Last Update : 07-Dec-2011, Wednesday
 
છ ફૂટ પાણી ભરેલી કેનાલમાં ટ્રાફિક PSI બાઇક સાથે પડયા

 

 

લાંભા ગામ નજીક કોઇલી તલાવડી પાસેની ઘટના
પાણીમાં પડવાના અવાજથી દોડી આવેલા લોકોએ પી.એસ.આઇને બહાર કાઢ્યાઃ ભારે જહેમત બાદ બાઇક નીકળી, વોકીટોકી ગુમ
અમદાવાદ, મંગળવાર
અમદાવાદ શહેરને અડીને આવેલા લાંભા ગામ નજીક કોઇલી તલાવડી પાસે ગત રાત્રે ૧ વાગ્યાના અરસામાં એક વિચીત્ર અકસ્માત સર્જાયો હતો. ક્રિકેટ મેચનો બંદોબ્સત પતાવીને બાઇક પર ઘરે પરત ફરી રહેલા એક ટ્રાફિક પી.એસ.આઇ એકાએક રસ્તાની બાજુમાં આવેલી અને છ ફુટ પાણીથી ભરેલી કેનાલમાં બાઇક સાથે ઉતરી પડયાં હતા.
પાણીમાં પડવાના અવાજથી કુતુહલવશ દોડી આવેલા આસપાસના લોકોએ ટ્રાફિક પી.એસ.આઇને તો બચાવી લીધા હતા, પરંતુ તેમની બાઇક બહાર કાઢવા માટે ફાયરબ્રીગેડની મદદ લેવી પડી હતી. અંતે ફાયરબ્રીગેડના જવાનોએ બાઇક પણ બહાર કાઢી આપી હતી, જો કે પી.એસ.આઇનો વાયરલેસ વોકીટોકી પાણીમાં ગુમ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ પી.એસ.આઇ કેવી રીતે પાણીમાં પડયાં? તે અંગે અનેક તર્કવિતર્ક પણ વહેતા થયા હતા.
ઘટના સમયે સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીનાં જણાવ્યંા અનુસાર, શહેર ટ્રાફિક વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એ.ડી પરમાર સોમવારે રાત્રે ૧ વાગ્યાંના અરસામાં ક્રિકેટ મેચનો બંદોબસ્ત પતાવીને પોલીસ બાઇક પર જેતલપુર સ્થિત પોતાનાં ઘરે પરત ફરી રહ્યાં હતાં. દરમિયાન લાંભા ગામ નજીકની કોઇલી તલાવડી આગળ એકાએક પી.એસ.આઇ પરમારે બાઇક પર કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સાથે બાજુમાંથી પસાર થતી નાની કેનાલમાં પડયાં હતા. અંદાજે છ ફુટ જેટલી પાણીથી ભરેલી કેનાલમાં રાત્રીના અંધકારમાં કોઇનો પડવાનો અવાજ સાંભળીને આસપાસમાં હોટલ ધરાવતા લોકો દોડી આવ્યાં હતા અને પી.એસ.આઇ એ.ડી પરમારને ભારે જહેમત બાદ બહાર કાઢ્યાં હતા. બીજી તરફ ઘટનાની જાણ ફાયરબ્રીગેડને કરાતાં જમાલપુર ફાયર સ્ટેશનના હર્ષદભાઇ રાવલ સહિતનો સ્ટાફ સ્થળ પર ધસી ગયો હતો અને પાણીમાં ખાબકેલી પોલીસની સફેદ રંગની બાઇકને બહાર કાઢી હતી, જો કે પી.એસ.આઇનો વાયરલેસ વોકીટોકી મળ્યો ન હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા દોડી આવેલી વટવા પોલીસે ટ્રાફિક પી.એસ.આઇને ઇમરજન્સી એમ્બ્યુલન્સ ૧૦૮ની જગ્યાએ પોતાની જીપમાં જ સારવાર અર્થે લઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.
ઉપરોક્ત ઘટના અંગે પોલીસબેડામાં અનેક તર્કવિતર્કો વહેતા થયા છે. જ્યારે વટવા પી.આઇ જી.પી ચૌહાણનું કહેવું છે કે, સામેથી આવતા મોટા વાહનની લાઇટ્સમાં આંખો અંજાઇ જતા પી.એસ.આઇએ બાઇક પર કાબુ ગ ુમાવ્યો હતો અને બાઇક સાથે કેનાલમાં ઉતરી પડયાં હતા. સદનસીબે એ.ડી પરમારને કોઇ ગંભીર ઇજા થઈ નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved