Last Update : 07-Dec-2011, Wednesday
 

પેટાચૂંટણીનાં પરિણામ

ખરાખરીના ખેલ જેવી ઉત્તર પ્રદેશ વિધાનસભાનો માહોલ ગરમ હોવા છતાં, તેની આડે હજુ ઘણો સમય બાકી છે. દરમિયાન, વિવિધ રાજ્યોમાં વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામ આવ્યાં છે. હરિયાણાની બે બેઠકોમાંથી એક આદમપુરની બેઠક હરિયાણા જનહિત કોંગ્રેસે જાળવી રાખી, જ્યારે બીજી રતિઆની બેઠક કોંગ્રેસે ભારતીય લોકદળ પાસેથી આંચકી લીધી.
થોડા સમય પહેલાં હરિયાણાની હિસાર બેઠક પર કોંગ્રેસી ઉમેદવારે ડિપોઝીટ ગુમાવીને નામોશીભરી હાર મેળવી હતી. એ વખતે અન્ના સિવાયની તેમની ટીમે પણ કોંગ્રેસવિરુદ્ધ પ્રચાર કરીને વિવાદ છંછેડ્યો હતો. અરવંિદ કેજરીવાલ હિસાર નજીકના હોવાથી તેમણે આ ચૂંટણીમાં વિશેષ રસ લીધો, એવા પણ આરોપ થયા. એ ચૂંટણીમાં કોંગ્રેસના જીતવાની કોઇ શક્યતા પહેલેથી ન હતી. પરંતુ ડિપોઝીટ જપ્ત થઇ તે કોંગ્રેસ માટે થોડી આંચકાજનક બાબત હતી. જોકે, અન્નાની ટુકડીનો એ પરિણામમાં કેટલો હિસ્સો રહ્યો એ છેવટ સુધી ચર્ચા અને મતભેદનો વિષય રહ્યો.
આ બઘું ઘ્યાનમાં રાખતાં હરિયાણાની રતિઆ બેઠક પર કોંગ્રેસનો વિજય તેના પછડાટ ખાધેલા મુખ્ય મંત્રી ભૂપિન્દરસંિઘ હૂડા માટે આશ્વાસનરૂપ બની રહેશે. આ જીત ત્રણ રીતે નોંધપાત્ર છેઃ ૯૦ સભ્યોની હરિયાણા વિધાનસભામાં રતિઆ બેઠકને કારણે કોંગ્રેસની બેઠકોનો સરવાળો ૪૬ થતાં, કોંગ્રેસને હવે સ્પષ્ટ બહુમતિ મળી ગણાય. આ જીતનું બીજું મહત્ત્વ એ છે કે આશરે ત્રણ દાયકા પછી પહેલી વાર આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે- અને આ વિજયને કોંગ્રેસ માટે વધારે મીઠો બનાવતી છેલ્લી હકીકત એ કે હરિયાણા જનહિત કોંગ્રેસ સાથે મળીને ભાજપે ઉભા કરેલા ઉમેદવારની ડિપોઝીટ સુદ્ધાં જપ્ત થઇ છે. હિસારની પેટાચૂંટણી પછી ડગુમગુ બનેલી હુડાની નેતાગીરી રતિઆ બેઠકના વિજય પછી થોડી સ્થિર થશે અને ‘નેતાગીરીમાં પરિવર્તન’ની માગ કરનાર હરિયાણાના કોંગ્રેસીઓના હાથ થોડા હેઠા પડશે.
હરિયાણાની બીજી બેઠક પર ભાજપના સાથી પક્ષ હરિયાણા જનહિત કોંગ્રેસનાં ઉમેદવાર રેણુકા બિશ્નોઇની જીત થઇ. તેનાથી ભારતીય રાજકારણની ખાસિયત જેવા પરિવારવાદની મજબૂતીમાં વધુ એક સ્તર ઉમેરાયું. રેણુકા બિશ્નોઇ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભજનલાલનાં પુત્રવઘુ છે. તેમણે જીતેલી આદમપુરની બેઠક ભજનલાલની પારિવારિક જાગીર જેવી બની રહી છે. કારણ કે ૧૯૭૭થી સતત અત્યાર લગી એ બેઠક ભજનલાલ પરિવારના કબજામાં રહી છે- કહો કે એ ભજનલાલનું ‘અમેઠી’ છે.
હરિયાણા પેટાચૂંટણીમાં સૌથી વધારે ખોટમાં કોઇ રહ્યા હોય તો તે ભારતીય રાષ્ટ્રિય લોકદળ અને તેના નેતા-દેવીલાલના પુત્ર ઓમપ્રકાશ ચૌટાલા. તેમણે પોતાના ગઢ જેવી રતિઆની બેઠક ખોઇ અને આદમપુરમાં પણ તેમનો ઉમેદવાર ત્રીજા ક્રમે આવ્યો છે.
ભ્રષ્ટાચારના મુદ્દે કેન્દ્ર સરકાર પર આક્રમક વાક્‌પ્રહારો કરનાર ભાજપ અને ભ્રષ્ટાચાર-કાળાં નાણાં વિરુદ્ધ રથયાત્રા કાઢનાર તેના વરિષ્ઠ નેતા અડવાણીને થોડોઘણો બોધપાઠ આપે એવું પરિણામ કર્ણાટકની બેલ્લારી બેઠકનું છે. એક સમયે આ લોકસભા બેઠક માટે સુષ્મા સ્વરાજ અને સોનિયા ગાંધી વચ્ચે જંગ થયો હતો. પરંતુ આગળ જતાં બેલ્લારી સુષ્માના આશીર્વાદપ્રાપ્ત મનાતા બેલ્લારીબંઘુઓનાં મસમોટાં કૌભાંડો માટે કુખ્યાત બન્યું હતું. એક બાજુ ભ્રષ્ટાચાર સામેની લડાઇ ચાલુ રાખનાર ભાજપને બેલ્લારી બંઘુઓના મુદ્દે કર્ણાટકમાં શરમાવાપણું કે તેના તત્કાલીન મુખ્યમંત્રી યેદીયુરપ્પાને દૂર કરવાપણું લાગ્યું ન હતું. તેનાં આ બેવડાં ધોરણોને પ્રતિબંિબત કરતા બેલ્લારીનાં પરિણામમાં ભાજપના ઉમેદવારે ડિપોઝીટ ગુમાવીને કારમો પરાજય મેળવ્યો છે.
હિમાચલ પ્રદેશમાં બે બેઠકોમાંથી એક-એક બેઠક કોંગ્રેસ અને ભાજપને ભાગે વહેંચાઇ ગઇ છે. રેણુકાની અનામત બેઠક પર ભાજપી ઉમેદવાર જીત્યા છે, જ્યારે ભાજપનો ગઢ ગણાતા નાલગઢમાં કોંગ્રેસી ઉમેદવારનો વિજય થયો છે.
પશ્ચિમ બંગાળ અને બિહારમાં શાસક પક્ષોની વિજયકૂચને આંચ આવી નથી. કોલકાતા દક્ષિણમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારે બે લાખથી પણ વઘુ મતોથી ડાબેરી હરીફને પરાજય આપ્યો છે, જ્યારે બિહારમાં લૌકહા બેઠક પર નીતિશકુમારના જનતાદળે લાલુપ્રસાદના રાષ્ટ્રિય જનતા દળના ઉમેદવારને હરાવ્યા છે.
પેટાચૂંટણીઓમાં ભાગ ભજવતાં પરિબળોમાં પક્ષીય હુંસાતુંસી અને વ્યાપક રાષ્ટ્રિય હરીફાઇનો હિસ્સો ઓછો, જ્યારે સ્થાનિક મુદ્દા સહિતનાં બીજાં પરિબળોનો ભાગ વધારે મોટો હોય છે. પક્ષીય હરીફાઇની વાત કરીએ તો અત્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપમાંથી એકેયની સ્થિતિ મતદારો પર પ્રભાવ પાડી શકાય એવી નથી. એ સચ્ચાઇ છૂટાંછવાયાં કહેવાય એવાં આ પરિણામો- અને એમાં આ બન્ને પક્ષોને અમુક બેઠકો પર વેઠવી પડેલી હાર પરથી પણ સ્પષ્ટતાપૂર્વક જોઇ શકાય છે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved