Last Update : 07-Dec-2011, Wednesday
 

વંઠી ગયેલી વીણા મલિકને પાકિસ્તાન ભેગી કરી દ્યો

 

ભારતે રાખી સાવંત નામની વિદૂષક પેદા કરી છે તો પાકિસ્તાને વીણા મલિકને પેદા કરીને તેનો જવાબ આપી દીધો છે. ભારતના પુરૃષોને સેક્સ સિમ્બોલ તરીકે ઓળખાતી શિથિલ ચારિત્ર્યની સ્ત્રીઓ જોઇને ગલીપચી થાય છે, જેનો લાભ ટીવીની ચેનલો અને કેટલાંક ચિપ મેગેઝિનો ઉઠાવે છે. ટીવીની ચેનલોને તેમનો ટીઆરપી વધારે તેવી વંઠી ગયેલી નાયિકાઓ ખપે છે અને રાખી સાવંતો અને વીણા મલિકો તેમાં બરાબર ફીટ થાય છે. પાકિસ્તાની મોડેલ વીણા મલિકે ભારતમાં આવીને જેટલા સ્ટન્ટો કર્યા છે તેના દસમાં ભાગની ગુસ્તાખી પણ તેણે પાકિસ્તાનમાં કરી હોત તો મુલ્લાઓએ તેનું શિરચ્છેદ કરાવવાનો આદેશ આપી દીધો હોત. પાકિસ્તાનની મોડેલ વીણા મલિક અગાઉ સ્પોટ ફિક્સીંગથી માંડીને અનેક વિવાદોમાં ફસાઇ ચૂકી છે. હવે એફએચએમ મેગેઝિનનાં કવર ઉપર નગ્ન તસવીર આપીને તેણે નવો વિવાદ છેડી દીધો છે. વીણા મલિકે જાણીજોઇને આ તસવીર છપાવી છે અને હવે ઇરાદાપૂર્વક તેણે મેગેઝિન ઉપર ૧૦ કરોડનો બદનક્ષીનો દાવો કરવાની ઘોષણા કરી છે. આ વિવાદનો લાભ વીણા મલિક ઉપરાંત એફએચએમ મેગેઝિનને અને સ્વયંવર-૪ના નિર્માતાઓને પણ થવાનો છે. હકીકતમાં વીણા મલિક સ્વયંવર-૪માં ચમકવાની હોવાથી તેની પબ્લિસિટીના ભાગરૃપે જ આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. ટીવીની એક ચેનલ ઉપર આવતા સ્વયંવર નામના કાર્યક્રમમાં ગામના ઉતાર જેવા છોકરાઓ અને છોકરીઓને લાવીને તેમનો સ્વયંવર યોજવામાં આવે છે. અથવા કહો કે સ્વયંવરનું નાટક કરવામાં આવે છે. અગાઉ આ નાટકમાં રાખી સાવંત, રાહુલ મહાજન અને રતન રાજપૂત ચમકી ચૂક્યા છે. રાખી સાવંતે સ્વયંવરનું નાટક કરીને એક ગુજરાતી એનઆરઆઇ યુવક સાથે સગાઇ કરી હતી. આ સગાઇ સ્વયંવર પૂરો થયો તેના મહિનામાં જ તૂટી ગઇ હતી. ત્યારબાદ સ્વ. પ્રમોદ મહાજનના વંઠી ગયેલા સપૂત રાહુલ મહાજને સ્વયંવર રચ્યો હતો. આ સ્વયંવરમાં તેણે એક બંગાળી યુવતી સાથે લગ્ન કર્યા હતા, જે છએક મહિના અગાઉ તૂટવાની અણી ઉપર આવી ગયા હતા. ત્યારબાદ રતન રાજપૂતે પણ સ્વયંવર રચીને લગ્ન કરવાને બદલે દિલ્હીના એક યુવક સાથે સગાઇ કરીને દર્શકોને છેતર્યા હતા.
હવે સ્વયંવરની ચોથી સીઝન માટે વીણા મલિકને ત્રણ કરોડ રૃપિયા આપીને કરારબદ્ધ કરી લેવામાં આવી છે.વીણા મલિક સામે ચાલીને વરસોવામાં આવેલા એફએચએમ મેગેઝિનના સ્ટુડિયોમાં ગઇ હતી અને ત્રણ કલાકના શુટિંગ દરમિયાન તેણે અનેક બિભત્સ
તસવીરો પડાવી હતી.આ વીણા મલિક મહિનાઓથી અમિષા પટેલના ભાઇ અશ્મિત પટેલ સાથે લગ્ન કર્યા વિના પતિ-પત્નીની જેમ રહે છે. તાજેતરમાં તેણે એફએચએમ મેગેઝિનને મોકલેલી નોટિસમાં પોતાનાં ઘરનાં સરનામાં તરીકે પણ અશ્મિત પટેલનું સરનામું આપ્યું છે. આ રીતે પારકા યુવક સાથે રહેતી વીણા મલિક સાથે લગ્ન કરવા કેવા પ્રકારના ભારતીય પુરૃષો તૈયાર થશે એ વિચારવાની બાબત છે. સ્વયંવર સિરિયલના નિર્માતાઓ હવે વીણા મલિકને અશ્મિત પટેલની સાથે ન ફરવાની તાકીદ કરી રહ્યા છે. આ સ્વયંવરની પબ્લિસીટી કાજે વીણા મલિકે ન્યૂડ તસવીરનું સ્ટન્ટ કર્યું હોવાનું માનવામાં આવે છે. વીણા મલિક ભારતમાં સ્વયંવર રચીને વધુ એક તમાશો કરે એ પહેલા તેને પાકિસ્તાન ભેગી કરી દેવાની જરૃર છે.
વીણા મલિકે જે મેગઝિન ઉપર તેની બનાવટી તસવીર ઉપજાવી કાઢવાનો દાવો કર્યો છે તે મેગેઝિનને વીણાએ સામે ચાલીને પોઝ આપ્યા હતા અને ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં વીણાએ પોતાની અશ્મિત સાથેની દોસ્તીની પણ વાતો કરી છે. વીણા મલિક સામે ચાલીને આ મેગેઝિનના વરસોવા ખાતે આવેલા સ્ટુડિયોમાં ફોટોશૂટ કરવા ગઇ હતી. આ શૂટીંગ લગભગ ત્રણ કલાક ચાલ્યું હતું. આ શૂટીંગ દરમિયાન આ મેગેઝિનની ભારત આવૃત્તિના તંત્રી કબીર શર્મા ઉપરાંત તેમનો ફોટોગ્રાફર અને મેક-અપમેન પણ હાજર હતા. હકીકતમાં એફએચએમ મેગેઝિને કવર પેજ ઉપર જે અર્ધનગ્ન તસવીર પ્રદર્શિત કરી છે તેના કરતાં પણ વધુ વિસ્ફોટક તસવીરો લેવાની પરવાનગી તેમને વીણા મલિકે આપી હતી. એક તસવીરમાં તો વીણા મલિક લગભગ નગ્ન અવસ્થામાં દેખાય છે, પણ તેના દાંતમા એક ગ્રેનેડ વડે તેની લાજને ઢાંકવામાં આવી છે. આ તસવીર અત્યંત બિભત્સ હોવાથી તેને છાપવાની હિંમત આ મેગેઝિનના સંપાદક કરી શક્યા નહોતા. મેગેઝિનના કવર પેજ ઉપર જે તસવીર પ્રગટ થઇ છે તેમાં વીણાના ખભા ઉપર આઇએસઆઇનું છૂંદણું જોઇને પાકિસ્તાનના સત્તાવાળાઓ પણ નારાજ થયા છે.
ભારતમાં આવીને બિગ બોસ નામની સિરિયલમાં કામ કરીને વીણા મલિક પબ્લિસિટીની સ્પર્ધામાં આપણી રાખી સાવંતને પણ છક્કડ ખવડાવી ગઇ હતી. વીણા મલિક અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ આસિફની ગર્લફ્રેન્ડ હતી અને તેની સાથે સ્પોટ ફિક્સીંગના કૌભાંડમાં પણ સંડોવાયેલી હતી. તાજેતરમાં બ્રિટનની કોર્ટ દ્વારા મોહમ્મદ આસિફને સજા કરવામાં આવી ત્યારે ભારતના એક પત્રકારે ઘટસ્ફોટ કર્યો હતો કે વીણા મલિકે અને મોહમ્મદ આસિફે સાથે મળીને સ્પોટ ફિક્સીંગના કૌભાંડને અંજામ આપ્યો હતો. ભારતીય મિડીયાને આપેલા ઇન્ટરવ્યૂમાં વીણા મલિક સતત એવો દાવો કરતી આવી છે કે મોહમ્મદ આસિફ મેચ ફિક્સીંગમાં સંડોવાયેલો હોવાથી તેણે તેની સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા.
વીણા મલિકે ઇ.સ. ૨૦૦૦ની સાલમાં પાકિસ્તાની ફિલ્મોમાં કોમેડિયન તરીકે પદાર્પણ કર્યું હતું પણ તે ફ્લોપ પુરવાર થઇ હતી. પાકિસ્તાનમાં કોઇ તેનો ભાવ નહોતું પૂછતું એટલે તે ગયાં વર્ષે ભારત આવી હતી અને બીગ બોસ-૪ના માધ્યમથી ટીવીના ક્ષેત્રે છવાઇ ગઇ હતી. ૨૪ કલાક ચાલતી ટીવીની ન્યૂઝ ચેનલો પાસે મસાલો ખૂટી જાય ત્યારે તેઓ વીણા મલિકનો ઇન્ટરવ્યૂ લેવા પહોંચી જાય છે. બિગ બોસ-૪માં કુલ ૧૪ સ્પર્ધકો હતા, જેમાંનો એક બોક્સર ખલી પણ હતો. વીણા મલિક ફાઇનલ છ સુધી પહોંચી હતી. આ સિરિયલ દરમિયાન તે ફ્લોપ ભારતીય હિરો અશ્મિતપટેલના ગાઢ સંપર્કમાં આવી હતી અને તેના પ્રેમમાં પડી ગઇ હતી. બિગ બોસ-૪માં ફાઇનલના બે સપ્તાહ અગાઉ વીણા મલિકની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યારથી તે મુંબઇમાં અશ્મિત પટેલના ફ્લેટમાં તેની પત્નીની જેમ જ રહે છે. એફએચએમ મેગેઝિને તેના ડિસેમ્બરના કવર પેજ ઉપર વીણાની જે તસવીર છાપી છે તે અંક હજી સ્ટેન્ડ ઉપર આવ્યો નથી. આ અંકની જાહેરાતમાં જ તેનું કવર પેજ બતાવવામાં આવ્યું છે, જેમાં વીણા મલિકતદ્દન નિર્વસ્ત્ર અવસ્થામાં દેખાય છે. વીણા મલિકે આ તસવીરમાં પોતાના બે હાથો વડે પોતાની છાતીને ઢાંકી છે અને તેના બાવડા ઉપર પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇનું છૂંદણું જોવા મળે છે. વીણાએ પોતાની નોટિસમાં જણાવ્યું છે કે તેણે આ મેગેઝિન માટે ચાર પોઝ આપવાની સંમતિ આપી હતી. એક પોઝમાં વીણા શોર્ટ્સ- ટી-શર્ટ અને બૂટસ પહેરીને ઊભી છે, બીજામાં તેણે સાથળ સુધીનો ફર કોટ પહેર્યો છે, ત્રીજામા તેણે હોટ પેન્ટ પહેર્યું હતું અને તેની છાતી હાથ વડે ઢાંકેલી હતી. આ તસવીરમાં તેના બાવડા ઉપર આઇએસઆઇનું છૂંદણું ચિતરવામાં આવ્યું હતું. ચોથી તસવીરમાં પણ તેના હાથ ઉપર આઇએસઆઇનું છૂંદણું હતું. વીણાએ આટલી તસવીરો પડાવ્યાની તો કબૂલાત કરી લીધી છે. જે સ્ત્રી આ હદે જઇ શકે એ એક ડગલું આગળ પણ વધી શકે છે.
પાકિસ્તાનના પત્રકારોને તો વીણા મલિકે આ પ્રકારનો પોઝ આપ્યો એ બાબતમાં કોઇ આશ્ચર્ય નથી થયું. ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે જ્યારે વીણા મલિકને બદનક્ષીની નોટિસ મોકલવાની સલાહ આપી ત્યારે પાકિસ્તાનના જંગ અખબારના પત્રકારે મહેશ ભટ્ટને જણાવ્યું હતું કે અગાઉ વીણા આવું પરાક્રમ પાકિસ્તાનમાં પણ કરી ચૂકી છે. ઇન્ટરનેટ ઉપર કોઇએ ગયાં વર્ષના નવેમ્બર મહિનામાં વીણા મલિકની સંપૂર્ણ નગ્ન તસવીરો મૂકી છે, જેને લાખો લોકોએ નિહાળી છે. વીણાએ ક્યારેય આ તસવીરો સામે પણ વાંધો ઉઠાવ્યો નથી. હકીકતમાં વાસનાલોલૂપ પુરૃષો ઇન્ટરનેટ અને અન્ય પ્રસાર માધ્યમોમાં વીણાની નગ્ન તેમજ અર્ધનગ્ન તસવીરો જોયા કરે તેનાથી તેની બ્રાન્ડ વેલ્યુ વધે છે.ભારતના પુરૃષો ભલે ગર્લફ્રેન્ડ તરીકે રાખી સાવંત, મલ્લિકા શેરાવત કે વીણા મલિક જેવી નિર્લજ્જ સ્ત્રીઓ પસંદ કરતા હોય, તેમને પત્ની તરીકે તો સીતા કે સાવિત્રી જેવી સ્ત્રીઓ જ જોઇએ છે. રાખી સાવંતના સ્વયંવરમાં જે પુરૃષો ભાગ લેવા આવ્યા હતા તેઓ ખરેખર તેને પરણવા નહોતા આવ્યા પણ તેની સાથ 'બે ઘડી મોજ' કરી લેવા આવ્યા હતા. વીણા મલિકના સ્વયંવરમાં પણ એવા પુરૃષો જ આવવાના છે. તેમને વીણા અશ્મિત સાથે રહેતી હોય કે મોહમ્મદ આસીફ સાથે સંસારનો ભોગવટો કરી ચૂકી હોય તેનાથી કોઇ ફરક પડતો નથી. ભારતમાં જે સ્વયંવર યોજવામાં આવતા હતા તે કુંવારી કન્યાઓના યોજવામાં આવતા હતા. અનેક પુરૃષો સાથે રંગરેલીયા મનાવી ચૂકેલી સ્ત્રીઓના સ્વયંવર યોજવાના ન હોય. આ રીતે સ્વયંવરો યોજીને ટીવીની ચેનલના સંચાલકો ભારતીય સંસ્કૃતિનું અને લગ્ન સંસ્થાનું પણ અપમાન કરી રહ્યા છે.
રાખી સાવંત અને વીણા મલિક જેવી સ્ત્રીઓને આપવામાં આવતી પ્રસિદ્ધિ આપણા સમાજના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ભારતની જે મુગ્ધ કન્યાઓ આવી સ્ત્રીઓને મળતી પબ્લિસીટીથી ભોળવાઇ જાય છે તેઓ રાખી સાવંત કે વીણા મલિક બનવાનાં સપનાંઓ જુએ છે. ભારતના જે પુરૃષો ટીવી ઉપર રાખી સાવંત કે વીણા મલિકને ટીકી ટીકીને જોયા કરે છે તેમને પોતાની પત્નીઓ ફિક્કી લાગવા માંડે છે અને તેમનું લગ્નજીવન જોખમમાં આવી પડે છે. રાખી સાવંતને તો આપણે દેશનિકાલ નથી કરી શકતા પણ વીણા મલિકને પાકિસ્તાન ભેગી જરૃર કરી શકીએ છીએ.
-સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved