Last Update : 07-Dec-2011, Wednesday
 

બે વર્ષ બાદ ટીમમાં સ્થાન મળતા ઇરફાન ખુશખુશાલ પુનરાગમનની આવી તક બહુ ઓછાને મળે છેઃ પઠાણ

 

અમદાવાદ, તા. ૬
વેસ્ટ ઇન્ડિઝ સામેની આખરી બે વન-ડે માટેની ભારતની ટીમમાં પસંદગી પામેલા ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે ભાવુક થઇને કહ્યું હતું કે ''હું વધુ ખુશ થયો છું કે હળવો થયો છું તે મને સમજાતુ નથી પણ હું મને મળેલી તકનો ભરપૂર ફાયદો ઉઠાવવા માગુ છું અને ઘણો લાંબો સમય ભારતની ટીમ તરફથી રમીને ગૌરવ અનુભવવા માંગુ છું. બહુ ઓછાને આ રીતે પુનરાગમન કરવાની તક મળતી હોય છે.
બે વર્ષ પછી ભારતની ટીમમાં ફરી સ્થાન મેળવનાર ઇરફાન પઠાણે ભારતીય ક્રિકેટ બોર્ડ અને બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફાસ્ટ બોલરોના કોચ ટી. શેખરનો વિશેષ આભાર માન્યો હતો. પઠાણ છેલ્લા બે વર્ષથી તેનું ફોર્મ, ફિટનેસ અને બોલિંગ ટેકનીકના પુનઃસ્થાપન માટે બેંગ્લોરમાં પ્રવૃત્ત હતો.
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેખરે આગવી ટેકનીકથી સ્વીંગ કરવા તેના પર તાલીમમાં વિશેષ ભાર મૂક્યો હતો. જેમાં તેઓને ખાસ્સી સફળતા મળી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે તેને ફિટનેસ નિદાન માટે વિદેશ મોકલ્યો હતો.
ઇરફાન પઠાણે રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં ધ્યાન ખેંચતુ પ્રદર્શન કર્યું છે. એવું મનાય છે કે દિલ્હી સામેની રણજી ટ્રોફીમાં પઠાણે સાત વિકેટ ઝડપતા પસંદગીકારોને રીઝવવામાં તે સફળ થયો હતો.
પઠાણે એમ પણ કહ્યું હતું કે મેં એવું નક્કી કર્યું હતું કે જ્યારે એક સો ટકા ફીટ હોઇશ ત્યારે અને તો જ પુનરાગમન કરીશ. તેણે તેના મોટાભાઇ યુસુફ પઠાણ, તેની બહેન અને તેના કપરા સમયમાં ધીરજ અને ઉત્સાહ ટકાવવામાં સાથ આપનાર મિત્રો અને ચાહકોનો આભાર માન્યો હતો.

 

ઇરફાન પઠાણનોઔવન ડે રેકોર્ડ

 

* જન્મઃ ૨૭ ઓકટોબર, ૧૯૮૪, વડોદરા
* ૨૦૦૪માં પ્રથમ વન ડે રમ્યો
* ૨૦૦૯માં તેની આ અગાઉ છેલ્લી વન ડે રમ્યો હતો. તે ડાબોડી બેટસમેન અને ડાબોડી મિડિયમ પેસર છે.
* ૧૦૭ વન ડે રમ્યો છે જેમાં ૧૩૬૮ રન ૨૨.૮૦ રનની સરેરાશથી બનાવ્યા છે. ૮૬ રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. તેનો સ્ટ્રાઇક રેટ ૭૭.૬૮ રનનો છે. પાંચ અર્ધી સદી કરી છે.
* ૧૦૭ વનડેમાં ઇરફાને ૧૫૨ વિકેટો ઝડપી છે. ૨૭ રનમાં પાંચ વિકેટ તેનો શ્રેષ્ઠ બોલિંગ દેખાવ છે. પ્રતિ વિકેટ ૨૯.૯૧ રન આપ્યા છે. તેણે ૧૮ કેચ ઝડપ્યા છે.
* ૯ જાન્યુઆરી ૨૦૦૪માં સૌ પ્રથમ વન-ડે અને છેલ્લે ૮ ફેબુ્ર. ૨૦૦૯માં શ્રીલંકા (કોલંબો) સામે વનડે રમ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved