Last Update : 07-Dec-2011, Wednesday
 

આમિર ખાનને કારણે લોકો સરોગસીને સ્વીકારતાં થાય એવી શક્યતા

 

આમિરે બહાર પાડેલો પત્ર આઇવીએફ વિશેના લોકોના ખ્યાલ બદલી નાખશે એવો તબીબોનો મત
મુંબઇ તા.૬
સોમવારે બોલીવૂડની કેટલીક નવો ચીલો ચાતરનાર ફિલ્મોનો નિર્માતા અને અભિનેતા આમિર ખાન એક જ નિવેદન વડે આઇવીએફ (ઇન-વિટ્રો ફર્ટિલાઇજેશન અર્થાત કૃત્રિમ ગર્ભાધાન) અને સરોગસી (કુખ ભાડે રાખીને બાળકના કરાવાતા જન્મ)નો 'પોસ્ટર' બની ગયો હતો. આ બંને શબ્દો વિશે જાહેરમાં ચર્ચા કરતાં પણ ભારતીયો સંકોચ અનુભવે છે. આમિરે સરોગસીનું એક પ્રકારે એન્ડોર્સમેન્ટ જ કર્યું છે અને આ એન્ડોર્સમેન્ટ મુંબઇમાં સરોગસીને લગતા વિવાદોના વરસમાં આવ્યું છે. આ વરસે અમુક એવા કિસ્સા બન્યા હતા. જેમાં વિદેશીઓને સરોગસી મારફત જન્મેલા બાળકો 'દેશવિહોણા' ગણાયા હતા કારણ કે એમના મા-બાપના વતનનો દેશ સરોગસીને માન્યતા નથી આપતો.
તબીબી સમાજ એવું માને છે કે આમિરે પુત્ર જન્મની જાહેરાત કરતો બહાર પાડેલો પત્ર આઇવીએફ વિશેના લોકોના ખયાલને બદલી નાખશે. ૨૫ વરસ પહેલા મુંબઇની કેઇએમ હોસ્પિટલમાં ભારતની પ્રથમ ટેસ્ટ-ટયુબ બેબીનો જન્મ કરાવનારા ડૉ. ઇન્દિરા હિન્દુજાએ પોતાના પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે 'આમિરે એ વિશે વાત કરીને સારું કર્યું એ ટોચનો સ્ટાર છે અને હવે લોકો કદાચ સરોગસી ટ્રીટમેન્ટ કરાવવામાં અને એવિશે બોલવામાં સંકોચ નહિ કરે.'
ઇન્ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ડૉ. હૃષિકેશ પાઇએ જણાવ્યું હતું કે આમિરના નિવેદનથી સરોગસી મેડિસીનના મુખ્ય પ્રવાહમાં આવી જશે પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે આમિરના આ રીતે જાહેરમાં બોલવાથી લોકો આઇવીએફની દુનિયાને સ્વીકારતા થશે,' એમ જણાવતા ડૉ. પાઇએ ઉમેર્યું હતું કે મારા પર માજી દર્દીઓના એમ જણાવતા ફોન આવે છે કે અમે તમારા સેંટરની એક મિત્ર કે કુટુંબીજનને ભલામણ કરી છે. સાથોસાથ તેઓ એવું કહેવાનું પણ ચુકતા નથી કે અમે અગાઉ તમારી પાસે આઇવીએફની ટ્રીટમેંટ કરાવી હતી એની પેલા ભાઇને ખબર ન પડવી જોઇએ.'
આમિરના એન્ડોર્સમેન્ટની સકારાત્મક અને નકારાત્મક બંને અસર થઇ શકે છે એમ જણાવતા ઇન્ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ડૉ. અનિરુધ્ધ માલપાની ઉમેરે છે કે 'સામાજિક અભિગમો નક્કી કરવામાં સેલિબ્રિટીઝ મોટો ભાગ ભજવે છે. આમિર ખાને સંતાન મેળવવા સરોગસીનો ઉપયોગ કરી એને અખબારી નિવેદન દ્વારા જાહેરાત કરી છે. એને પગલે બીજા ઘણા સંતાન વિહોણા યુગલો આ વિકલ્પ વિશે વધુ જાણવા ઉત્સુકતા બતાવશે,'
એની ખરાબ અસર એવી થશે કે સરોગસીનો હવે પરિવાર વિસ્તારવા માટેની પધ્ધતિ તરીકે વધુ સ્વીકાર થશે. 'જોખમ એવું છે કે બીજા સંતાનવિહોણા દંપતીઓ આમિરના માર્ગનું આંધળું અનુકરણ કરશે. એમાં સરોગસીનો દુરુપયોગ, વધુ પડતો ઉપયોગ અને ગેરઉપયોગ થઇ શકે છે એમ ડૉ. માલપાનીએ વધુમાં જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved