Last Update : 07-Dec-2011, Wednesday
 
FDI ઃ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મમતા બેનરજીને...
- લોકપાલ બિલ સહિત અનેક બિલો મહત્વના પી. ચિદમ્બરમ્‌નો મુદ્દો વિવાદમાં
શિયાળુ સત્ર શરૂઆતના નવ-નવ દિવસ સળંગ બંધ રહ્યા બાદ ફરી આવતીકાલે બુધવારે ખુલી રહ્યું છે. રીટેલ ક્ષેત્રે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (ખઘૈં) ના મામલે ચાલેલા હોબાળાને તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજીએ નાથ્યો છે. યુપીએ કેન્દ્ર સરકાર પાસે માત્ર બે જ વિકલ્પ હતા કે ક્યાં તો એફડીઆઈનો નિર્ણય પાછો ખેંચવો અથવા તો સંસદમાં બહુમતી સાબિત કરવા મેદાનમાં આવવું. રીટેલ ક્ષેત્રે એફડીઆઈથી લાખ્ખો લોકોને રોજગારી મળશે એવો દાવો કરનાર સરકાર પોતાની માયાજાળમાં જ ફસાઈ ગઈ હતી. સરકારના બે પ્રખર ટેકેદાર તૃણમુલ કોંગ્રેસ ડીએમકે શરૂઆતથી આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. સરકાર છેક છેલ્લે સુધી એમ માનતી હતી કે સાથી પક્ષોને મનાવી લેવાશે પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીને તેઓ સમજાવી શક્યા નહોતા. મમતા બેનરજીના અક્કડ તેમજ સ્પષ્ટ વલણે આખા દેશનું ઘ્યાન ખેંચ્યું હતું. અહીં અંતે વિપક્ષની જીત કહેવાશે.
મમતા બેનરજી શરૂઆતમાં વડાપ્રધાન સાથે ફોન પર વાત પણ નહોતા કરતા. અંતે તેમણે શનિવારે સ્પષ્ટ જણાવ્યું હતું કે હું એફડીઆઈના નિર્ણય સાથે સંમત નથી સાથે-સાથે સરકારને ઉથલાવવા પણ તૈયાર નથી.
મમતા બેનરજીના એક નિવેદને સમગ્ર સમસ્યાનું નિરાકરણ શોધી કાઢ્‌યું હતું. કોંગ્રેસ નિર્ણય પાછો નહીં લેવા માગતી હતી જ્યારે વિપક્ષ સંસદ પરથી સડક પર જંગ લઈ જવા માગતું હતું. જોડાણવાળી સરકારોની કેન્દ્રમાં કેવી સ્થિતિ હોય છે તે અહીં જોવા મળ્યું છે. સાથી પક્ષોને વિશ્વાસમાં લીધા સિવાય લેવાયેલા નિર્ણયને અંતે પાછો ખેંચવો પડે છે. અહીં સરકાર ઉથલાવવાની વિપક્ષની મૂરાદ મનમાં રહી ગઈ હતી. લાગે છે કે બુધવારથી સત્ર નિયમિત કામ કરશે. બુધવારે સવારે કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠક છે. અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ બહુમતી નથી. બહુમતીના ૨૭૨ના આંક સુધી પહોંચવા તેમને પાંચ સભ્યો ખૂટે છે. બીજી તરફ ખઘૈંના વિરોધ કરતા બે સાથી પક્ષો તૃણમુલ કોંગ્રેસ અને ડીએમકે પાસે કુલ ૩૬ સાંસદો છે. આમ કુલ ૪૧ સાંસદોની ઘટ સાથે સરકાર મતદાનની દિશામાં જાય તો ઉથલી પડે એવી સ્થિતિ હતી.
કોંગ્રેસના ફાયર ફાઈટર સમાન પ્રણવ મુકરજી કામે લાગ્યા હતા પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા હતા એમ એમ બંને પક્ષ કેન્દ્ર સરકાર અને વિપક્ષ અક્કડ થવા લાગ્યા હતા. સરકાર એવી મૂંઝવણભરી સ્થિતિમાં મુકાઈ હતી કે સંસદ ચાલતી નહોતી અને પ્રજા સમક્ષ કોઈ ચોક્કસ ખુલાસો કરી શકતા નહોતા.
કેન્દ્ર સરકારની મૂંઝવણ સમજી શકાય એમ હતી. મનમોહનસંિહ, સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી જેવા પ્રથમ હરોળના નેતાઓ ખઘૈંઅંગે અભિપ્રાય આપતા નહોતા તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાં પણ ખઘૈંના વિરોધનો ગણગણાટ સાંભળી શકાતો હતો.
તીવ્ર ઠંડી વિના સંસદનું શિયાળુ સત્ર થીજી ગયું હતું. સંસદ સામે મહત્વનું એવું લોકપાલ બીલ સહિત ૩૪ મહત્વના બીલો પાસ કરવાના છે. લોકપાલ બીલની કાર્યવાહી સાથે પ્રજા સીધા સંપર્કમાં જોડાયેલી છે. અણ્ણા હજારેને લૂલૂં લોકપાલ બીલ પસંદ નથી. સરકારે તેમની સાથે સમાધાન કર્યું ત્યારે જે ડ્રાફ્‌ટ પસંદ કર્યો હતો તેમાં સંસદીય સમિતિએ ફેરફાર કર્યો છે એ અહેવાલોના પગલે ફરી તીવ્ર આંદોલનનું રણશંિગુ ફૂંકાયું છે.
સરકારના માથે અનેક જવાબદારીઓ છે. બ્લેકમનીના મામલે ભાજપના નેતા એલ.કે. અડવાણીનું સ્ટેટમેન્ટ આવવાનું હતું ત્યાંજ એફડીઆઈનો મુદ્દો ચગ્યો હતો. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે કેબીનેટ કોઈ નિર્ણય લેતી નતી એવી પ્રણાલિકા તોડીને રીટેલ ક્ષેત્રે એફડીઆઈનો નિર્ણય લેવાયો હતો. સરકારે ના ધાર્યો હોય એવો મોટો વિરોધ ઉભો થયો હતો. આ વિરોધ ભારત બંધના એલાન સુધી પહોંચી ગયો હતો. ભારત બંધને મિશ્ર પ્રત્યાઘાત મળ્યો હતો. કોંગ્રેસ એવો દાવો કરતી હતી કે વિદેશનું રોકાણ આવશે અને નોકરીની તકો વધશે જ્યારે વિપક્ષો તેની વિરૂઘ્ધમાં નિવેદનો કરતા હતા. મલ્ટીરેટલ ક્ષેત્રે સંકળાયેલા મોટા અમેરિકી સ્ટોર્સનું સંગઠીત મેનેજમેન્ટ આપણે ત્યાં રોજીંદી આવક ધરાવતા લોકો માટે જોખમ બની રહે એમ હતું. સરકાર સામે વિવિધ આક્ષેપો હતા જેનો સામનો કરવા સરકાર તૈયાર નહોતી એમ દેખાઈ આવ્યું હતું.
૨૦૧૨માં પાંચ રાજ્યોમાં આવતી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના જંગના કોંગ્રેસે પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે. આ સંજોગોમાં કોંગ્રેસ પણ એફડીઆઈના વિવાદની નેગેટીવ અસરો ઉભી કરવા તૈયાર નહોતી. કોંગ્રેસે અંદરખાને પીછેહઠ સ્વીકારી લીધી અને મમતા બેનરજીના નિર્ણયે તેને બળ પુરું પાડ્યું હતું.
હજુ ભાજપનો પી. ચિદમ્બરમનો વિરોધ ચાલુ છે. જો ૮મી ડિસેમ્બરે તેમના વિરૂઘ્ધનો ચુકાદો આવશે તો તેમને રાજીનામું આપવું પડશે જે વિપક્ષની એક વઘુ જીત બની રહેશે.
આવતીકાલે બુધવારથી શરૂ થતી સંસદ પ્રથમ સદાબહાર હિરો દેવઆનંદને શ્રઘ્ધાંજલી આપ્યા બાદ શરૂ થશે. મમતા બેનરજીએ પોતાનું નિવેદન લોકસભામાં આપવાની વાત કરી છે. મમતા બેનરજી વિરોધ કરી રહ્યા છે તે સ્પષ્ટ છે. પરંતુ તેમના નિવેદનમાં તે એફડીઆઈ લાવનારાઓની ઝાટકણી કાઢશે અને તૃણમુલ કોંગ્રેસને રાષ્ટ્રીય ફલક પર નામના અપાવશે.
સરકાર ઉથલાવવામાં પ્રવૃત્ત થવાના બદલે મમતાએ પોઝીટીવ વલણ અપનાવ્યું છે તે દેશમાં આવકાર્ય બન્યું છે. ખઘૈંની આ મેચમાં મેન ઓફ ધ મેચ મમતા બેનરજી બન્યા છે તેમાં શંકાને સ્થાન નથી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

c
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved