Last Update : 07-Dec-2011, Wednesday
 
દરિયામાં તેલના કદડાના જોખમની આગાહી ભવિષ્યમાં શક્ય બનશે
 
મુંબઈ,તા.૬
ભારતના દરિયા કાંઠે અવારનવાર તણાઈ આવતા તેલના કદડા (ઓઈલ સ્પીલ્સ)ને લીધે ઊભા થતા જોખમને ખાળવા માટે ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગે નેશનલ એનવાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ (નીરી)ની મદદથી તણાઈ આવતા તેલના કદડાની આગાહી કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે.
પવનની દિશા અને દરિયાના વહેણને આધારે ખાસ સોફટવેરની મદદથી અનુમાન થઈ શકશે
હવાની દિશા અને સમુદ્રના વહેણને આધારે જહાજોમાંથી ઠલવાતો તેલનો કદડો કઈ તરફ તણાઈને જશે એનું અનુમાન ઓઈલ સ્પીલ્સ ફોરકાસ્ટીંગ સિસ્ટમને કારણે શક્ય બનશે.
ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ સતીષ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે જહાજમાંથી મોટા પ્રમાણમાં તેલ ઢોળાય એ વખતે જ તેને આગળ વધતું અટકાવવાના પ્રયાસ થાય છે. આથી તેને કાબૂમાં લેવામાં ઘણું મોડું થઈ જાય છે. પરંતુ તેલનો કદડો કઈ દિશામાં ઘસડાઈ શકે છે એની આગાહી થઈ શકે તો તાકીદની સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતો સમય રહે. 'નીરી' એવું સોફટવેર વિકસાવશે જેની મદદથી પવનની દિશા અને દરિયાના મોજા વિશે અનુમાન કરી શકાશે. ઉપરાંત ઓઈલ સ્પીલને પહોંચી વળવા માટે ઈમર્જન્સી ટીમ તૈયાર રાખવામાં આવશે.
તાજેતરમાં જ ભારતના દરિયા કાંઠે તેલના કદડાને લીધે વારંવાર જોખમ ઊભું થયું હતું. આમાં પણ સૌથી મોટું જોખમ મુંબઈના બારા નજીક એમએસસી ચિત્રા અને એમવી ખલિજિયા જહાજની અથડામણને લીધે ઊભું થયું હતો. આ જહાજો અથડવાથી ૮૭૯ ટન ઓઈલ દરિયામાં ઢોળાયું હતું. આને લીધે મુંબઈ, થાણે અને રાયગઢના દરિયાકિનારે મેનગ્રોવ્ઝ અને દરિયાઈ જીવનસૃષ્ટિને ભારે નુકસાન થયું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved