Last Update : 08-Dec-2011,Thursday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૮-૧૨-૨૦૧૧ ગુરૂવાર
માગશર સુદ તેરસ
યમઘંટયોગ બપોરના ૧ ક. ૪૯ મિ. થી શરૂ

દિવસના ચોઘડિયા ઃ અમૃત, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૩ મિ.

સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૬ મિ.

મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.

નવકારસી સમય (અ) ૭ ક. ૫૮ મિ. (સૂ) ૭ ક. ૫૩ મિ. (મું) ૭ ક. ૪૮ મિ.

જન્મરાશિ ઃ આજે રાત્રે ૮ ક. ૨૯ મિ. સુધીમાં જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.

નક્ષત્ર ઃ ભરણી બપોરના ૧ ક. ૪૯ મિ. સુધી પછી કૃતિકા

ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-સંિહ, બુધ-વૃશ્ચિક, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૮ ક. ૨૯ મિ. સુધી મેષ પછી વૃષભ.

વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮ રા.દિ.મા./૧૭/ દક્ષિણાયન હેમંતૠતુ

માગશર સુદ તેરસને ગુરૂવાર. યમઘંટયોગ બપોરના ૧ ક. ૪૯ મિ.થી.

મુસલમાની હિજરીસન ૧૪૩૩ મોહરમ માસનો બારમો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ તીર માસનો બાવીસમો રોજ ગોવાદ

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૮-૧૨-૨૦૧૧ ગુરૂવાર

મેષ ઃ બજારોની વધઘટમાં, રસકસના, અનાજના વેપાર-ધંધામાં, ખરીદી વેચાણમાં ઘ્યાન રાખવું. નોકરીનુ ંકામકાજ શાંતિથી કરવું.

વૃષભ ઃ માનસિક પરિતાપ ચંિતા ખર્ચ છતાં કામકાજમાં વ્યસ્ત રહો. મકાન-જમીન-વાહન અંગેનું નોકરી ધંધાનું કામ ઉકેલાય.

મિથુન ઃ શેરોના, સોના-ચાંદી-તેલ-ખાંડના, ગોળના વેપારમાં, લોખંડના ધાતુના ધંધામાં ઘ્યાન રાખવું. સંતાનની ચંિતા પછી રાહત.

કર્ક ઃ નોકરી ધંધાના સબંધો તાજા થાય, આકસ્મિક કોઈને મળવાનું થાય. શરદી-કફ-ખાંસીથી, ઇન્ફેક્શની સંભાળવું પડે.

સંિહ ઃ સરકારી-રાજકીય-કાનૂની કાર્યવાહીમાં, ભાઈભાંડુ, નોકરચાકર, કારીગરવર્ગના પ્રશ્નમાં ચંિતા હે. નોકરી-ધંધાના કામમાં રૂકાવટ જણાય.

કન્યા ઃ નોકરી-ધંધાના, નોકરચાકર, સહકાર્યકર, ભાગીદારી, ભાઈભાંડુથી, શરીરના સુસ્તી-બેચેની-અસ્વસ્થતાથી ચંિતા રહે. કંઈ ગમે નહીં.

તુલા ઃ આપના વ્યવસાયમાં રોજીંદા કામકાજમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધામાં વધારો થાય, આવક થાય. સગા સંબંધીથી આનંદ રહે. જન્મ તારીખ વર્ષ સંકેત

વૃશ્ચિક ઃ નુકસાન-વિવાદ થાય, તબિયત બગડે તેવો કોઈ નિર્ણય હરવા ફરવામાં, ખાવાપીવામાં, નોકરી-ધંધામાં કરવો નહીં.

ધન ઃ કાર્યસફળતા-પ્રગતિ, મિલન-મુલાકાતથી આનંદમાં રહો. નોકરી ધંધાના-સગા સંબંધી, મિત્રવર્ગના કામમાં પ્રગતિ રહે.

મકર ઃ મકાન-જમીન-મીલ્કતના, આડોશ પાડોશના, વડીલવર્ગના પ્રશ્નમાં ચંિતા રહે. શરદી-કફ-કમરમાં દર્દપીડાથી સંભાળવું.

કુંભ ઃ આપના કામમાં અન્યના સહકારથી તમે આનંદ અનુભવો. નોકરી ધંધાના કામમાં ફાયદો-લાભ થાય. બહાર જવાનું થાય. તા. ૪ ડિસેમ્બર

મીન ઃ બજારોની વધઘટમાં, ધાતુના વેપાર-ધંધામાં જોખમ કર્યા વગર ધંધો કરવો. નોકરીમાં યશ-સફળતા મળે, કામ થાય.

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

જન્મતારીખ વર્ષ સંકેત

તા. ૮ ડિસેમ્બર

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહલગ્ન, નોકરી ધંધાના કે પરદેશના કામ અંગે સાનુકૂળ પ્રગતિવાળું બની રહે. પત્ની-સંતાનના ભાગ્યબળથી આપની આવકમાં, સુખસંપત્તિમાં, સંયુક્ત પ્રગતિમાં વધારો થાય.

નોકરી ધંધામાં વર્ષ લાભદાયી રહે. આપના કામની કદર થાય. માન-સન્માનમાં, પ્રતિષ્ઠામાં વધારો થાય. જેમને નોકરી ન હોય, ધંધો સ્થગિત થઈ ગયો હોય, આવક સ્થગિત થઈ ગઈ હોય તેમને સારી તક મળે, આવક આવવાથી શરૂઆત થાય. પરદેશમાં વસતા સગા સંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય, ધર્મકાર્ય, શુભકાર્યનો, યાત્રાપ્રવાસનો ખર્ચ થાય પરંતુ હૃદય-મનની પ્રસન્નતા રહે.

આ વર્ષમાં આપે વારસાગત બિમારીની અસર કે આકસ્મિક બિમારીથી, વાહનથી, પડવા વાગવાથી સંભાળવું.

સ્ત્રીવર્ગને વર્ષ આનંદ ઉત્સાહનું રહે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. સાંસારીક જીવનમાં સુખ-શાંતિ-સમૃઘ્ધિ, ધર્મકાર્ય, શુભકાર્યથી આનંદ રહે.

વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં આત્મવિશ્વાસ વધતો જાય. મહેનતનું શુભફળ કારકિર્દીના ઘડતર માટે મહત્ત્વનું બની રહે. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનના કાકા મગનભાઇ ગુજરી ગયા પછી છગનનો મિત્ર લલ્લુ એને મળવા ગયો તો જાણ્યું મગનભાઇ પાછળ કશું જ માલમિલ્કત મૂકતા નથી ગયા. મગને એટલે છગનને પૂછ્‌યું, ‘‘આવું કેમ બને જ? એમની પાસે તો મોટર- ઘર- નોકર ઘણું ઘણું છે ને?’’
‘‘સાચી વાત,’’ છગને કહ્યું, ‘‘પણ પહેલાં ધનવાન થવામાં, રૂપિયા ભેગા કરવામાં તબિયતનું ઘ્યાન ન આપ્યું અને પછી તબિયત સુધારવામાં અને જાળવવામાં એ રૂપિયા ધન વાપર્યા કર્યું!’’

[Top]
 

આજ ની રેસીપી

 

બટાટાનાં ગુલાબ જાંબુ

સામગ્રી ઃ ૨ કપ દૂધ, ૨ ચમચા મેંદો, ચાર ઈલાયચીનો ભૂકો, ૨ કપ પાણી, ત્રણ મઘ્યમ કદના બટાટા, એક ચમચો ગુલાબજળ, ૨ કપ સાકર, ૧/૨ ચમચી કેસર.
રીત ઃ બટાટાની છાલ કાઢી પાતળી સ્લાઈસ કરવી. બટાટાની સ્લાઈસને પાણીથી બરાબર ધોઈ નાખવી. સ્લાઈસને ધોેયા પછી પાણી નીતારી દુધમાં નાખી ગરમ કરવા મુકવું. દૂધ બળી જાય પછી નીચે ઉતારી બરાબર હલાવવું. દૂધ ચોંટે નહીં, તેનું ખાસ ઘ્યાન રાખવું. બટાટાનો માવો અને મેંદો બંને ભેગા કરી હલાવવું. નરમ લોટ બનાવી નાના ગોળા વાળવા આ ગોળાઓને ગરમ ઘીમાં ધીમા તાપે બદામી રંગના થાય ત્યાં સુધી તળવા, પાણીમાં સાકર નાખી ગરમ કરવા મુકવું. તેની પાતળી ચાસણી કરવી ગરમ ચાસણીમાં ઈલાયચીનો ભુકો નાખવો. જાંબુ તળીને ચાસણીમાં નાંખવા. કેસર ગરમ કરી ભૂકો કરી નાખવું. ત્યાર પછી ગુલાબજળ નાખવું. લગભગ પંદર મિનિટ પછી નાસ્તામાં પીરસી શકાય છે.

 

ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

 

 

[Top]
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved