Last Update : 07-Dec-2011, Wednesday
 
સર્વપક્ષીય બેઠક પર મદાર
 
ચાર દિવસની રજાઓ બાદ આવતીકાલે બુધવારે જ્યારે સંસદ મળશે ત્યારે બધાના મનમાં એક જ પ્રશ્ન ઘૂમરાયા કરે છે કે એફડીઆઈના મુદ્દે સરકારની પીછેહઠ છતાંય શું સંસદનું સત્ર સુમેળભર્યા વાતાવરણમાં ચાલશે ખરું ?
વડાપ્રધાનની ઇમેજને તળીયે બેસાડનાર એફડીઆઈનો મુદ્દો હોવા છતાં સરકાર હવે નવેસરથી બધું કરવા માગે છે. આવતીકાલે સંસદનું સત્ર શરૃ થતા પહેલાં જ મળનારી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરાશે.
સર્વપક્ષીય બેઠક
..... એટલે જ સર્વપક્ષીય બેઠક પર સૌની નજર ચીપકી છે. એફડીઆઈના મામલે સરકારને મૂંઝવણમાં મુકી દેનાર સાથી પક્ષો તૃણમૂલ કોંગ્રેસ અને ડીએમકે ની જેમ વિપક્ષોનો મૂડ કેવો છે તે જાણવા સરકાર પ્રયાસ કરશે. ભાજપ તેના પત્તાં છાતી સરસા ચોંટાડીને બેઠું છે. ને સરકાર સમક્ષ કોઈ પેટ છુટી વાત નહીં કરે તે પણ હકીકત છે. સર્વપક્ષીય બેઠકમાં ડાબેરી પક્ષો અન્ય પક્ષોનું વલણ જોઈને રજૂઆત કરશે. કોંગ્રેસ નેતાઓને હજુ આશા છે કે એફડીઆઈ અંગે પોતાના નિર્ણયને સરકાર ફેરવી તોળશે ! વિપક્ષને પણ એવો ડર છે કે શિયાળુ સત્રના છેલ્લાં દિવસોમાં કોંગ્રેસ એફડીઆઈને ફરી રજૂ કરશે.
વડાપ્રધાનને ફટકો
વડાપ્રધાન મનમોહનસિંહની ઇમેજને ફટકો પડયો છે. છેલ્લા સાત વર્ષથી વડાપ્રધાનનું એફડીઆઈના મુદ્દે જે સપનું હતું તે ખાડામાં પડયું છે. મનમોહનસિંહને મોટી ચિંતા એ સતાવે છે કે વિરોધ પક્ષ એફડીઆઈનો વિરોધ કરે તે ઠીક છે પરંતુ ખુદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ખુલ્લા મને નિર્ણયને સપોર્ટ કરતા નહોતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ચિંતા ઉત્તર પ્રદેશમાં આવનારી ચુંટણીઓ પર પડતી અસરની હતી. જ્યારે વડાપ્રધાન એફડીઆઈના મુદ્દે ઉભી થયેલી કટોકટીને ઉકેલી શક્યા નહોતા ત્યારે પ્રણવ મુખરજીએ મમતા બેનરજીને સમજાવવાનું બીડું ઝડપ્યું હતું. તેમણે એફડીઆઈના મુદ્દે વિપક્ષને ટેકો આપ્યો હતો પરંતુ સરકાર ઉથલાવવા તે તૈયાર નહોતા !!
જો અમે તો...
સરકાર અટવાયેલી છે. જો એન્જોર્નમેન્ટ મોશન વિપક્ષ લાવે તો ઉભી થતી મતદાનની સમસ્યામાંથી મુક્તિ મેળવવા સરકારે તમામ સાંસદોને વ્હીપ આપ્યો છે. આ આદેશ દરેકને અકળાવનારો છે. પરંતુ કોંગ્રેસ સમયને ઓળખે છે અને વિપક્ષની તાકાતનો તેમને અંદાજ છે. વિપક્ષની એવી માગ છે કે એફડીઆઈનો મુદ્દો કાયમ માટે ફગાવી દે પરંતુ સરકાર તેને ટેમ્પરરી સાઈડમાં મુકવા માગે છે. આમ જો અને તો વચ્ચે આવતીકાલથી સત્ર શરૃ થશે. કોંગ્રેસે ત્રણ લાઈનનો 'વ્હીપ' તેના સાંસદોને આપ્યો છે. આમ, અમે ૮ ડિસેમ્બરે કોંગી સાંસદો માટે 'ભારે' છે એમ કહી શકાય.
બે મહત્વના બીલ
ઇન્સ્યોરન્સ એમેન્ડમેન્ટ અને થેન્કિંગ લોર્ડ એમેન્ડમેન્ટ બીલને સંસદીય સમિતિએ તૈયાર કર્યું છે જે ગુરૃવારે સંસદમાં રજૂ કરાશે. ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંતસિંહના વડપણ હેઠળની સમિતિએ ઘણા સુધારા કર્યા છે. ઇન્સ્યોરન્સ બીલમાં પણ પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ ૨૬ ટકાના બદલે ૪૯ ટકા કરવાની દરખાસ્ત છે. આ પણ એક એફડીઆઈ વિવાદ છે.
- ઇન્દર સાહની
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved