Last Update : 07-Dec-2011, Wednesday
 
વેકરિયામાં ફૂડ પોઇઝનિંગથી ૨૦૦૦ને અસર, ૨૦ ગંભીર

 

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના
અમદાવાદ,મંગળવાર
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વેકરિયા (કાયલા) ગામે આજે ફૂડ પોઇઝનિંગથી ૧૦૦૦થી વધુ લોકોને ઝાડા-ઉલટી થયા હતા. તાજિયા નિમિત્તે દૂધ કોલ્ડ્રિંક પીધા બાદ સાંજે છ વાગ્યા પછી લોકોને ઉલટીની ફરિયાદો શરુ થઇ હતી. જોતાજોતામાં ગામના ૫૦૦૦ લોકોમાંથી ૨૦૦૦થી વધુ લોકો ઝાડા-ઉલટીની ઝપટમાં આવી ગયા હતા.
મહોર્રમ નિમિત્તે દૂધકોંલ્ડ્રિંક પીધા બાદ ઝાડા-ઉલટી ઃ લોહીની ઉલટીઓ થવા છતાં આરોગ્ય તંત્ર મોડું પહોંચ્યાની ગામ લોકોની ફરિયાદો
જે લોકોએ વધુ ગ્લાસ દૂધ પીધું હતું તેને લોહીની ઉલટીઓ પણ થવા લાગી હતી. આ ઘટના પછી ગામના લોકોએ આક્ષેપ કર્યો હતો કે, આટલી ગંભીર ઘટના બન્યા છતાં આરોગ્ય તંત્રના કોઇ જવાબદાર અધિકારીઓ કે મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ન હતી. ૨૦થી વધુ ગંભીર લોકોને સાણંદ, વિરમગામ, બાવળાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં આવેલા કાયલા-વેકરિયા ગામમાં આજે તાજિયાનું જૂલુસ નીકળ્યું હતું. જૂલુસને જોવા માટે મોટી સંખ્યામાં ભેગા થનારા લોકો માટે અગ્રણીઓ અને સંસ્થાઓએ દૂધ કોંલ્ડ્રિક અને શરબતની વ્યવસ્થા કરી હતી. દિવસે દૂધ કોલ્ડ્રિંક બનાવવામાં ન પહોંચી શકાય તેમ હોઇ રાતે જ તેને બનાવી દેવાયું હતું. બાદમાં બપોર પછી આ કોંલ્ડ્રિંકને લોકોને પીરસવાનું શરુ કરાયું હતું. જોકે તેને પીધા બાદ લોકોને ઝાડા-ઉલટી શરુ થયા હતા. પાંચ-દસ લોકોથી શરુઆત થયા બાદ અડધાથી વધુ ગામ એટલે કે ૨૦૦૦ લોકો ઝાડા ઉલટીની ઝપટમાં આવી ગયા હતા. વેકરિયા ગામમાં તાજિયા જોવા માટે બહારના ગામમાંથી આવેલા લોકોને પણ ફૂડ પોઇઝનિંગ થતાં તેઓ પણ ઉલટીઓ કરવા લાગ્યા હતા.
આ વિશે ગામના અગ્રણી હકીમભાઇએ જણાવ્યું હતું કે, અમે ઘટનાની જાણ તાલુકાના અને જિલ્લાના આરોગ્ય અધિકારીઓને કરી હોવા છતાં તેમની મદદ આવી ન હતી. પરિણામે પરિસ્થિતિ વણસી હતી અને કેટલાકે તો લોહીની ઉલટીઓ કરી હતી. જિલ્લા આરોગ્ય તંત્રએ મેડિકલ ટીમોને ખૂબ મોડી મોકલી હતી. માત્ર નજીકના કુમરખાણ સરકારી આરોગ્ય કેન્દ્રમાંથી ત્રણ લોકોને ગામમાં મોકલી દેવાયા હતા. જોકે આ વિશે આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, ગામમાં ૨૦૦ લોકોને અસર થઇ હોવાની મને જાણ છે. જેમાં ૨૦ જેટલા ગંભીર લોકોને વધુ સારવાર અર્થે સાણંદ અને વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયા છે. ૩ ડોક્ટર અને ૬ પેરામેડિક સ્ટાફ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં સારવાર પણ શરુ કરી દેવાઇ હતી.
ઘટના બાદ ગુજરાત સમાચારે વિરમગામ અને સાણંદની હોસ્પિટલોમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વિરમગામની ગાંધી હોસ્પિટલમાં અસરગ્રસ્તોનો પ્રવાહ હોવા છતાં પૂરતી સંખ્યામાં ડોક્ટરો ન હતા. આ હોસ્પિટલમાં એક ડોક્ટર સિવાય અપડાઉન કરતાં હોઇ લોકોએ ગંભીર અવસ્થામાં નર્સો પાસે સારવાર લેવી પડી હતી. જેથી તેમના જાન પણ જોખમાયા હતા. સાણંદની હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં અસરગ્રસ્તોને દાખલ કરાઇ રહ્યા હતા. જોકે ઘટના ગંભીર હોઇ હોસ્પિટલમાં કેટલીક દવા-ઇન્જેક્શનો સ્ટોક ન હતો. જેથી હાજર ડોક્ટરોએ તેને મેડિકલ સ્ટોરમાંથી મંગાવવો પડયો હતો. આ લખાય છે ત્યાં સુધી સાણંદ-વિરમગામની હોસ્પિટલમાં અસરગ્રસ્તો આવવાનું ચાલુ જ હતું. બાવળા, અમદાવાદ ખાતે કેટલાક લોકોને ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડયું હતું.
જણાવ્યું હતું કે, અમે ઘટનાની જાણ તાલુકાના અને જિલ્લાના આરોગ્ય અધિકારીઓને કરી હોવા છતાં તેમની મદદ આવી ન હતી. પરિણામે પરિસ્થિતિ વણસતાં લોકોને સાદી ઉલટીઓમાંથી લોહીની ઉલટીઓ શરુ થઇ હતી. જિલ્લા આરોગ્ય તંત્રએ રાતે નવ વાગ્યા સુધી કોઇ પણ જવાબદાર અધિકારીઓ કે પૂરતા પ્રમાણમાં એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમો પણ મોકલી ન હતી. માત્ર નજીકના કુમરખાણ સરકારી આરોગ્ય કેન્દ્રમાંથી ત્રણ લોકોને ગામમાં મોકલી દેવાયા હતી. જોકે આ વિશે આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, ગામમાં ૨૦૦ લોકોને અસર થઇ હોવાની મને જાણ છે. જેમાં ૨૦ જેટલા ગંભીર લોકોને વધુ સારવાર અર્થે સાણંદ અને વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયા છે. ૩ ડોક્ટર અને ૬ પેરામેડિક સ્ટાફ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં સારવાર પણ શરુ કરી દેવાઇ હતી.
ઘટના બાદ ગુજરાત સમાચારે વિરમગામ અને સાણંદની હોસ્પિટલોમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વિરમગામની ગાંધી હોસ્પિટલમાં અસરગ્રસ્તોનો પ્રવાહ હોવા છતાં પૂરતી સંખ્યામાં ડોક્ટરો ન હતા. આ હોસ્પિટલમાં એક ડોક્ટર સિવાય અપડાઉન કરતાં હોઇ લોકોએ ગંભીર અવસ્થામાં નર્સો પાસે સારવાર લેવી પડી હતી. જેથી તેમના જાન પણ જોખમાયા હતા. સાણંદની હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં અસરગ્રસ્તોને દાખલ કરાઇ રહ્યા હતા. જોકે ઘટના ગંભીર હોઇ હોસ્પિટલમાં કેટલીક દવા-ઇન્જેક્શનો સ્ટોક ન હતો. જેથી હાજર ડોક્ટરોએ તેને મેડિકલ સ્ટોરમાંથી મંગાવવો પડયો હતો. આ લખાય છે ત્યાં સુધી સાણંદ-વિરમગામની હોસ્પિટલમાં અસરગ્રસ્તો આવવાનું ચાલુ જ હતું. બાવળા, અમદાવાદ ખાતે કેટલાક લોકોને ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડયું હતું.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved