Last Update : 07-Dec-2011, Wednesday
 

ઈન્ડિયન રજાઓની દેશી વરાયટી!

 

લંડનથી પ્રગટ થયેલા એક સરવેમાં લખ્યું છે કે ઇંગ્લેન્ડમાં વસતા ઈન્ડિયનોમાંથી ૬૭ ટકા લોકો રજાને દહાડે પણ કામ કરવા જાય છે.
સીધી વાત છે યાર, એ લોકો ત્યાં કમાવા ગયા છે! બાકી અહીં ઈન્ડિયામાં તો રજા પાડવાનું બહાનું ય ક્યાં જોઈતું હોય છે? જુઓ, કેવી કેવી રજાઓ પાડીએ છીએ આપણે...
***
સ્મશાન-રજા ઃ
જ્યારે અચાનક ગુટલી મારવી પડે ત્યારે આ મોસ્ટ સગવડભરી રજા છે... ‘‘હલો, સાહેબ, એક મરણમાં જવાનું થયું છે. સ્મશાનેથી ડાયરેક્ટ ઓફીસે આવું છું, ઓકે?’’
***
લગન-રજા ઃ
‘‘શું કરીએ સાહેબ? લગન જ એટલાં બધાં છે કે જવું પડે છે! શું કહ્યું? તમે પણ લગનમાંથી જ બોલો છો? વાંધો નહિ, તમતમારે નિરાંતે આવજો, ઓકે?’’
***
હોસ્પિટલ-લિવ ઃ
‘‘હોસ્પિટલમાં છું સાહેબ! હેં! ના ના, હું બિમાર નથી, પણ મારા ભાણિયાને એક્સીડન્ટ થયો છે... હેં? શું? અરે ના સાહેબ, ગયા મહિને તો ભત્રીજાને એક્સિડેન્ટ થયેલો! તમે ભૂલી ગયા?’’
***
‘વચ્ચે’ની રજા ઃ
‘‘જુઓ સાહેબ, ૧૨-૧૩ નેશનલ હોલીડે છે, અને ૧૪-૧૫ શનિ-રવિની રજા છે એટલે... ૧૩મી તારીખે... હેં? આખા સ્ટાફે રજા મુકી છે? તો તો હું જરૂર આવીશ! કારણ કે કોણ જોવા આવવાનું છે કે હું આયો ’તો કે નહિ!’’
***
મેડિકલ રજા
‘‘બહુ માથાકુટ ના કરો સાહેબ. તમારે મેડિકલ સર્ટીફીકેટ જ જોઈએ છે ને? મળી જશે, કે ગઈકાલે મને એઇડ્‌સ થયેલો! બોલો, હવે કંઈ કહેવું છે?’’
***
‘હાજર હતો’ રજા
‘હોય સાહેબ? હું આખો દહાડો ઓફીસમાં જ હતો. તમે ક્યારે જોવા આવેલા? અચ્છા, ચાર વાર આવ્યા હતા? તો સર, ચારે ચાર વખત હું ટોઈલેટમાં હોઈશ! કારણ સુ છે, કે કાલે જરા ‘લુઝ-મોશન’ થઈ ગયેલું...’
***
‘નફ્‌ફટ’ રજા
‘‘ઓ સાહેબ, આપણી જોડે બહુ માથાકૂટ નહિ કરવાની! મારે આવવું હશે તો આવીશ અને ના આવું તો થાય ભડાકા કરી લેજો, સમજ્યા?’’

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved