Last Update : 08-Dec-2011,Thursday
 
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
 
યુરો ઝોનની કટોકટી ઉકેલવા ૯, ડિસેમ્બરની મીટિંગ પર નજર ઃ ડોલર ઉછળી રૃા. ૫૧.૭૧ થયો

૫૦૦ પોઇન્ટની અફડાતફડીના અંતે ૭૨ પોઇન્ટ વધ્યો ઃ નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૫૧૩૪ આંબી જઇ ૫૦૬૬ ઃ આઇટી શેરોમાં લેવાલી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
યુરો ઝોનના ૧૫ દેશોના ક્રેડિટ રેટીંગને ડાઉનગ્રેડ કરવાની સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સની ગઇકાલે ચેતવણી બાદ યુરો ઝોનના પ્રમુખ બે દેશો ફ્રાંસ અને જર્મનીએ કટોકટી ઉકેલવા દેશોમાં બજેટ કાપ સહિતના કડક નવા ધોરણોનો અમલ કરાવવા સંમતી સાધવા તત્પરતા બતાવતા અને જર્મનીના બોન્ડસ ઓકેશનમાં ઓફર કરતા વધુ બીડ્સ મળ્યાના પોઝિટીવ સમાચારે અને યુ.એસ.ના ટ્રેઝરી સેક્રેટરી ટીમોથી ગેઇથનરની યુરોપ મુલાકાતમાં યુરો ઝોનની ઋણ કટોકટી ઉકેલવાના સંતોષકારક પ્રયાસો થઇ રહ્યાનો વિશ્વાસ વ્યક્ત કરતા એશીયા- યુરોપના બજારોમાં આજે પોઝિટીવ અસર જોવાઇ હતી. આ વૈશ્વિક પોઝિટીવ સમાચારોએ આજે એશીયાના બજારોમાં ટ્રેડીંગનો આરંભ સાર્વત્રિક મજબૂતીએ થયો હતો.
સેન્સેક્ષ ૧૫, નવેમ્બર, ૨૦૧૧ બાદ ૧૭૦૦૦ની સપાટી આંબી પાછો ફર્યો
મુંબઇ શેરબજારોમાં પણ ટ્રેડીંગની શરૃઆત રીટેલ એડીઆઇ મંજૂરી અભરાઇએ મૂકાઇ જવા છતાં નેગેટીવને બદલે વૈશ્વિક પોઝિટીવ પરિબળોએ સકારાત્મક થઇ હતી. વિપ્રો, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ઇન્ફોસીસ, એચડીએફસી, ઓએનજીસી, લાર્સન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, હિન્દાલ્કો સહિતના ફ્રન્ટલાઇન શેરોમાં લાવલાવ કરી મૂકીને સેન્સેક્ષને આગલા બંધ ૧૬૮૦૫.૩૩ સામે ૧૬૮૩૦.૦૪ મથાળે ખોલીને આરંભમાં જ સળસળાટ તેજીમાં ૧૯૮.૩૮ પોઇન્ટના ઉછાળે ૧૭૦૦૦ની સપાટી પાર કરી જઇ ઉપરમાં ૧૭૦૦૩.૭૧ની ઉંચાઇએ પહોંચી ગયો હતો. સેન્સેક્ષ ૧૫, નવેમ્બર ૨૦૧૧ બાદ આજે ફરી ૧૭૦૦૦ની સપાટીને ઇન્ટ્રા-ડે સ્પર્શયો હતો. અલબત છેલ્લી ૧૫ મિનિટમાં સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સમાં ઓફલોડીંગ થતા અને આરંભથી જ ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેંક, એનટીપીસી, કોલ ઇન્ડિયા સહિતમાં વેચવાલીએ સેન્સેક્ષનો મોટો ઉછાળો ધોવાઇ જઇ વધ્યામથાળેથી ૨૨૨.૦૯ પોઇન્ટ પાછો ફરી અને આગલા બંધથી ઉછાળો માત્ર ૨૩.૭૧ પોઇન્ટ મર્યાદિત બની નીચામાં એક સમયે ૧૬૭૮૧.૬૨ સુધી આવી જઇ અંતે ૭૧.૭૩ પોઇન્ટ વધીને ૧૬૮૭૭.૦૬ બંધ રહ્યો હતો.
નિફ્ટીમાં ૧૭૦ પોઇન્ટની અફડાતફડી ઃ સ્પોટ ઉપરમાં ૫૦૯૯ થઇ છેલ્લી ૧૫ મીનિટના ધોવાણે ૫૦૬૨
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૦૩૯.૧૫ સામે ૫૦૫૦.૧૦ ખુલી આરંભમાં એક્સીસ બેંક, વિપ્રો, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક, એચસીએલ ટેક્નોલોજી, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ ઇન્ફ્રા સહિતના શેરોમાં તેજીએ સવારે ૯.૫૧ વાગ્યે ૫૦૯૬.૫૫ની ઉંચાઇએ પહોંચ્યો હતો. પરંતુ વધ્યામથાળે ૧૧ વાગ્યા બાદ ભારતી એરટેલ, એનટીપીસી, કોલ ઇન્ડિયા, સેસાગોવા, સન ફાર્મામાં વેચવાલીના દબાણે આ ઉછાળો મર્યાદિત બની ૧૧.૩૬ વાગ્યે ૫૦૫૫.૫૦ સુધી આવી ગયો હતો. જે ફરી ઇન્ફોસીસ, સ્ટેટ બેંક, એક્સીસ બેંક સહિતમાં આક્રમક લેવાલી બતાવી અને યુરોપના બજારો મજબૂતીએ ખુલતા છેતરામણું શોર્ટ કવરીંગ બતાવી ઉપરમાં બપોરે બે વાગ્યા નજીક ૬૦.૧૦ પોઇન્ટના ઉછાળે ૫૦૯૯.૨૫ની ૬૦.૧૦ પોઇન્ટના ઉછાળે ૫૦૯૯.૨૫ની ઉંચાઇએ લઇ જવાયો હતો. જે છેલ્લી ૧૫ મીનિટમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એક્સીસ બેંક, સ્ટેટ બેંકમાં વેચવાલી નીકળતા નીચામાં ૫૦૪૫ સુધી આવી જઇ અંતે ૨૩.૪૫ પોઇન્ટ વધીને ૫૦૬૨.૬૦ બંધ રહ્યો હતો.
નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૫૧૩૪ની ઉંચાઇથી પાછો ફરી ૫૦૬૬ ઃ ૫૦૨૫ તૂટતા ૪૯૭૦ શક્યતા
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ડીસેમ્બર ફ્યુચર ૪૩૬૭૯૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૧૪૫.૯૩ કરોડના ટર્નઓવરે ૫૦૬૫.૬૦ સામે ૫૦૬૯.૮૦ ખુલી ઉપરમાં ૫૧૩૪.૬૫ સુધી જઇ અફડાતફડીમાં નીચામાં ૫૦૫૫ થઇ અંતે ૫૦૬૬.૨૫ લબોલાતો હતો. નિફ્ટી બેઝડ હવે નજીકનું સપોર્ટ ૫૦૨૫ હોવાનું ધ્યાન બતાવાતું હતું, જે તૂટવાના સંજોગોમાં ૪૯૭૦ સુધીના ઘટાડાની શક્યતાએ અમુક વર્ગ સાવચેત બન્યો હતો. આ સાથે ૪૯૭૦ મહત્વનું સપોર્ટ લેવલ તૂટવાના સંજોગોમાં બજારમાં ફરી મોટી ખાનાખરાબીની શક્યતા બતાવાતી હતી.
નિફ્ટી ૫૫૦૦નો કોલ ૮.૨૫થી ઉછળીને ૧૩.૪૦ થઇ ૯ ઃ ૪૮૦૦નો પુટ ૪૧.૪૫થી તૂટી ૨૯.૬૫ થઇ ૪૨.૯૫
નિફ્ટી ૫૨૦૦નો કોલ ૪૨૧૨૮૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૧૧૨.૮૬ કરોડના ટર્નઓવરે ૫૯.૫૫ સામે ૬૧ ખુલી નીચામાં ૫૬.૩૦ અને ઉપરમાં ૮૫.૬૦ થઇ છેલ્લે ૬૨.૦૧ બોલાતો હતો. નિફ્ટી ૫૧૦૦નો કોલ ૯૯.૬૦ સામે ૧૦૧ ખુલી નીચામાં ૯૬ અને ઉપરમાં ૧૩૬.૦૫ થઇ છેલ્લે ૧૦૩.૯૦ બોલાતો હતો. નિફ્ટી ૫૦૦૦નો પુટ ૯૧.૩૦ સામે ૯૦ ખુલી ઉપરમાં ૯૫ અને નીચામાં ૬૭.૧૫ થઇ છેલ્લે ૯૩ બોલાતો હતો. નિફ્ટી ૪૯૦૦નો પુટ ૬૧.૫૫ સામે ૬૧.૯૦ ખુલી ઉપરમાં ૬૪.૩૦ અને નીચામાં ૪૪.૩૫ થઇ છેલ્લે ૬૩ બોલાતો હતો. નિફ્ટી ૫૫૦૦નો કોલ ૮.૨૫ સામે ૧૧.૩૦ ખુલી નીચામાં ૭ થઇ ઉપરમાં ૧૩.૪૦ સુધી જઇ છેલ્લે ૯ બોલાતો હતો. નિફ્ટી ૪૮૦૦નો પુટ ૪૧.૪૫ સામે ૪૧ ખુલી ઉપરમાં ૪૫ અને નીચામાં ૨૯.૬૫ થઇ છેલ્લે ૪૨.૯૫ બોલાતો હતો.
બેંક નિફ્ટી ફ્યુચર ૯૨૦૭થી ઉપરમાં ૯૩૦૭ થઇ નીચામાં ૯૧૫૮ બોલાયો ઃ હેજ ફંડ વેચવાલ
બેંક નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૫૬૨૭૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૨૯૯.૭૪ કરોડના ટર્નઓવરે ૯૨૦૭.૪૫ સામે ૯૨૪૯.૯૦ ખુલી ઉપરમાં ૯૩૦૭.૫૦ અને નીચામાં ૯૧૫૮.૬૫ થઇ છેલ્લે ૯૧૬૯.૮૫ બોલાતો હતો. બેંક નિફ્ટીમાં આજે હેજ ફંડની વેચવાલી થયાની ચર્ચા હતી. નિફ્ટી દૂરના પુટ ૪૩૦૦માં કામકાજનો સળવળાટ દેખાઇ ૫.૪૦ સામે ૫.૨૦ ખુલી નીચામાં ૪.૨૫થી ઉપરમાં ૬.૪૦ સુધી જઇ છેલ્લે ૬.૩૫ બોલાતો હતો.
ડોલર ફ્યુચરમાં રૃા. ૫૧.૯૨ બોલાયો ઃ નાસ્કોમે આઇટી ક્ષેત્રે ૧૮ ટકા વૃદ્ધિનો અંદાજ જાળવ્યો ઃ ઇન્ફોસીસ, વિપ્રો ઉછળ્યા
રૃપિયા સામે ડોલર આજે ફરી મજબૂત બનીને રૃા. ૫૧.૪૧/૪૨ સામે રૃા. ૫૧.૩૪/૩૫ ખુલી ઉપરમાં રૃા. ૫૧.૫૩ થઇ છેલ્લે ફ્યુચરમાં રૃા. ૫૧.૯૨ થઇ જતા રૃા. ૫૧.૪૪ રેફરન્સ રેટ રહેતા અને યુ.એસ.ના પોઝિટીવ સમાચારે સોફ્ટવેર-આઇટી શેરોમાં ફંડોનું લેવાલીનું આકર્ષણ રહ્યું હતું. આ ઉપરાંત સોફ્ટવેર ઉદ્યોગના સંગઠન નાસ્કોમ દ્વારા ચાલુ વર્ષે ઉદ્યોગની આવકમાં ૧૮ ટકા વૃદ્ધિનો અંદાજ જાળવી રાખવામાં આવતા આઇટી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. વિપ્રો રૃા. ૧૨.૯૫ ઉછળીને રૃા. ૪૦૩.૭૫, ઇન્ફોસીસ રૃા. ૫૨.૭૫ વધીને રૃા. ૨૭૫૨.૮૦, એચસીએલ ટેક્નોલોજી રૃા. ૭.૪૫ વધીને રૃા. ૪૧૫.૫૦, ફાઇનાન્શિયલ ટેક્નોલોજી રૃા. ૧૦.૯૫ વધીને રૃા. ૬૩૦.૭૫, એમ્ફેસીસ રૃા. ૧.૫૦ વધીને રૃા. ૩૨૪.૯૫ રહ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૮૧.૬૪ પોઇન્ટ વધીને ૫૮૦૮.૭૫ રહ્યો હતો.
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની સતત લેવાલી ઃ હવેલ્સ, જેએસડબલ્યુ એનર્જી, લાર્સન વધ્યા
કેપિટલ ગુડઝ- પાવર શેરોમાં પણ એફઆઇઆઇ- વિદેશી ફંડોના લેવાલીના આકર્ષણે બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૭૮.૪૨ પોઇન્ટ વધીને ૧૦૦૮૮.૨૬ રહ્યો હતો. હવેલ્સ ઇન્ડિયા રૃા. ૧૦.૮૦ વધીને રૃા. ૪૩૬.૫૫, ભારત ઇલેક્ટ્રોનિક્સ રૃા. ૨૯.૬૫ વધીને રૃા. ૧૫૩૦.૧૦, પીપાવાવ ડીફેન્સ રૃા. ૧.૨૫ વધીને રૃા. ૬૬.૯૦, લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૧૬.૬૦ વધીને રૃા. ૧૩૩૧, સિમેન્સ રૃા. ૫.૭૫ વધીને રૃા. ૭૨૫.૬૫, પુંજ લોઇડ રૃા. ૫૦.૮૦, એબીબી રૃા. ૪.૩૦ વધીને રૃા. ૬૪૧, સુઝલોન રૃા. ૨૩.૮૦, ભેલ રૃા. ૨૮૮.૮૦, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૧.૦૫ વધીને રૃા. ૪૬.૭૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૮.૪૦ વધીને રૃા. ૪૧૮.૧૫, પીટીસી ઇન્ડિયા રૃા. ૫૧.૨૫ રહ્યા હતા.
રીયાલ્ટી ક્ષેત્રે તૂટતા ભાવોએ શેરોમાં વેલ્યુબાઇંગ ઃ ડીએલએફ, અનંતરાજ, પ્રેસ્ટિજ ઉંચકાયા
રીયાલ્ટી ક્ષેત્રે દેશભરમાં મંદીના મંડાણે અનેક ફ્લેટો- મકાનો વેચાયા વગરના પડયા હોઇ બિલ્ડરો- ડેવલપરો બેંકો-નાણા સંસ્થાઓના જંગી દેવા બોજને હળવો કરવા હવે ભાવો ઘટાડીને વેચાણ ઓફર કરવા લાગ્યાના અહેવાલ વચ્ચે રીયાલ્ટી શેરોમાં પણ તળીયાના ભાવોએ પસંદગીની લેવાલી જોવાઇ હતી. અનંતરાજ ઇન્ડસ્ટ્રી રૃા. ૩.૨૦ વધીને રૃા. ૪૯.૦૫, પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃા. ૪.૩૫ વધીને રૃા. ૮૧.૮૫, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃા. ૨.૦૫ વધીને રૃા. ૪૩.૩૦, ડીએલએફ દ્વારા તેની સબસીડીયરી ડીએલએફ હોટેલ હોલ્ડિંગ્સ લિમિટેડ થકી સંયુક્ત સાહસ ડીએલએફ હોટેલ્સ એન્ડ હોસ્પિટાલીટી લિ.માં એરો પાર્ટીસીપેશન લિ. અને સ્પ્લેન્ડીડ પ્રોપટી કંપની હસ્તકના ૨૬ ટકાના હોલ્ડિંગને ખરીદી લઇ પોતાનું હોલ્ડિંગ ૭૪ ટકાથી વધારી ૧૦૦ ટકા કર્યાના સમાચારે શેરમાં આકર્ષણે રૃા. ૨.૫૫ વધીને રૃા. ૨૨૪.૮૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃા. ૪.૩૫ વધીને રૃા. ૬૭૯.૪૦ રહ્યા હતાં.
સ્ટરલાઇટ, સેઇલ, જેએસડબલ્યુ સ્ટીલ ઉંચકાયા ઃ ટાટા સ્ટીલમાં ઉછાળે ઓફ લોડીંગ
મેટલમાં લંડન મેટલ એક્ષચેન્જમાં યુરોપના અન્ય બજારો પાછળ મજબૂતીએ શેરોમાં પસંદગીની લેવાલી જળવાઇ હતી. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ વેદાન્તા ઇન્ક.ની કેઇર્ન ઇન્ડિયા માટેની ડીલને મંજૂરી પાછળ રૃા. ૧.૭૦ વધીને રૃા. ૧૦૯.૫૫, સેઇલ રૃા. ૧.૨૫ વધીને રૃા. ૮૬.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૮.૧૦ વધીને રૃા. ૬૧૯.૪૦, ટાટા સ્ટીલ ઉપરમાં રૃા. ૪૨૦.૮૦ થઇ અંતે રૃા. ૪.૯૫ વધીને રૃા. ૪૧૬.૫૫, હિન્દાલ્કો રૃા. ૧.૩૦ વધીને રૃા. ૧૩૭.૫૫ રહ્યા હતાં.
યુનાઇટેડ બ્રીવરીઝ, યુનાઇટેડ સ્પિરીટ ઉછળ્યા ઃ કોલગેટ, ગોદરેજ કન્ઝ્યુમરમાં આકર્ષણ
એફએમસીજી શેરોમાં પણ લોકલ ફંડોના પસંદગીના આકર્ષણમાં વિજય માલ્યા ગુ્રપ કંપની કિંગફીશર એરલાઇન્સના ફંડીંગ પર પીએસયુ બેંકોના અંકુશની માગ વચ્ચે અન્ય ગુ્રપ કંપનીઓના શેરોમાં યુનાઇટેડ બ્રીવરીઝ રૃા. ૩૦.૪૦ ઉછળીને રૃા. ૪૩૪.૨૫, યુનાઇટેડ સ્પિરીટ રૃા. ૧૮.૬૦ વધીને રૃા. ૭૪૨.૪૦ રહ્યા હતા. કોલગેટ પામોલીવ રૃા. ૧૪.૭૦ વધીને રૃા. ૧૦૧૭.૪૫, ગોદરેજ કન્ઝ્યુમર રૃા. ૩.૯૦ વધીને રૃા. ૩૯૫, હિન્દુસ્તાન યુનીલીવર રૃા. ૨.૨૦ વધીને રૃ-ા. ૩૯૬.૫૦ રહ્યા હતાં.
સિમેન્ટ શ ેરોમાં નવેમ્બર આંકડાની મજબૂતી ઃ એસીસી, અલ્ટ્રાટેક, ઇન્ડિયા સિમેન્ટ વધ્યા
સિમેન્ટ કંપનીઓના શેરોમાં કંપનીઓના નવેમ્બરના વેચાણના એકંદર પ્રોત્સાહક આંકડા પાછળ લેવાલી વધતી જોવાઇ હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે માગ મંદ પડયા છતાં ફંડોનું ખરાબબજારમાં સિમેન્ટ શેરોમાં વેલ્યુબાઇંગ થયું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ રૃા. ૩૦.૫૫ વધીને રૃા. ૧૨૧૬.૬૫, એસીસી રૃા. ૧૧.૯૫ વધીને રૃા. ૧૨૧૭.૭૦, અંબુજા સિમેન્ટ રૃા. ૧૬૫.૫૦ થઇ ઘટીને રૃા. ૧૬૧.૩૦, ઇન્ડિયા સિમેન્ટસ રૃા. ૭૬.૮૦ થઇ રૃા. ૭૫.૫૫, આંધ્ર સિમેન્ટ રૃા. ૧૧.૪૫ થઇ રૃા. ૧૧.૪૧ રહ્યા હતાં.
રીટેલ એફડીઆઇ સસ્પેન્ડ છતાં પેન્ટાલૂન, સીઇએસસી ઉછળ્યા ઃ ટ્રેન્ટ, શોપર્સ સ્ટોપ ઘટયા
મલ્ટિ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઇની મંજૂરીને વિરોધ પક્ષોના વિરોધથી હવે સરકારે સર્વપક્ષોની સંમતિ સુધી મંજૂરી સસ્પેન્ડ કરી હોવાના નેગેટીવ સમાચાર છતાં મંજૂરી સંપૂર્ણ રદ નહીં કરાયાના પોઝિટીવ વલણે રીટેલ શેરોમાં લેવાલી થઇ હતી. પેન્ટાલૂન રીટેલ રૃા. ૧૧.૭૫ વધીને રૃા. ૧૯૮.૧૫, સીઇએસસી રૃા. ૧૧.૭૫ વધીને રૃા. ૨૬૦.૮૫, શોપર્સ સ્ટોપ રૃા. ૩૬૪ થઇ અંતે રૃા. ૧૫.૫૫ ઘટીને રૃા. ૩૪૯.૬૫, ટ્રેન્ટ રૃા. ૯૭૭ થઇ અંતે રૃા. ૧૨.૧૦ ઘટીને રૃા. ૯૫૦.૯૦ રહ્યા હતાં.
ઇરાનમાંથી ઓઇલ સપ્લાય અટકાવવા યુરોપના દેશો સંમત ઃ ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી ઉંચકાયા
ઇરાન પર આર્થિક પ્રતિબંધો સાથે યુ.એસ, યુરોપના વધતા દબાણ વચ્ચે હવે યુરોપના દેશો ઇરાનમાંથી ઓઇલ પુરવઠો અટકાવવા સંમત થયાના સમાચારે ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ નાયમેક્ષ ક્રુડના બેરલ દીઠ ૬૬ સેન્ટ વધીને ૧૦૧.૯૪ ડોલર અને બ્રેન્ટ ક્રુડના ૧૧૦.૭૬ ડોલર થઇ જતાં ઓઇલ એકસ્પ્લોરેશન શેરોમાં લેવાલી હતી. ઓઇલ ઇન્ડિયા રૃા. ૩૭.૪૦ વધીને રૃા. ૧૧૮૮, ઓએનજીસી રૃા. ૪.૪૦ વધીને રૃા. ૨૭૩ રહ્યા હતા. એચપીસીએલ રૃા. ૫.૨૦ વધીને રૃા. ૨૯૨, કેઇર્ન ઇન્ડિયા રૃા. ૧.૭૫ વધીને રૃા. ૩૨૨.૩૫ રહ્યા હતાં.
યુરોપમાં સાંજે ઉછાળો ઓસરવા લાગ્યો ઃ એશીયામાં નિક્કી ૧૪૭, હેંગસેંગ ૨૯૮, તાઇવાન ૭૭ વધ્યા
યુરોપના દેશોના બજારો સાંજે ચાલુ બજારે ઉછાળો ઓસરતો બતાવી માત્ર ૬થી ૨૫ પોઇન્ટનો સુધારો બતાવતા હતા. એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૪૭.૦૧ પોઇન્ટ વધીને ૮૭૨૨.૧૭, હોંગકોંગનો હેંગસેગ ૨૯૮.૩૫ પોઇન્ટ વધીને ૧૯૨૪૦.૬૦, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૬.૮૩ પોઇન્ટ વધીને ૨૩૩૨.૭૩, તાઇવાન વેઇટેજ ૭૬.૭૨ પોઇન્ટ વધીને ૭૦૩૩, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૧૬.૬૦ પોઇન્ટ વધીને ૧૯૧૯.૪૨ રહ્યા હતાં.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાકિસ્તાને મોહર્રમ વેળા શાંતિ માટે તાલિબાનોનો આભાર માન્યો
અમેરિકાના ચિત્રકારે 'મોનાલિસા'માં છુપાયેલાં પ્રાણીઓ શોધી કાઢ્યાં
દેશદીઠ નાગરિકોને અમેરિકી વિઝા મર્યાદા દૂર કરતું બિલ મોકૂફ
અફઘાનિસ્તાનમાં મીની બસ ઉડાવી દેતા ૧૯નાં મોત
કઠિન સમયમાં સિટીગુ્રપ વિશ્વમાં ૪,૫૦૦ નોકરીઓ ઘટાડશે
એલોપેથિક દવા આપનારા કાંદિવલીના આયુર્વેદિક ડોક્ટરને બેદરકારી બદલ રૃા.સાત લાખનો દંડ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલું સકારાત્મક પરિવર્તન ઃ પીટર હાસ
હજારેએ 'અહિંસા'ની નવી વ્યાખ્યા કરી આપી છે ઃ શરદ પવાર
ડાયરેક્ટ ટેક્સીસ કોડનો અમલ આગામી ૧ એપ્રિલથી ઃ પ્રણવ
જીજ્ઞાા વોરાની વારંવારની અમદાવાદ મુલાકાતની તપાસ માટે મુંબઈ પોલીસ ગુજરાતમાં
પ્રિયંકા ચોપરાનાં સ્ટંટ દ્રશ્યો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયેલો ફરહાન અખ્તર
'પુખ્ત' વિષયની ફિલ્મોને દર્શકો મળી રહેતા હોવાનો તુષાર કપૂરનો દાવો
એકતા કપૂરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ફરી સાથે આવવાની શક્યતા
પત્ની રત્ના સાથે નસીરુદ્દીન શાહ એક મહિનાની રોડ ટ્રિપ પર નીકળી પડયા
સૈફની હોમ પ્રોડક્શન ફિલ્મની રિલીઝ પહેલાં કરીના લગ્નની વાત કરવા તૈયાર નથી
શેરોમાં આરંભિક લાવલાવ બાદ છેલ્લી ઘડીમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૭૦૦૩ સ્પર્શી પાછો ફરી ૧૬૮૭૭
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરીથી ઉછાળો
કોલસાના ભાવ વધતાં વીજ ક્ષેત્રની કફોડી હાલત
સરકાર વધુ જાહેર સાહસમાં વિનિવેશ કરવા માગે છે
ઉદ્યોગોએ પડતી મૂકેલી નવી રોકાણ યોજનાઓ
આજે ચોથી વન ડે ઃ ભારતને શ્રેણીમાં વિજય મેળવવાની તક
કમિન્સને સ્ટીવ વોની સલાહ ઃIPL તરફ આકર્ષાઇને દેશને ભુલી ન જતો
ઓલિમ્પિક બહિષ્કારના વિવાદ અંગે IOAની આવતીકાલે મીટિંગ
રણજી ટ્રોફીઃબરોડાના ૨૦૩ રન સામે ગુજરાત ૧૬૯માં ખખડયું

સ્ટેટ સ્પોર્ટ્સ

મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે
'એકલા ચાલો રે'માં સેલ્ફ મેનેજમેન્ટ
કોન્વોકેશનમાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ઝળક્યા

અમે તો ખાકની મુઠ્ઠી મહીં રાજી થનારાઓ...

ભૂલકાંને આપો મોકળું મેદાન
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved