Last Update : 08-Dec-2011,Thursday
 

અઠવાડિક ભવિષ્ય તા. ૨૭-૧૧-૨૦૧૧ રવિવારથી તા.૩-૧૨-૨૦૧૧ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)
આપના વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામ માટે નોકરી-ધંધાના કામ માટે યાત્રા પ્રવાસ, મુલાકાત, ખર્ચ થાય. કામની વ્યસ્તતા રહે. નવી ઓળખાણ, મિત્રતા થાય. અવિવાહીતને વિવાહ-લગ્નના પ્રશ્નમાં પ્રગતિ જણાય. મકાન-જમીન-ટ્રાવેલ્સના ધંધામાં, ખાણીપીણીના ધંધામાં આવક થાય. નોકરીમાં યશ, સફળતા મળે. નવી કોઈ ઓફર આવે. પરદેશના સગા સંબંધી-મિત્રવર્ગથી ખર્ચ થાયે. તા. ૨૭ નવેમ્બર રવિ સગાસંબંધી-મિત્રવર્ગથી આનંદ, બહાર જવાનું થાય. ૨૮ સોમ બજારોની વધઘટમાં ઘ્યાન રાખવું. ૨૯ મંગલ નોકરી-ધંધાના કામમાં, સરકારી, રાજકીય કે ખાતાકીય કામમાં સાનુકૂળ પ્રગતિ. ૩૦ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧ ડિસેમ્બર ગુરુવાર કામકાજમાં સફળતા-લાભ. ૨ શુક્રવાર પુત્ર પૌત્રાદિકના, પત્નીના કામમાં ઘ્યાન આપી શકો. ૩ શનિવાર વધારાનું કામ થાય.

 

વૃષભ (બ.વ.ઉ.)
માનસિક પરિતાપ-ચંિતા-ખર્ચ-દોડધામ છતાં મહત્ત્વના કામના ઉકેલથી, સફળતાથી રાહત આનંદ અનુભવો. ધર્મકાર્યર્ થાય. વ્યવહારિક, સામાજીક,સંબંધો, મિત્રવર્ગના, નોકરી ધંધાના સંબંધો તાજા થાય. સંતાનના આરોગ્ય અંગે, વિવાહ-લગ્નના પ્રશ્ને ચંિતા રહે.પેટ કમરમાં-મસ્તકમાં દર્દપીડા અનુભવાય. વિલંબમાં પડેલ કામ અન્યના સહકારથી ઉકેલાય. શનિની પ્રબળતાના કારણે આકસ્મિક ન ધારેલી સફળતાથી આપનું હૃદય-મન પ્રફુલ્લિત રહે. તા. ૨૭ નવેમ્બર રવિવાર શારીરિક-માનસિક શ્રમ-થાક, અસ્વસ્થતા. ૨૮ સોમ. તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ૨૯ મંગળ ચંિતા-વ્યથા હળવી થતી જાય. ૩૦ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧ ડિસેમ્બર ગુરૂ નોકરી ધંધાના કામકાજમાં, સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં સાનુકૂળતા. ૨ શુક્ર કામની પ્રગતિ-સફળતાથી હૃદય-મનની પ્રસન્નતા રહે. ૩ શનિ પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધામાં આવક થાય.

 

મિથુન (ક.છ.ઘ.)
પનોતી પુરી થવા છતાં શનિનું પરિભ્રમણ સોનાના પાયે થઈ રહ્યું છે તેથી પુત્ર પૌત્રાદિકના પત્નીના પ્રશ્નમાં ચંિતા રહે. સાસરીપક્ષના સબંધ, વ્યવહારમાં, મનદુઃખ, અપમાન થતું જણાય છતાં તમે ન બોલી શકો કે ન કહી શકો. રાજકીય સરકારી કામમાં તમારા હાથમાં આવેલી તક, ફાયદો લાભ અન્યને મળે. પરદેશમાં રહેતા સગા સંબંધી-સંતાનના પ્રશ્ને ચંિતા રહે. સીઝનલ ધંધો એક દિવસ આવકવાળો રહે અને એક દિવસ ચંિતા-વાળો રહે. નોકરીમાં બઢતી મળે પરંતુ સ્થળ-સ્થાનની ફેરફારીથી ઘર પરિવારની તકલીફ, મુશ્કેલીમાં વધારો થાય. તા. ૨૭ નવે. રવિ. આનંદ ઉત્સાહ રહે. ૨૮ સોમ કામકાજમાં સફળતા, પ્રગતિ. ૨૯ મંગળ શારીરિક, માનસિક અસ્વસ્થતા. ૩૦ બુધ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. નોકરી-ધંધામાં સાવધાની રાખવી. ૧ ડિસેમ્બર ગુરુ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ, રાહત થતી જણાય. ૨ શુક્ર વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૩ શનિ યાત્રા પ્રવાસ-મુલાકાત-ખર્ચ જણાય.

 

કર્ક (ડ.હ.)
શનિની નાની પનોતીની પ્રતિકૂળતા તમારા નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં, આરોગ્યમાં, સાંસારીક જીવનમાં અનુભવાય. સગા સંબંધી, તમારાથી વિમુખ થતા જાય છે તેવા અનુભવ થવા માંડે. વ્યવહારિક, સામાજીક પ્રશ્નમાં આપ દ્વિધા-ચંિતા-મુશ્કેલી અનુભવો.ભાગીદારીવાળા ધંધામાં, મકાન બાંધકામના રોકાણમાં, જમીન, ટ્રાવેલ્સના, લોખંડના વેપાર-ધંધામાં સોના ચાંદીના ધંધામાં ધંધાકીય, નાણાંકીય ખેંચ-મુશ્કેલી જણાય. તા. ૨૭ નવે. રવિ અન્યના કારણે ચંિતા-ખર્ચ-માનસિક પરિતાપ રહે. ૨૮ સોમ નોકરી ધંધામાં ઘ્યાન રાખવું. ૨૯ મંગળ હળવાશ-રાહત જણાય. ૩૦ બુધ નોકરીધંધાના ઘર, પરિવારના કામમાં સાનુકૂળતા રહે. ૧૮ ડિસેમ્બર ગુરુ હૃદય-મનને વ્યગ્રતા-ઉચાટ રહે. ૨ શુક્ર શારીરિક-માનસિક અસ્વસ્થતા. ૩ શનિ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ઉતાવળીયો નિર્ણય કરવો નહીં.

 

સંિહ (મ.ટ.)
પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્ન કે અન્ય કામ અંગે ખર્ચ થાય.સગા સંબંધી, મિત્રવર્ગના વ્યવહારિક, કૌટુંબીક પ્રશ્નમાં આપને ચંિતા-માનસિક પરિતાપ રહે. નિર્ણય કરવાનો હોય તો તેમાં દ્વિધા અનુભવાય. શનિનું પરિભ્રમણ સોનાના પાયે છે તેથી ભાઈભાંડુ, નોકર ચાકર, ઉપરીવર્ગ, સહકાર્યકરના કારણે કામમાં રૂકાવટ-મુશ્કેલી-ચંિતામાં રહો. મકાન-જમીન-લોખંડના, ટ્રાવેલ્સના ધંધામાં, ટ્રક, ટેમ્પો, વાહનની ખરીદી કે વેચાણમાં સાવધાની રાખવી. તા. ૨૭ નવે રવિ સગાસંબંધી-મિત્રવર્ગના કામની વ્યસ્તતા રહે. ૨૮ સોમ નોકરી, ધંધાના કામકાજમાં ઘ્યાન આપવું પડે. ૨૯ મંગળ વિલંબમાં પડેલા કામમાં, વધારાના કામ, વ્યસ્ત રહેવાનું થાય. ૩૦ બુધ કામકાજમાં પ્રગતિ, રાહત. ૧૮ ડિસેમ્બર ગુરુ આનંદ ઉત્સાહ રહે. ૨ શુક્ર આનંદ ઉત્સાહ રહે. ૩ શનિ સાંજ પછી બેચેની અસ્વસ્થતા અનુભવાય.

 

કન્યા (પ.ઠ.ણ.)
આપના આનંદ ઉત્સાહમાં વધારો થાય ચંિતાજનક પ્રશ્નનો ઉકેલ આવતા હળવાશ અનુભવો. નોકરી ધંધાના કામમાં યશ-સફળતા મળે. ધંધો આવક થાય. સગા સંબંધી મિત્રવર્ગના વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામ અંગે, ધર્મકાર્ય અંગે બહાર કે બહારગામ જવાનું થાય, ખર્ચ ખરીદી થાય. સોના-ચાંદી-તાંબાની, ખાણીપીણીના, ટ્રાવેલ્સના ધંધામાં આવક થાય. મોજશોખની ચીજવસ્તુમાં ધંધો મળી રહે. તા. ૨૭ નવે. રવિ સગા સંબંધી-મિત્રવર્ગથી ચંિતા-ખર્ચની વ્યસ્તતા રહે. ૨૮ સોમ નોકરી ધંધાના કામમાં સંભાળવું. ૨૯ મંગળ પુત્ર પૌત્રાદિકના ઘર પરિવારના કામમાં સાનુકૂળતા. ૩૦ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧ ડિસેમ્બર ગુરુ કામકાજમાં સફળતા પ્રગતિ. ૨ શુક્ર સાનુકૂળતા રહે. ૩ શનિ આનંદ ઉત્સાહ રહે.

 

તુલા (ર.ત.)
આનંદ ઉત્સાહમાં વધારો થાય. ધર્મકાર્ય, શુભકાર્ય, વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામકાજમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. નોકરી ધંધામાં યશ-સફળતા મળે. નિકટના સ્વજન,મિત્રવર્ગને મળવાનું થાય. જુના સંબંધોે તાજા થાય. મકાન-જમીન-વાહનની ખરીદી કે વેચાણના પ્રશ્નમાં, ધંધાકીય આયોજનના કામકાજમાં પરદેશના કામમાં કે પરદેશમાં રહેતા સંબંધી, મિત્રવર્ગના, પુત્ર પૌત્રાદિકના કામમાં પ્રગતિ જણાય. સોના, ચાંદીના કે અન્ય સીઝનલ ધંધામાં સાનુકૂળતા રહે. તા. ૨૭ નવેમ્બર રવિ યાત્રા પ્રવાસ, મુલાકાત. ૨૮ સોમ નોકરી-ધંધાના કામકાજની વ્યસ્તતા રહે. ૨૯ મંગળ સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં ઘ્યાન આપવું પડે. ૩૦ બુધ ચંિતા-ઉચાટ પછી રાહત થતી જણાય. ૧ ડિસેમ્બર ગુરુ નોકરી-ધંધાના, સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. ૨ શુક્ર વિલંબમાં પડેલ કામમાં પ્રગતિ. ૩ શનિ ખર્ચખરીદી થાય. બહાર જવાનું થાય.

 

વૃશ્ચિક (ન.ય.)
શનિની પનોતીની અસરના કારણે માનસિક તણાવ રહે. પોતાના અંગત કામ કરતાં અન્યના કારણે મુશ્કેલીમાં અટવાયા કરો. નોકરી ધંધામાં માણસોના કારણે તમે વ્યથિત-ચંિતીત રહો. મસ્તકમાં, ગળામાં, કે પેટ-કમરમાં દર્દપીડા જણાય. ધંધામાં આવકથી નાણાંની લેવડ દેવડનો વ્યવહાર સચવાઈ રહે. બેંકનું કામ થાય. કાગળ, કાપડ, પ્રિન્ટીંગના ધંધામાં, સોના-ચાંદીના વેપારમાં કામની વ્યસ્તતા રહે. તા. ૨૭ નવે રવિ કામકાજમાં પ્રગતિ. જુના સંબંધો તાજા થાય. ૨૮ સોમ નોકરી, ધંધાના કામકાજમાં સાનુકૂળતા. ૨૯ મંગળ બહારના કામકાજમાં ઘ્યાન આપવું પડે, કોઈને મળવાનું થાય. ૩૦ બુધ નોકરચાકર વર્ગ, સહકાર્યકર વર્ગથી, ઉપરી અધિકારીથી ચંિતા રહે. ૧ ડિસેમ્બર ગુરુ ઘર, પરિવાર, સગા સંબંધી, મિત્રવર્ગના કામમાં ઘ્યાન આપવું પડે. ૨ શુક્ર નોકરી ધંધાનું કામ થાય. ૩ શનિ યાત્રા પ્રવાસ-મુલાકાત, ખર્ચ થાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)
આપને વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામમાં, નોકરી, ધંધાના કામકાજની વ્યસ્તતા રહે. બહારગામ જવાનું થાય. જવાબદારીવાળા કામમાં વધારો થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. અવિવાહીતને વિવાહલગ્ન અંગે પ્રગતિ જણાય. આપની યશ-પ્રતિષ્ઠા, આવક વધે. વધારાનો ધંધો-આવક થાય. કે વાહનની ખરીદી, રીનોવેશનનું કામ હોય, મકાનનું કામ હોય તો તે ઉલેકાતુ જાય. પત્ની, સંતાન-પરિવારથી, મિત્રવર્ગથી આનંદ રહે. તમે જેમને યાદ કરતા હોવ તેમને આકસ્મિક મળવાનું થતાં આનંદ અનુભવો. ભૂતકાળનાં સંસ્મરણો તાજા થાય. તા. ૨૭ નવે. રવિ હૃદય-મનની પ્રસન્નતા રહે, આનંદ જણાય. ૨૮ સોમ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ૨૯ મંગળ કુટુંબ-પરિવારના, સગા સંબંધીના કામ અંગે ઘ્યાન આપવું પડે, ચર્ચા વિચારણા થાય. ૩૦ બુધ વ્યવહારીક, સામાજીક કામ અંગે, નોકરી ધંધાના કામ અંગે વ્યસ્તતા રહે. ૧ ડિસે ગુરુ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨ શુક્ર બહારના કામમાં ઘ્યાન આપી શકો. બહાર જવાનું થાય. ૩ શનિ જવાબદારીવાળું કામ રહે.

 

મકર (ખ.જ.)
આકસ્મિક ચંિતા-ખર્ચ-દોડધામ-ઉપાધિના કારણે શાંતિ-રાહત જણાય નહીં. એક ચંિતા-ઉપાધિ હોય એટલામાં અન્ય આવી જાય. ખર્ચ નાણાંભીડ-મુંઝવણ અનુભવાય. શરીરથી, પૈસાથી શાંતિ જણાય નહીં. નોકરી ધંધામાં બંધન-શિક્ષા, નુકશાન, આક્ષેપવિવાદથી બચવા પ્રયત્ન કરો પરંતુ સામી વ્યક્તિ તમને શાંતિથી બેસવા દે નહીં. સરકારી, રાજકીય-ખાતાકીય કાનૂની કાર્યવાહીમાં, ફસામણી થાય નહીં તેની સાવધાની રાખવી. બેંકમાં, સરકારી ખાતામાં, નોકરી કરનારે, પોલીસ ખાતામાં કે ન્યાય વિભાગમાં કામ કરનાર કર્મચારી કે ઉપરીવર્ગે પોતાની કામગીરી, જવાબદારીમાં, ગાફેલ રહેવું નહીં. તા. ૨૭ નવે. રવિ વધારાનો ખર્ચ-ચંિતા ઉચાટ. ૨૮ સોમ નોકરી ધંધામાં તન-મન-ધનથી, વાહનથી, જવાબદારીથી સંભાળવું. ૨૯ મંગળ વિચારોની દ્વિધા, મસ્તક પીડા રહે. ૩૦ બુધ શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. ૧ ડિસેમ્બર ગુરુ ચંિતા-વ્યથા હળવી થાય. ૨ શુક્ર વ્યવહારિક સામાજીક, કૌટુંબીક કામની વ્યસ્તતા રહે. ૩ શનિ કામકાજમાં સાનુકૂળતા રહે.

 

કુંભ (ગ.શ.સ.ષ.)
નોકરી ધંધાના, સગા સંબંર્ધીના કામની વ્યસ્તતા રહે. જવાબદારીવાળા કામ અંગે, બહારગામ જવાના પ્રશ્ને માનસિક પરિતાપ રહે પરંતુ પત્ની-પરિવારના સહકારથી કામની સરળતા રહે. વ્યવહારિક, સામાજીક, કામમાં સાનુકૂળતા રહે. કશનિની પ્રબળતા ધર્મકાર્ય-શુભકાર્ય-આત્મસ્ફૂરણામાં વધારો કરાવે. નોકરીમાં સ્થળ-સ્થાનની ફેરફારી અંગેની વાતચીત પ્રગતિ જણાય. દેશ-પરદેશમાં રહેતા સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. તા. ૨૭ ઓક્ટોબર રવિ કામકાજમાં સફળતા, પ્રગતિ. ૨૮ સોમ નોકરી ધંધાનું કામ થાય, ફાયદો લાભ થાય. ૨૯ મંગળ સગા સંબંધી-મિત્રવર્ગના કામની વ્યસ્તતા રહે. બહાર જવાનું થાય. ૩૦ બુધ નોકરી-ધંધાનું કામ શાંતિથી, ધીમેથી કરવું. ૧ ડિસેમ્બર ગુરુવાર માસનિક પરિતાપ છતાં કામકાજમાં પ્રગતિ. ૨ શુક્રવાર નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે. ઘ્યાન આપવું પડે. ૩ શનિવાર સગા સંબંધી-મિત્રવર્ગના કામ અંગે ચર્ચા-વિચારણા થાય.

 

મીન (દ.ચ.ઝ.થ.)
શનિની પનોતીની પ્રતિકૂળ અસરમાં નોકરી-ધંધાના, સગા સંબંર્ધીના કામકાજમાં ચંિતા, વિવાદ-મુશ્કેલીમાં અટવાયેલા રહો. સામાજીક, વ્યવહારિક પ્રશ્નમાં ઇચ્છા-અનિચ્છાએ બહારગામ જવાનું થાય. નવા કામ અંગેના વિચારો આવે, ઓફર આવે પરંતુ લોભ-લાલચમાં કે મીઠી મીઠી વાતોમાં કે કોઈના પ્રભાવમાં આવી જોખમી કોઈ નિર્ણય કરવો નહીં. પથરી, પેશાબની, હાડકાની, સાંધાની દર્દપીડામાં ઘ્યાન રાખવું. તા. ૨૭ નવે. રવિ ઘર-પરિવારના કામની વ્યસ્તતા રહે. ૨૮ સોમ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૨૯ મંગળ વિલંબમાં પડેલ કામમાં સાનુકૂળતા. ૩૦ બુધ પુત્ર પૌત્રાદિકના સગા સંબંધી-મિત્રવર્ગના કામ અંગે ચંિતા રહે. ૧. ડિસેમ્બર ગુરુવાર વ્યવહારિક, સામાજીક કામમાં ખર્ચ-ચંિતા. ૨ શુક્રવાર મતભેદ-વિવાદથી સંભાળવું. ૩ શનિવાર ઉતાવળ-ગુસ્સો-ઉશ્કેરાટ કરવો નહીં.

[Top]
 
 
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved