરી
ઘટના સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ તાલુકાના અને પાળીયાદ તાબેના કમખીયા ગામે રહેતા કાબાભાઇ મેરાભાઇ જોગાવા (ઉ.વ.૪૫) અને આંબાભાઇ મુમાભાઇ ડાંગર (ઉ.વ.૪૦)એ તેની ગામ બાજુમાં આવેલ ભદ્રાવડી ગામે રહેતા કોળી પટેલ પાસેથી પાંચ વિઘા જમીન વેચાતી રાખી હતી. કોળી પટેલ ચાર ભાઇઓનાં જમીનનાં ભાગ પડતા એક ભાઇએ કમખીયા ડુંગરના સીમમાં આવેલ જમીન કાબાભાઇ અને આંબાભાઇને વેચી નાખી હતી જે ભદ્રાવડી ગામે રહેતા કેશા નાનજીભાઇ કોળી પટેલ, કરશન નાનજીભાઇ કોળી પટેલ, વિનુ કેશાભાઇ, અરવિંદ કેશાભાઇ અને બળવંત કરશનભાઇને ગમતી વાત ન હતી બાદ બાજુ બાજુમાં આવેલ વાડીમાં પાણી પાવાના મામલે ઝઘડો થતા ઝઘડાએ ગંભીર સ્વરૃપ ધારણ કરતા ગત મધરાત્રીનાં ૨-૦૦ થી ૨-૩૦નાં ગાળામાં ઉક્ત તમામ ઇસમોએ કુહાડી, ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારો ધારણ કરી કાબાભાઇ મેરાભાઇ અને આંબાભાઇ મુમાભાઇ પર જીવલેણ હુમલો કરી બન્નેની હત્યા કરી નાખી નાસી છૂટયા હતાં. ઘટના સંદર્ભે આજે મૃતકનાં ભાઇ રાણાભાઇ મેરાભાઇ જોગાવાએ હત્યા કરી નાસી છૂટેલા પાંચેય ઇસમો સામે પોલીસ ફરીયાદ પાળીયાદ પોલીસમાં નોંધાવી હતી.
ઘટનાની જાણ થતા બોટાદ ડીવાય.એસ.પી., સીપીઆઇ, પાળીયાદ પી.એસ.આઇ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર ધસી ગયો હતો. સીપીઆઇ વ્યાસે ઘટનાને સમર્થન આપી જણાવ્યું હતું કે, જમીન ખરીદીના મુદ્દે વિવાદ થયો હતો. એક જ્ઞાાતિજનોએ જમીન ખરીદી હતી જ્યારે અન્ય ચાર ભાઇઓની ભાગવી જમીન હતી જ્યારે એક ભાઇએ જમીન વેચી નાખી હતી. જમીન વેચતી વેળાએ પણ ઉક્ત ઇસમોએ તમે જમીન ખરીદતા નહી તેમ કહેલ પરંતુ કાબાભાઇ અને આંબાભાઇએ પૈસા આપીને ખરીદવી છે તેમ કહી જમીન ખરીદી હતી તે વેળાથી મનદુઃખ ચાલતુ હતુ જે મામલે બેવડી હત્યા નિપજવા પામી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પી.એસ.આઇ. વિરાણીએ જણાવ્યું હતું કે, જમીનમાં પાણી વાળવા બાબતે ઝઘડો થતા ડબલ મર્ડર થવા પામ્યા છે. મૃતકના શરીર પર થયેલા ઘા જોતા કુહાડી અને ધારીયાનો ઉપયોગ કરાયો હોવાનું સ્પષ્ટપણે પ્રાથમિક તપાસમાં જણાઇ આવે છે. હત્યા કરી નાસતા હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved