Last Update : 07-Dec-2011, Wednesday
 
રૃ માં નોર્થની મિલો માટે ૩૦૦૦ ગાંસડીના વેપારો થયા ઃ ન્યુયોર્ક વાયદો ઉંચકાયો

 

મુંબઈ રૃ બજારમાં આજે ભાવો સૂસ્ત રહ્યા હતા. મથકોએ સ્પોટ પર નવા કામકાજો છૂટાછવાયા રહ્યા હતા. ઓલ ઈન્ડિયા દૈનિક સરેરાશ આવકો પણ જો કે ૯૦ હજારથી લાખ ગાંસડી આસપાસ જળવાઈ રહી છે. આવકો અપેક્ષા મુજબ વધતી નથી એ પ્રશ્ને બજારમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. વિશ્વ બજારના સમાચારો જો કે મજબૂતાઈ બતાવતા હતા. ઘરઆંગણે આજે સ્પોટના ભાવો મણના નોર્થ બાજુ નરમાના જાતવાર નીચામાં રૃ.૩૩૮૦થી ૩૪૯૦ તથા ઉંચામાં રૃ.૩૪૪૦થી ૩૪૬૦ રહ્યાના સમાચારો હતા. ગુજરાત સંકર-૪ના ભાવો રૃ.૩૫૩૦૦થી ૩૫૫૦૦ તથા એમ.પી. અને મહારાષ્ટ્ર બાજુ રૃ.૩૪૩૦૦થી ૩૪૫૦૦માં નોર્થની મિલો માટે આશરે ૩૦૦૦ ગાંસડીના વેપારો થયાની ચર્ચા હતી. દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે ૧૬, ૩૮ અને ૫૭ પોઈન્ટનો ચમકારો બતાવી રહ્યા હતા. ચીનમાં રૃના ભાવો નીચા રહેતાં ખેડૂતોએ ઓછું વાવેતર કરવા મનસુબો બનાવ્યાના સમાચારો હતા. ચીનમાં પાક ૭૨.૮૦ લાખ ટન ચાલુ વર્ષે (૨૦૧૧) મનાઈ રહ્યો છે જે પાછલા વર્ષથી ૯.૩૦ ટકા વધુ રહ્યો છે જયારે વાવેતર ઘટતાં ૨૦૧૨માં ઉત્પાદન ઘટવાની શક્યતા હવે જાણકારો બતાવી રહ્યા છે.
એરંડા વાયદામાં ઉભરા જેવા ઉછાળા ઃ વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવો ઘટયા
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદામાં ભાવો આરંભમાં વધ્યા પછી તૂટયા હતા, વિવિધ ઉત્પાદક મથકોએ આજે બેંક હોલીડે વચ્ચે એરંડાની આવકો માર્કેટ યાર્ડો તથા પીઠાઓમાં ઓછી રહી હતી અને મથકોએ બુધવારે (આજે) આવકો બે દિવસની ભેગી-વધુ આવશે એવી આશાએ એરંડા વાયદામાં ઉછાળે ખેલાડીઓ વેચવાલ રહ્યા હતા. મુંબઈ એરંડા ડિસે.ના ભાવો રૃ.૩૯૧૪ વાળા આજે રૃ.૩૯૨૬ ખુલી રૃ.૩૯૪૨ રહ્યા પછી નીચામાં રૃ.૩૮૮૫ બંધ રહ્યા હતા જયારે નવા માર્ચ વાયદાના ભાવો રૃ.૩૬૪૧ વાળા રૃ.૩૬૪૦ ખુલી રૃ.૩૫૮૫ બંધ રહ્યા હતા. ડિ સે.માં ૬૦ ટન તથા માર્ચમાં ૪૦ ટનના વેપારો થયા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૧૭૫ વાળા શાંત હતા. દિવેલમાં પણ વધઘટ સાંકડી રહી હતી, રાજકોટ જૂનો વાયદો રૃ.૩૯૨૬ ખુલી છેલ્લે રૃ.૩૮૮૪ જયારે નવો વાયદો જૂના કરતાં રૃ.૩૦૦ જેટલો નીચો રહ્યાના સમાચારો હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨ પોઈન્ટ પ્લસમાં રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૨૧ પોઈન્ટ નરમ રહ્યા હતા જયારે મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે ૩૭ પોઈન્ટ નરમ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે પામતેલમાં ૨૫૦થી ૩૦૦ ટનના વેપારો રિફા.ઓના રહ્યા હતા. રિસેલ-હવાલામાં ખાસ વેપારો ન હતા. મુંબઈ હાજર બજારમાં ભાવો પામતેલના છેલ્લે સાધારણ ઘટી રૃ.૫૭૬થી ૫૭૭ તથા સીપીઓના રૃ.૫૧૨ રહ્યા હતા. સોયાતેલ રિફા.ના ભાવો રૃ.૬૨૩થી ૬૨૪ તથા ડિગમના રૃ.૬૧૦ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૮૬૦ થઈ છેલ્લે રૃ.૮૫૫ રહ્યા હતા જયારે રાજકોટ બાજુ છેલ્લે ભાવો રૃ.૮૫૦થી ૮૫૫ જયારે ૧૫ કિલોના ભાવો રૃ.૧૩૧૫થી ૧૩૨૦ રહ્યા હતા. ત્યાં છેલ્લે કોટન વોશ્ડ રૃ.૫૯૫થી ૫૯૮ રહ્યું હતું. મુંબઈમાં ભાવો કપાસિયા તેલના વધી છેલ્લે રૃ.૬૧૦, સન ફલાવરના રૃ.૬૪૦, રિફા.ના રૃ.૭૦૦, મસ્ટર્ડના રૃ.૬૯૫ રહ્યા હતા. ઈન્દોર બાજુ આજે ૨૪થી ૨૫ હજાર ગુણીની આવકો સોયાબીનની આવી હતી. ત્યાં સોયાતેલના ભાવો છેલ્લે રૃ.૫૭૨થી ૫૭૬ તથા રિફા.ના રૃ.૬૦૫થી ૬૦૮ રહ્યાના સમાચારો હતા. ત્યાં ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૬૪૩૨ વાળો આજે છેલ્લે રૃ.૬૪૦.૧૦ આસપાસ રહ્યો હતો.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved