Last Update : 07-Dec-2011, Wednesday
 
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો

 

નવી દિલ્હી, મંગળવાર
ચાલુ ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષના પ્રથમ આઠ માસ દરમિયાન પ્રત્યક્ષ કરની ચોખ્ખી વસુલાત ૮.૬૩ ટકા વધીને રૃા. ૨,૩૫,૩૩૩ કરોડ નોંધાઈ છે. આ આંકડા સાથે અન્ય એક મહત્વની બાબત પર નજર કરીએ તો દેશના બે મેગા સીટી દિલ્હી અને મુંબઈએ કરની વસુલાતમાં પીછેહઠ નોંધાવી હતી. જ્યારે નાના શહેરો કરની વસુલાતમાં ટોચ પર રહ્યા હતા.
ચાલુ નાણા વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર સુધી દેશની પ્રત્યક્ષ કરની વસુલાતમાં ૮.૬૩ ટકાનો વધારો
૨૦૧૧-૧૨ના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન દિલ્હી ખાતે પ્રત્યક્ષ કરની વસુલાત રૃા. ૩૨,૭૫૦ કરોડ રહી હતી. જે ગત વર્ષે સમાન સમયમાં રૃા. ૩૩,૨૪૬ કરોડ હતી. આમ પ્રત્યક્ષ કરની વસુલાતમાં ૧.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે મુંબઈ ખાતે ચાલુ વર્ષના પ્રથમ આઠ માસમાં રૃા. ૭૨૫૧૬ કરોડની વસુલાત થઈ હતી. જે ગત વર્ષે સમાન સમયમાં રૃા. ૭૨,૪૪૫ કરોડ હતી. આમ, વસુલાતમાં માત્ર ૦.૧ ટકાનો વધારો નોંધાયો હતો.
મેગાસીટીના આંકડા સામે નાના શહેરોની વાત કરીએ તો, સૂચિત સમય દરમિયાન ભુવનેશ્વર ખાતે રૃા. ૪૧૮૭ કરોડની પ્રત્યક્ષ કરની વસુલાત થઈ હતી. જે ગત વર્ષે રૃા. ૨૭૪૪ કરોડ હતા. આમ, વસુલાતમાં ૫૨.૬ ટકાનો વધારો થયો છે. ત્યારબાદ, જયપુર ખાતે પ્રત્યક્ષ કરની વસુલાત ૪૩.૨ ટકા વધીને રૃા. ૩૪૩૧ કરોડ (૨૩૯૫ કરોડ), ભોપાલ ખાતે ૩૫.૫ ટકા વધીને રૃા. ૫૮૦૯ કરોડ (૪૨૮૮ કરોડ) અને ચંદીગઢ ખાતે ૩૪ ટકા વધીને રૃા. ૧૧૫૯૪ કરોડ (૮૬૫૯ કરોડ) થઈ હતી.
અમદાવાદ ખાતે પણ આ આંકડા ઊંચા રહ્યા હતા. અમદાવાદ ખાતે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન પ્રત્યક્ષ કરની વસુલાત ૨૯ ટકા વધીને રૃા. ૧૦૯૪૨ કરોડ રહી હતી. જે ગત નાણાં વર્ષે સમાન સમયમાં રૃા. ૮૪૮૫ કરોડ રહી હતી. આમ, પ્રત્યક્ષ કરની વસુલાતમાં ટોચના પાંચ શેરોમાં અમદાવાદે સ્થાન મેળવ્યું હતું. આ સિવાય લખનૌ, કોચી, પટના, પુણે, ગૌહાતી જેવા શહેરોમાં પણ કરની વસુલાતમાં સંગીન સુધારો જોવા મળ્યો હતો.
દેશના અન્ય બે મેગા સીટીમાં ચેન્નાઈની પ્રત્યક્ષ કરની વસુલાત ૧૫ ટકા વધીને રૃા. ૧૭૩૮૨ કરોડ (૧૫૧૧૬ કરોડ) અને કોલકાતાની વસુલાત ૭ ટકા વધીને રૃા. ૧૦૫૩૮ કરોડ (૯૮૪૮ કરોડ) થઈ હતી. જ્યારે કાનપુરની પ્રત્યક્ષ કરની વસુલાત ૧૨.૮ ટકા ઘટીને રૃા. ૧૦૫૪ કરોડ (૧૨૦૯ કરોડ) થઈ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved