Last Update : 07-Dec-2011, Wednesday
 

'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ

 

'બોણી' માટે કિન્નરો વચ્ચે આંતરિક લડાઈની ચરમસીમારૃપે
અમદાવાદ, મંગળવાર
અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષથી કિન્નરોના જૂથ વચ્ચે 'બોણી' ઉઘરાવવા ચાલતી લડાઈમાં જ સોનિયાદે ઉર્ફે ઈમરાન અજમેરીની હત્યા સંજુમાસીએ કરાવી હતી. પાંચ જ વર્ષમાં અમદાવાદમાં કિન્નરો ઉપર પ્રભૂત્વ મેળવી 'કરોડપતિ કિન્નર' બની ગયેલી સોનિયાદેની પ્રવૃત્તિના કારણે પોતાનું અસ્તિત્વ જોખમમાં આવી ગયાનું માનીને સંજુમાસી ઉર્ફે સંજય ગોવિંદભાઈ નાગરે 'બોયફ્રેન્ડ' શહેજાદ છીપા મારફતે મધ્યપ્રદેશના શાર્પશુટર ગણેશને બોલાવ્યો હતો. વીસ દિવસથી અમદાવાદ આવી સંજુમાસીને ત્યાં રહેતા ગણેશને હત્યા બાદ બે લાખ રૃપિયા ચૂકવાયા હતા. પોલીસે શહેજાદ છીપા, સોનિયાદેનો પીછો કરનાર વસીમ સિપાઈ અને ગણેશનો સંપર્ક કરાવનાર રેનુ રાજપૂતની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જ્યારે, હત્યા કરાવનાર સંજુમાસી ૭૦ ટકા દાઝેલી હોવાથી ઘરમાં જ 'નજરકેદ' છે.
સંજુમાસીએ 'બોયફ્રેન્ડ' શહેજાદ છીપા મારફતે મધ્યપ્રદેશના 'શાર્પશૂટર' ગણેશને બોલાવ્યોઃ પીછો કરી તક મળતાં હત્યા
ગત તા. ૨૪ નવેમ્બરે રાતે નહેરૃ બ્રિજના છેડે પાર્કિંગ પ્લોટ પાસે સોનિયાદેની ચાર ગોળી મારી હત્યા કરવામાં આવી ત્યારથી પ્રોફેશનલ કિલીંગની વાત પોલીસ કરતી હતી. કારંજ પોલીસ અંધારામાં ફાંફા મારતી હતી ત્યારે સમાંતર તપાસ કરતી ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીની ધરપકડ કરી હત્યાનું રહસ્ય ઉકેલી નાંખ્યું છે. ક્રાઈમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર મોહન ઝાએ જણાવ્યું કે, આરોપી (૧) શહેજાદ હનિફભાઈ બાકાવાલા (છીપા,ઉ.વ. ૨૫, છીપાવાડ, જમાલપુર) (૨) વસીમ ઉર્ફે વાસુ હારૃનભાઈ સિપાઈ (ઉ.વ. ૨૪, લાંબી શેરી, જમાલપુર) અને (૩) ગુમાનસિંહ ઉર્ફે રેનુ નિર્ભયસિંહ રાજપૂત (ઉ.વ. ૨૫, સિરોમણી પાર્ક, નવા નરોડા)ની સોનિયાદે હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, 'કરોડપતિ કિન્નર' અને ઓલ ઈન્ડીયા વ્યંઢળ સમાજની પ્રમુખ સોનિયાદે ઉર્ફે ઈમરાન અજમેરીએ વ્યંઢળ સમાજમાં એવો દબદબો જમાવ્યો હતો કે, કટ્ટર હરીફ સંજુમાસી ઉર્ફે સંજય નાગર માટે અસ્તિત્વનો સવાલ આવી ગયો હતો. આથી, દિવાળીના ચાર-પાંચ દિવસ પહેલા સંજુમાસીએ તેના 'બોયફ્રેન્ડ' શહેજાદને સોનિયાદેનું કાસળ કાઢવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. શહેજાદે તેના મિત્ર રેનુ રાજપૂત મારફતે મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના પોરસા ગામના શાર્પશુટર ગણેશનો સંપર્ક કર્યો હતો.
સંજુમાસીએ એક લાખ રૃપિયા આપતાં શહેજાદ અને રેનુ મધ્યપ્રદેશના પોરસા ગામે ગયા હતા અને ગણેશને મળ્યા હતા. રૃા. ૮૦ હજારમાં પિસ્તોલ અને ૧૫ કારતૂસ ખરીદ્યા હતા. 'દિવાળી પછી કામ કરવા અમદાવાદ આવશે' તેવી વાત ગણેશે કરી હતી. તા. ૩ નવેમ્બરે ગણેશ અમદાવાદ આવ્યો હતો અને સંજુમાસીના ઘરે જ રોકાયો હતો. સોનિયાદેને મારવા યોગ્ય તક મેળવવા શહેજાદે તેના મિત્ર વસીમ સિપાઈને પૈસાની લાલચ આપીને પીછો કરવા માટે ગોઠવ્યો હતો.
તા. ૨૪ના સાંજે સોનિયાદે ઘરેથી નીકળી રીલીફ રોડ થઈ નહેરૃ બ્રીજના છેડે પાણીપુરી ખાવા ઉભી રહી ત્યારે વસીમે શહેજાદને ફોન કર્યો હતો.
શહેજાદ બાઈક ઉપર ગણેશને પાછળ બેસાડી આવ્યો હતો અને થોડેદૂર ઉભો રહ્યો હતો. ગણેશે સોનિયાદેની નજીક જઈને બે રાઉન્ડ છોડયા હતા. સોનિયા દોડીને રોડની બીજી તરફ નાસતા પાછળથી બે ગોળીઓ છોડી હતી. સોનિયા ઢળી પડતાં શહેજાદ, ગણેશ અને વસીમ સીધા જ સંજુમાસીને ત્યાં પહોંચ્યા હતા. સંજુમાસીએ રૃા. બે લાખ આપતાં ત્રણે આરોપી ખાનગી બસમાં રાજસ્થાન થઈ મધ્યપ્રદેશમાં ગણેશના વતન પહોંચ્યા હતા. વધુ પૈસા લેવા માટે ત્રણે'ય આવ્યા ત્યારે ક્રાઈમ બ્રાંચે પકડી પાડયા છે.
ક્રાઈમ બ્રાંચના એ.સી.પી. મયૂર ચાવડાએ જણાવ્યું કે, શાર્પશુટર ગણેશ હજુ સુધી પકડાયો નથી. પરંતુ, સંજુમાસીએ યોજાયેલા ષડયંત્રમાં મહત્વની ભૂમિકા ભજવનાર ત્રણ આરોપી પકડાઈ ગયા છે. ૭૦ ટકા દાઝેલા સંજુમાસી ઉપર અમરાઈવાડીમાં તેના ઘરે જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ત્રણેય આરોપી કારંજ પોલીસને સોંપાયા છે, વધુ તપાસ કારંજ પોલીસ કરશે.

'વ્યંઢળોના લોહીયાળ વેરઝેર'ની આંતરિક કહાની
'એક ગુરૃના બે ચેલા' સંજુ અને સોનિયાદે 'કટ્ટર દુશ્મન' કેમ થયા?
'સોનિયાદે'ની હત્યા થઈ ને સંજુ આરોપી બની જતાં ગુરૃ 'ભાવનાદે' ફરી સર્વેસર્વા થશે?
અમદાવાદ, મંગળવાર
સોનિયાદેની હત્યા કેસની તપાસ કરતી ક્રાઈમ બ્રાંચે દોઢ ડઝન જેટલા કિન્નરો અને તેમની સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમ્યાન પાંચ-છ વર્ષથી વ્યંઢળોના લોહીયાળ વેરઝેરની આંતરિક કહાની સપાટી પર આવી છે.
ભાવનાદે નામના વ્યંઢળના બે ચેલા સંજુદે ઉર્ફે સંજય ગોવિંદ નાગર અને સોનિયાદે ઉર્ફે ઈમરાન અજમેરી સરખી ઉંમરના હતા. ભાવનાદે પાસે દિક્ષા લીધા બાદ વર્ષ ૨૦૦૫-૦૬માં સોનિયાદે સંજુદેને ત્યાં રહેવા લાગી હતી. સંજુમાસીને ત્યાં તમામ કામ કરતી સોનિયાદે ઝાકઝમાળ જોઈ અંજાઈ હતી. સમય જતાં સોનિયાદે અલગ પડી હતી. બીજી તરફ, ભાવનાદે અને સંજુમાસી વચ્ચે મનદુઃખ થતાં સોનિયાદે અને ભાવનાદે વધુ નજીક આવ્યા હતા. આથી, સોનિયાદેને છૂટ્ટો દોર મળ્યો હતો. એક તબક્કે તો સંજુમાસી અને સોનિયાદે મ્યુનિ.ની ચૂંટણી પણ લડયા હતા. સોનિયાદેએ વધુ 'બોણી' મળતી હોવાથી પશ્ચિમ વિસ્તારમાં ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. વર્ષ ૨૦૦૭-૦૮ના ગાળામાં બે કિન્નરોના જૂથ વચ્ચે મારામારીની સામસામી ડઝનેક ફરિયાદો નોંધાઈ હતી. આ જ અરસામાં સંજુમાસી ઉપર સોનિયાદેએ એસિફ ફેંકાવ્યાના આક્ષેપો થયા હતા. કાયદો જાણવા લાગેલી અને શો-બાજીમાં અગ્રેસર સોનિયાદેનું જૂથ મજબૂત બનવા લાગ્યું હતું. વર્ષ ૨૦૦૮માં ફાયરિંગ વખતે પણ સોનિયાદેએ સંજુમાસી અને શહેજાદ ઉપર શંકા વ્યક્ત કરી હતી. જો કે, આ પછી સોનિયાદેએ વધુમાં વધુ કિન્નરોને પોતાના જૂથમાં લાવવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અખત્યાર કરી હતી.
પોલીસ કહે છે કે, દરરોજ પાંચ આંકડાની 'બોણી'ની આવકથી સોનિયાદે મજબૂત બનવા સાથે સ્વચ્છંદી બની ગઈ હતી. એક સમયે સાથે રહેતા એક જ ગુરૃના બે ચેલા સામસામે આવી ગયા. પણ, 'કરોડપતિ કિન્નર' સોનિયાદેનું સામ્રાજ્ય આખા અમદાવાદમાં સ્થપાયું હતું. આ સ્થિતિમાં સંજુમાસી, ગુરૃ ભાવનાદે સહીતના કિન્નરો બાજુએ ધકેલાયા હતા અને આવક અને વિસ્તારો સિમીત રહી ગયા હતા. દિલ્હીમાં કિન્નર સંમેલનમાં ઓલ ઈન્ડીયા વ્યંઢળ સમાજના પ્રમુખ બન્યાના થોડા જ દિવસમાં સોનિયાદેની હત્યા થઈ છે. કિન્નર સમાજ અને પોલીસમાં પણ એવો સવાલ છે કે- સોનિયાદેની હત્યા થઈ છે અને તેની એક સમયની સાથી સંજુમાસી આરોપી બની છે. ગુરૃ ભાવનાદે ફરી અમદાવાદ કિન્નર સમાજના સર્વેસર્વા બનશે? કે લોહીયાળ બનેલી લડાઈ નવો વળાંક લેશે?

સોનિયાદેની હત્યાના વીસ દિવસમાં બે પ્રયાસ કરેલા
* સોનિયાદેની હત્યા માટે શાર્પશુટર ગણેશ મધ્યપ્રદેશથી ૩ નવેમ્બરે આવ્યો હતો. પડછાયાની માફક સોનિયાદેની પાછળ ફરતા વસીમની બાતમીથી આઈ.આઈ.એમ. પાસે અને શિવરંજની પાસે સોનિયાદેની હત્યા કરવા શહેજાદ અને ગણેશ પહોંચ્યા હતા. પરંતુ, પકડાવાના ડરથી ફાયરિંગ કર્યા નહોતા. દિવાળી અને ઈદ પછી આવેલો ગણેશ સોનિયાદે દિલ્હી જતાં સંજુમાસીને ત્યાં જ રોકાયો હતો.

'સંજુમાસીને હેરાન કરે છે' તેમ કહી ગણેશને મનાવ્યો
* સોનિયાદેની હત્યા માટે શાર્પશુટર ગણેશે પહેલાંથી રકમ નક્કી કરી નહોતી. શહેજાદે તેને જણાવ્યું હતું કે, 'પથારીવશ સંજુમાસીને હેરાન કરે છે તે સોનિયાદે હત્યાની ગેમ કરવાની છે.' આ વાતથી માની ગયેલા ગણેશે 'ખુશ થઈને પૈસા આપી દેજો' તેવી વાત કરી હતી. હત્યા બાદ બે લાખ લઈને ગયેલો ગણેશ હજુ પકડાયો નથી. ગણેશને તેના વતન મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં જઈ પકડવાનું આસાન નથી. પોલીસ કહે છે- ચંબલના આ વિસ્તારમાં પોલીસ ઉપર પણ હુમલા થાય છે.

ટેલીફોનિક વાતચીત પરથી સંજુમાસીનો ભાંડો ફૂટયો
* સોનિયાદેની હત્યા કોણે કરી? તે મુદ્દે અનેક થિયરીથી કારંજ પોલીસ ગોથે ચડી હતી. આ તબક્કે સમાંતર તપાસ કરતી ક્રાઈમ બ્રાંચે શકમંદોની કોલ ડીટેઈલ્સ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. નહેરૃ બ્રિજ નજીકના ટાવરમાં સંજુમાસીના બોયફ્રેન્ડ શહેજાદનો નંબર હત્યાની રાતે આવ્યા બાદ અમરાઈવાડીમાં લોકેશન મળ્યું હતું. મધ્યપ્રદેશમાં વાતચિત થયાની વિગતો બાદ તપાસમાં હત્યા કેસ ઉકેલાયો હતો. બાદમાં, બાતમી પરથી અમદાવાદ આવેલા આરોપી પકડાયા છે.

સંજુમાસી તેમના ઘરમાં પોલીસની 'નજરકેદ'માં
* સોનિયાદેની હત્યા માટે શાર્પશુટર બોલાવનાર કિન્નર સંજુમાસી ઉર્ફે સંજય નાગર ચાર-પાંચ વર્ષ પહેલાં એસિડ છંટાયા પછી એકાંત જ પસંદ કરતા હતા. એવામાં દોઢ-બે માસ પહેલાં અકસ્માતે શરીર પર ગરમ પાણી પડતાં ૭૦ ટકા દાઝેલા સંજુમાસી પથારીવશ છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપી હિમાંશુ શુક્લએ કહ્યું કે, આરોપી પકડાતાં સંજુમાસીની પૂછપરછ કરી બંદોબસ્ત ગોઠવાયો છે. હવે, કારંજ પોલીસ બંદોબસ્ત ગોઠવી વિશેષ કાર્યવાહી કરશે.

'પઠાણી ઉઘરાણી'ની માફક 'બોણી' વસૂલવાની ફરિયાદો
* સોનિયાદેના જૂથના અમુક વ્યંઢળો પઠાણી ઉઘરાણી કરવા નીકળતા હોય તે રીતે મોટી રકમની 'બોણી' ઉઘરાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. એસ.જી. હાઈવેના શો-રૃમમાં આ પ્રકારે બોણી ઉઘરાવવાનો મામલો સેટેલાઈટ પોલીસ સુધી પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, સામાન્યતઃ કિન્નરો શુભ પ્રસંગોએ યજમાન ખૂશ થઈ આપે તે 'બોણી' સ્વિકારતા હોય છે. પણ, અનેક કિસ્સામાં પાંચ આંકડાની બોણી માટે મર્યાદા ચૂકાતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved