Last Update : 07-Dec-2011, Wednesday
 
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
 
અમદાવાદ એરપોર્ટ પરથી પ્રતિબંધિત ડ્રગની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ
અમદાવાદ,મંગળવાર
ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ(ડીઆરઆઇ) અમદાવાદના અધિકારીઓએ ગઇકાલે એરકાર્ગો ખાતેથી જપ્ત કરેલા પાર્ટી ડ્રગ્સનો ૪૨ કિલો જથ્થો જપ્ત કર્યા બાદ આજે કુરીયર કંપનીના પડદા પાછળના માલિકના રહેઠાણેથી વધુ ૪૬ કિલો અને મહારાષ્ટ્રની સાંગલી ખાતેની ફેકટરી પર દરોડા પાડી વધુ ૮૦ કિલો કેટાએમફેટામાઇન નામનું પાર્ટી ડ્રગ જપ્ત કર્યું હતું. આમ, ડીઆરઆઇએ આ સમગ્ર ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આશરે રુ.૧૭ કરોડનો કુલ ૧૬૮ કિલો પાર્ટી ડ્રગનો જથ્થો જપ્ત કર્યો હતો. ડીઆરઆઇએ આ કેસમાં એનડીપીએસ એકટ હેઠળ તપાસ કાર્યવાહીનો દોર આરંભ્યો છે, જે ઘણું મહત્વનું મનાઇ રહ્યું છે.
સીજી રોડ પરની કુરીયર કંપની અને મહારાષ્ટ્રની સાંગલી ખાતેની ફેકટરી પર ડીઆરઆઇના દરોડા ઃ એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી
ડીઆરઆઇ, અમદાવાદ દ્વારા એરકાર્ગો ખાતેથી કુરીયર કંપનીના પાર્સલોમાંથી ૪૨ કિલો પ્રતિબંધિત સફેદ પાવડર જપ્ત કર્યા બાદ તેના ફોલોઅપમાં આ કન્સાઇનમેન્ટનો માલ શહેરના સીજી રોડ વિસ્તારમાં આવેલી અનસાઝ એક્ષ્પોર્ટનું નામ ખુલવા પામ્યું હતું. જેથી ડીઆરઆઇના અધિકારીઓએ આ કુરીયર કંપનીની સીજી રોડ પરની ઓફિસ પર દરોડા પાડી ઇનવોઇસ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જેના આધારે આ પ્રકરણમાં મહારાષ્ટ્રના સાંગલી ખાતે આવેલી કુમુદ ફાર્માનું નામ બહાર આવ્યું હતું. પરિણામે, ડીઆરઆઇએ તાત્કાલિક મુંબઇ ખાતે ડીઆરઆઇના કાઉન્ટરપાર્ટને એલર્ટ કરીને ત્યાંની ફેકટરી પર રેડ કરાવતાં ત્યાંથી વધુ ૮૦ કિલો પ્રતિબંધિત પાવડર(પાર્ટી ડ્રગ) મળી આવ્યો હતો.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, સાંગલી સ્થિત ફેકટરીનો માલિક મહારાષ્ટ્રમાં વગદાર રાજકીય સંબંધો ધરાવે છે અને અગાઉ પણ ડીઆરઆઇએ એક ટન જેટલો પાવડર તેમની ફેકટરીમાંથી જપ્ત કર્યો હતો અને તેની ધરપકડ પણ કરી હતી પરંતુ થોડા મહિનાઓ પહેલાં જ જામીન પર મુકત થયા બાદ તેણે આવી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. સેન્ટ્રલ ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટની જોગવાઇઓ મુજબ, આવી કોઇપણ પ્રતિબંધિત દવા બનાવવા માટે લાયસન્સ લેવાનું હોય છે અને તેમાં માલના ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવાનું હોય છે. તે સિવાયના વધુ કોઇ માલનું પ્રોડકશન કરીને માર્કેટમાં ડાયવર્ટ કરી શકાતો નથી કે તેની નિકાસ પણ કરી શકાતી નથી. તેમછતાં સરકારી નિયમોની ઐસીતૈસી કરીને ઉપરોકત ફેકટરીમાં લાયસન્સમાં નિર્દિષ્ટ પ્રમાણ કરતાં વધુ માલનું ઉત્પાદન કરાયું હતું. જેનું એક કન્સાઇનમેન્ટ અમદાવાદની કુરીયર કંપનીનું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સેન્ટ્રલ ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલના નિયમો ઉપરાંત જે તે રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટનું પણ મોનીટરીંગ થતું હોય છે તેમછતાં આવું પાર્ટી ડ્રગ બનાવીને વિમાની માર્ગે અખાતી દેશોમાં મોકલવાની પેરવી કરવાનો આ કિસ્સો પકડાતાં ડીઆરઆઇ ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓની સીન્ડીકેટ સુધી પહોંચે તેવી શકયતા છે. બીજીબાજુ, સીજી રોડ પરની કુરીયર કંપની અનસાઝ એક્ષ્પોર્ટના પડદા પાછળના માલિક સુજલ પટેલ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. અગાઉ ૨૦૦૮માં અમદાવાદ કસ્ટમે સુજલ પટેલની એસીએક્સ ઇન્ટરનેશનલ કુરીયર કંપની દ્વારા એરકાર્ગો ખાતે મંગાવાયેલું ઇન્ટરનેશનલ સીગારેટનું કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું હતું અને તેની કુરીયર કંપનીનું લાયસન્સ પણ રદ કર્યું હતું. ત્યારબાદ તેમણે તેમના પરિવારના નજીકના કોઇ સભ્યના નામે અનસાઝ નામની કુરીયર કંપની શરુ કરી હોવાનું મનાઇ રહ્યું છે. ડીઆરઆઇના અધિકારીઓએ અત્યારસુધી કેટલા કન્સાઇનમેન્ટ મોકલાયા?, કોણે મંગાવ્યા તે સહિતની દિશામાં તપાસ ચલાવી છે. ડીઆરઆઇએ આ કેસમાં એનડીપીએસ હેઠળ તપાસ કાર્યવાહીનો દોર ચલાવ્યો છે.
બીજીબાજુ, ડીઆરઆઇને આ સમગ્ર પ્રકરણમાં હવાલાની પણ આશંકા છે. કારણ કે, માલનું પેમેન્ટ હવાલાથી મળ્યું હોવાની આશંકાને પગલે ડીઆરઆઇએ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved