Last Update : 07-Dec-2011, Wednesday
 
મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ શહેરમાં દરરોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે

- જમીનના ભાવ વધવાને કારણે શહેરમાં અસ્તિત્વમાં આવેલા નિયો રીચ ક્લાસ દ્વારા હાઈ એન્ડ કારની ખરીદીમાં ૩૦ ટકા વધારો. અમદાવાદમાં રોજ સરેરાશ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે.

માઘવારી અને મંદી વચ્ચે પણ કાર માર્કેટમાં મોંઘીદાટ કાર ખરીદનારા ઓછા નથી થયા. જાણીને નવાઈ લગશે પણ છેલ્લા ત્રણ મહિનામાં અણદાવાદમાં ૨૦ લાખથી વધુ કિંમતની ૧૦૧ જેટલી કાર વેચાઈ છે. જેનો અર્થ એ થાય છે કે શહેરમાં સરેરાશ રોજ વીસ લાખથી વધુ કિંમતની એક કાર વેચાય છે. જે અગાઉના આંકડા કરતા ૨૦ ટકા વધુ છે. કહેવાય છે કે શોખને સીમા નથી તેમ કારના શોખિનોમાં સૌથી વધુ પ્રાયોરીટી ઓલ ન્યુ બીએમડબલ્યને મળી છે. આજે ઉભરતા અમદાવાદીઓની પહેલી પસંદ બીએમડબલ્યુ જ છે. જો કે જમીનના વધેલા ભાવોને કારણે પણ સાણંદ, બાવળા અને કલોલના ખેડૂતો પણ હાઈ સ્ટાન્ડર્ડ કારના ગ્રાહકો બન્યા છે. આવી કારના માલિકોમાં નિયો રીચ ક્લાસના યુથ વધુ જોવા મળી રહ્યા છે. ગઈકાલ સુધી એસ્ટન મોર્ટીન કે મર્સિડીઝ જેવા કાર આવતા જતા લોકોનું ધ્યાન ખેંચતી હતી તેના બદલે હવે લોકો બહુ સહજતાથી વિકાસ સાથે જોડાઈને ખરીદ શક્તિ વધારી રહ્યા છે.આરટીઓના નિયમ મૂજબ ૨૦ લાખથી ઉપરની કિંમતની કોઇ પણ કાર લક્ઝરિયસ્ કારમાં સમાવેશ થાય છે. અમદાવાદ અને અમદાવાદની આસપાસ રહેતા ધનાઢ્યોને આજે પણ બીએમડબલ્યુ આકર્ષે છે. છેલ્લા ત્રણ મહિનામાં ૨૯ જેટલી બીએમડબલ્યુનું વેચાણ થયું છે. વેચાયેલી બીએમડબલ્યુની કિંમત તેના મોડેલ પ્રમાણે ૨૦ લાખથી માંડીને ૪૫ લાખ સુધીની છે.
બીજા નંબરે ફેવરીટ ગણાતી એવી ઓડીના સાત જેટલા મોડેલ વેચાયા છે. ઓડીના ખરીદારોએ પ્રત્યેક મોડેલ પ્રમાણે ૨૫ લાખની આસપાસ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો મર્સિડીઝના શોખિનોએ આ સમયમાં ૯ જેટલી મર્સિડીઝ છોડાવી છે. જેની કિંમત મોડલ પ્રમાણે ૨૩ લાખથી શરૃ થઈને ૫૬ લાખ સુધીની છે. તો વળી જગુઆર પર પસંદગી પાડનારાઓ એક ગ્રાહકે ૮૮ લાખમાં આ ગાડી છોડાવીને પોતાનો મોંઘામૂલો શોખ સાબિત કર્યો છે.
આ અંગે અમદાવાદ આરટીઓ એમ.જે.ભટ્ટ કહે છે કે 'શહેરના વિકાસ સાથે લોકોની ખરીદ શક્તિ વધી છે.જમીનોના ભાવ વધવાને કારણે એક નિયો રીચ ક્લાસના લોકોમાં નવી નવી કાર ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેના કારણે બાવળા અને સાણંદ જેવા સબઅર્બન વિસ્તારોમાંથી પણ કેટલાંક પૈસાદાર ખેડૂતોએ ઓડી અને બીએડબલ્યુ જેવી કારની ખરીદી કરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved