Last Update : 07-Dec-2011, Wednesday
 
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
 
વિન્ડિઝે આત્મશ્રધ્ધા રાખીને રમવું જોઈએ

ચાહકોને રોચક વનડે પૂરા પાડવા બદલ ભારત અને વેસ્ટ ઈંડિઝ બંને અભિનંદનને પાત્ર છે. જે રીતે ત્રણ વનડેમાં ચાહકોએ ઉત્સાહ બતાવ્યો છે તે જોઈએને આઈસીસીને એવી શ્રધ્ધા જાગી હશે કે વનડેના ફોરમેટ જોડે કોઈ ચેડા કે તેના ભાવિ અંગે ચિંતા કરવાની જરૃર નથી. ત્રીજી વનડેમાં વિન્ડિઝે હાથમાં આવી ગયેલી બાજી ગુમાવવાનો ભય ઉભો કર્યો હતો. પણ આખરે વિન્ડિઝ જીતી ગયું. હવે વેસ્ટ ઇંડિઝે નવું સુત્ર અપનાવવું પડે કે જો તમારામાં આત્મશ્રધ્ધા હોય તો તમે સિધ્ધી હાંસલ કરી શકો છો.
મેં અગાઉ પણ પ્રતિક્રિયા આપી હતી કે જો વેસ્ટ ઇન્ડિઝની બોલિંગમાં વિવિધતા રખાશે તો વધુ પ્રભાવ પાડી શકશે, સ્પિનર નારીનના સમાવેશની પણ મેં હિમાયત કરી હતી. મારૃં આ સૂચન યોગ્ય હતું તે પૂરવાર થયું.
જો નારીનને પ્રથમ મેચથી જ રમાડયો હોત તો વેસ્ટ ઈન્ડિઝ ૨-૧થી આગળ હોઈ શકત. ભારતની આ સાથે ઘરઆંગણે સતત ૧૧ વનડે મેચોની વિજય કૂચનો અંત આવ્યો છે. હું તો એટલે સુધી કહીશ કે વેસ્ટ ઇન્ડિઝ બાકીની બે વનડે પણ જીતીને શ્રેણી શું કામ ના જીતી શકે?
કેપ્ટન સારો દેખાવ કરે તો તેને અને ટીમને ઘણો મોટો ફાયદો થતો હોય છે. વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન સેમી માટે મેચ યાદગાર અને ઉત્સાજનક રહી હતી. ટીમના વિજય માટે અતિ મહત્ત્વના પૂરવાર થાય તેવા ૨૬૦ રનના સ્કોર માટે તેની આક્રમક બેટિંગનું યોગદાન હતું. તેણે કેટલાક કેચ છોડયા હતા પણ ભયજનક રોહિત શર્માને રન આઉટ કરવામાં તેનો દર્શનીય થ્રો જ નિર્ણાયક પૂરવાર થયો હતો.
રોહિત શર્મા પ્રત્યેક ઈનિંગમાં મને વધુને વધુ આદર જન્માવે છે. તેની ટેસ્ટ કેપ બહુ દુર નથી. રવીન્દ્ર જાડેજાની યુવા પ્રતિભા જોઈને પણ તેનું ઉજળુ ઓલરાઉન્ડર ભાવિ જોઉં છું.
ભારતની એક નબળાઈ એ લાગે છે કે તેઓના બોલરો આખરી ઓવરોમાં ઘણા વધુ રન આપીને હરિફ ટીમને ફરી મેચમાં લાવી દે છે. આ ઉપરાંત ટોપ ઓર્ડર નિષ્ફળ જાય છે અને મીડલ કે લોઅર ઓર્ડરના બેટ્સમેનો સન્માનજનક સ્કોર પર પહોંચાડે છે. વિન્ડિઝની પણ આવી જ સ્થિતિ છે. ઇરફાન પઠાણ કેવું પુનરાગમન કરે છે તે જોવું રસપ્રદ નીવડશે.
ભારત ભલે સંમત ના થતું હોય પણ 'ડીઆરએસ'ને કમસે કમ વનડેમાં અપનાવવું જોઈએ. બે નિર્ણયો ખરેખર શંકાસ્પદ હતા જે મેચનું ભાવિ બદલી શકે તેમ હતા.
હવે ઇંદોરમાં રમાનારી ચોથી વનડે ભારે રોમાંચક બની રહેશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved