Last Update : 07-Dec-2011, Wednesday
 

મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક

 

વધારાની એફએસઆઇ મેળવવા માટે
પશ્ચિમના પરાં કરતાં પૂર્વના ઉપનગરોમાંથી મળેલી વધુ દરખાસ્ત
મુંબઇ, તા.૬
વધારાની એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) મેળવવા માગતા બિલ્ડરો મુંબઇ મહાપાલિકાની તિજોરી છલકાવવા માંડયા છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે વધુ પૈસા ચૂકવીને વધારાની ૩૩ ટકા એફએસઆઇ મેળવવા માટે બિલ્ડરોએ નાણાંની કોથળીઓ ખોલી નાખી છે. છેલ્લા થોડા અઠવાડિયા દરમિયાન બિલ્ડરોએ વઝારાની એફએસઆઇ મેળવવા માટે ૧૦૦ કરોડ રૃપિયા ચૂકવ્યાં છે.
નવેમ્બરની શરૃઆતથી બીએમસીને વધારાની એફએસઆઇ માટે કુલ ૪૮ દરખાસ્ત મળી હતી. આમાંથી ૩૧ પૂર્વના પરાંમાંથી અને ૧૩ પશ્ચિમના પરાંમાંથી મળી હતી. મુંબઇની રિયાલ્ટી માર્કેટ અત્યારે સ્થિર થઇ ગઇ હોવા છતાં મહાપાલિકા અને રાજ્ય સરકારનો એવો અંદાજ છે કે વધુ એફએસઆઇ મેળવવા માગતા બિલ્ડરો અને ડેવલપરો પાસેથી વાર્ષિક એક હજાર કરોડની કમાણી થશે. આ અઢળક આવકનો ઉપયોગ શહેરની માળખાકીય સવલતો સુધારવા પાછળ થશે.
મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં જમીનના ભાવનો ખ્યાલ આપતા રેડી રેકનેરને આધારે વધારાની એફએસઆઇ માટે પ્રિમિયમ દર વસૂલ કરવામાં આવે ચએ. અત્યારે મહાપાલિકા ૨૦૦૮ના રેડી રેકનરને આધારે બિલ્ડરો પાસેથી વધારાની એફએસઆઇ માટેનો પ્રિમિયમ દર વસૂલ કરે છે. ૨૦૦૮માં શહેરના જુદા જુદા વિસ્તારના નક્કી થયેલા જમીનના દર મુજબ બિલ્ડરો અને ડેવલપરો પ્રિમિયમ ચૂકવે છે. એક આર્કિટેક્ટે જણાવ્યું હતું કે ૨૦૧૧ કરતાં ૨૦૦૮નાં રેડી રેકનરના દર ૧૫થી ૩૫ ટકા ઓછા છે. આ જ કારણસર પ્રિમિયમના દર વધારવા માટે મહાપાલિકા રાજ્ય સરકાર પાસે રજૂઆત કરશે.
ઉપનગરોના બિલ્ડરો અને ડેવલપરો ૩૩ ટકા વધારાની એફએસઆઇ ખરીદી શકે એ માટે લાંબા સમયથી પડેલી દરખાસ્તને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે ગયા ઓક્ટોબરમાં મંજૂર કરી હતી.
મુંબઇની વાર્ષિક ટીડીઆર (ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ્સ) માર્કેટ ૨૫૦૦ કરોડ રૃપિયાની છે. આ માર્કેટ રાજકીય વગ ધરાવતા ડેવલપરોની ટોળકીના હાથમાં છે. ઉપનગરોના સંપૂર્ણ બાંધકામ ઉદ્યોગ આ વગદાર ટોળકી પર જ આધાર રાખવો પડે છે. પરાંમાં એક એફએસઆઇ અપાય છે. પરંતુ બિલ્ડરો આ ટોળકી પાસેથી ટીડીઆર ખરીદીને વધુ એક એફએસઆઇ મેળવી લે છે.
હવે બિલ્ડરોને ૩૩ ટકા એફએસઆઇ સરકાર પાસેથી જ સસ્તા દરે ખરીદવાની છૂટ મળી ગઇ છે. આથી જ બિલ્ડરોએ ટીડીઆર માર્કેટ ઉપર ૩૩ ટકા આધાર રાખવો પડશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved