Last Update : 08-Dec-2011,Thursday
 

સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો

 

સોનાના ભાવો રૃ.૧૨૦થી ૧૨૫ તથા ચાંદીના ભાવો રૃ.૭૫૫ ઉછળ્યા ઃ ડોલરમાં પણ આગેકૂચ
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે આંચકા પચાવી બન્ને કિંમતી ધાતુઓના ભાવો ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો જે મંગળવારે ઘટીને ૧૭૦૭થી ૧૭૦૮ ડોલર થઈ ગયા હતા તે આજે ઉછળી ૧૭૩૨થી ૧૭૩૩ ડોલર રહ્યા પછી સાંજે ૧૭૨૭ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના આજે ૯૯.૫૦ના રૃ.૨૮૭૪૫ વાળા રૃ.૨૮૮૬૦ ખુલી રૃ.૨૮૮૭૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૮૮૭૦ વાળા રૃ.૨૮૯૮૫ ખુલી રૃ.૨૮૯૯૦ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૫૭૧૦ વાળા રૃ.૫૬૫૧૫ ખુલી રૃ.૫૬૪૬૫ બંધ રહ્યા હતા. સાંજે ભાવો રૃ.૫૬૪૦૦થી ૫૬૪૫૦ રહ્યા હતા. અને કેશમાં ભાવો રૃ.૫૬૨૦૦થી ૫૬૨૫૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો જે મંગળવારે ઘટીને ૩૧.૭૪થી ૩૧.૭૫ ડોલર રહ્યા હતા તે આજે ઉછળી ૩૨.૭૭થી ૩૨.૭૮ ડોલર રહ્યા પછી સાંજે ૩૨.૪૭થી ૩૨.૪૮ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર ઘટયા ભાવથી વધી આવતાં તથા ઘરઆંગણે આજે ડોલરના ભાવો પણ વધતાં સોના-ચાંદીની આયાત પડતરો વધી છે. અને તેના પગલે મુંબઈ હાજર બજારમાં આજે સોના-ચાંદીમાં ઘટયા ભાવોએ નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. ડોલરના ભાવો આજે રૃ.૫૧.૪૧ વાળા વધી રૃ.૫૧.૭૧થી ૫૧.૭૨ આસપાસ છેલ્લે રહ્યા હતા.વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે અમુક બેંકો અને કેટલાક દેશોએ આજે માલો ખરીદયાની ચર્ચા હતી.

ખાંડમાં હાજર ભાવોમાં ઘટાડો ઃ નાકા ડિલીવરીમાં આંચકા પચાવી સ્થિર થવા મથતી બજાર
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે હાજરમાં ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. નાકા ડિલીવરીના ભાવો જો કે ઘટતા અટકી અથડાતા રહ્યા હતા. હાજરમાં માંગ ધીમી રહી હતી. હાજર ભાવો કિવ.ના આજે રૃ.૧૦થી ૩૦ ઘટી રૃ.૩૦૩૬થી ૩૧૭૧ તથા સારાના રૃ.૩૧૫૧થી ૩૨૬૧ રહ્યા હતા. જયારે નાકા ડિલીવરીના ભાવો રૃ.૩૦૦૦થી ૩૦૩૦ તથા સારાના રૃ.૩૧૦૦થી ૩૧૫૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૯૯૦થી ૩૦૭૦ તથા સારાના રૃ.૩૧૦૦થી ૩૧૮૫ આસપાસ રહ્યાના સમાચારો હતા જયારે મિલો પર છેલ્લે નાકાના ભાવો કરતાં રૃ.૭૫ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં મંગળવારે રિફાઈન્ડ-વ્હાઈટ સુગરના માર્ચ વાયદાના ભાવો ૬૨૫.૪૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
રૃમાં ન્યુયોર્ક વાયદો બે દિવસમાં ૨૦૦ પોઈન્ટ ઉછળ્યો ઃ ઘરઆંગણે અપેક્ષાથી ઓછી રહેલી આવકો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. મથકોએ આવકો અપેક્ષાથી ઓછી રહી હતી સામે મિલોની તથા નિકાસકારોની નવી માંગ પણ છૂટીછવાઈ રહ્યાના સમાચારો હતા. સરકાર કપાસના ભાવો વધારી આપશે એવી આશાએ ઉત્પાદક મથકોએ ખેડૂતોની વેચવાલી ધીમી રહ્યાની ચર્ચા હતી, વિશ્વ બજારના સમાચારો જો કે મજબૂતાઈ બતાવતા હતા. ન્યુયોર્ક વાદો ઓવરનાઈટ ૧૮૦, ૧૫૯ તથા ૧૩૯ પોઈન્ટ ઉછળ્યાના સમાચારો હતા, ત્યાં બે દિવસમાં ભાવો ૨૦૦ પોઈન્ટ જેટલા વધ્યા હતા. ઘર આંગણે આજે સ્પોટના ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૫૩૦૦ થી ૩૫૬૦૦ જયારે મહારાષ્ટ્ર અને એમ.પી. બાજુ ભાવો રૃ.૩૪૩૦૦થી ૩૪૬૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાજુ નરમાના ભાવો મણદીઠ જાતવાર રૃ.૩૩૫૦થી ૩૪૦૦ તથા સારાના રૃ.૩૪૪૦થી ૩૪૬૦ રહ્યાના સમાચારો હતા.નોર્થ બાજુ દૈનિક આવકો સરેરાશ ૨૦થી ૨૨ હજાર ગાંસડી આવી રહી છે. અન્ય મથકોએ પણ આવકો ધારણાથી ઓછી રહ્યાના સમાચારો હતા.
દેશના બંદરોએ આશરે ચાર લાખ ટન આયાતી ખાદ્યતેલોનો સ્ટોક સિલ્લક અંદાજાયો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં બેતરફી સાંકડી વધઘટે ભાવો અથડાતા રહ્યા હતા. મુંબઈ એરંડા ડિસે.ના ભાવો રૃ.૩૮૮૫ વાળા આજે રૃ.૩૮૮૦ ખુલી ઉંચામાં રૃ.૩૯૦૦ તથા નીચામાં રૃ.૩૮૭૦ રહ્યા પછી બંધ રૃ.૩૮૮૨ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા. મુંબઈ નવો માર્ચ વાયદો રૃ.૩૫૮૫ વાળો આજે રૃ.૩૫૭૫ ખુલી રૃ.૩૫૮૮ બંધ રહ્યો હતો. ૨૦ ટનના વેપારો નવા વાયદામાં નોંધાયા હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૯ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૧૩ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા જયારે મલેશિયામાં આજે પામતેલનો વાયદો છેેલ્લે ૩૪ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૬૪૦.૧૦ વાયદો વધી રૃ.૬૪૭.૨૦ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ હાજર બજારમાં પામતેલના ભાવો રૃ.૫૭૮ વાળા રૃ.૫૮૨ રહ્યા હતા જયારે સોયાતેલ રિફા.ના ભાવો રૃ.૬૨૩ વાળા રૃ.૬૨૬ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૮૬૦ વાળા રૃ.૮૬૫ રહ્યા હતા જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૮૫૦ તથા ૧૫ કિલોના રૃ.૧૩૧૫ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે કપાસિયા તેલના ભાવો રૃ.૬૦૬ વાળા રૃ.૬૧૨ રહ્યા હતા. કોપરેલના ભાવો રૃ.૮૦૫ આસપાસ શાંત રહ્યા હતા. સનફલાવરના ભાવો રૃ.૬૪૦ તથા રિફા.ના રૃ.૭૦૫ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવો વધતા અટકી રૃ.૧૦૦ ઘટી રૃ.૧૩૩૦૦ રહ્યા હતા જયારે અન્ય ખોળોના ભાવો ટકેલા રહ્યા હતા. દરમિયાન, યુએસડીએના અંદાજ મુજબ ભારતમાં સોયાબીનનો પાક ૧૧૦ લાખ ટનનો રેકોર્ડ થવાની શક્યતા છે. સિંગદાણાનોે પાક ૫૪ લાખ ટનનો, સન ફલાવરનો ૬.૨૫ લાખ ટનનો અંદાજવામાં આવ્યો છે. ખોળ ડિસેમ્બરના આંકડાઓ મુજબ ભારતના બંદરોએ સ્ટોક સીપીઓના ૨.૩૪ લાખ ટન, આરબીડી પામોલીનનો ૭૬૧૨૬ ટન, સોયાતેલનો ૩૯૫૭૯ ટન, સનફલાવર તેલનો ૨૯૩૩૯ ટન, કરડી તેલનો ૨૦૫૨, કપાસિયા તેલનો ૩૫૩૬ ટનનો મળીને કુલ સ્ટોક આયાતી તેલોનો) ૩ લાખ ૮૫ હજાર ટન આસપાસ સિલ્લક રહ્યાના નિર્દેશો હતા.
એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૮૦૦૦થી ૮૫૦૦ ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૮૨૦થી ૮૨૨ રહ્યા હતા. રાજકોટ વાયદો જૂનો રૃ.૩૮૮૨ તથા નવો રૃ.૩૫૮૮ આસપાસ છેલ્લે રહ્યાના નિર્દેશો હતા. વેપારો પાંખા હતા. હૈદ્રાબાદ બાજુ આજે એરંડાની આવકો ૮૫૦૦ થી ૯૦૦૦ ગુણી આવી હતી અને ત્યાં ભાવો એરંડાના રૃ.૩૬૦૦ તથા દિવેલના રૃ.૮૧૫ રહ્યા હતા. સોયાતેલ વાયદાના ભાવો બોલ્ટ પર છેલ્લે ડિસેમ્બરના રૃ.૬૪૯.૪૫ તથા નવા જાન્યુ.ના રૃ.૬૬૦.૧૫ રહ્યાના સમાચારો હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved