Last Update : 07-Dec-2011, Wednesday
 

ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી

 

ઓડિટ કરતી પેઢીઓએ પણ તેમના કર્મચારીઓની સંખ્યા વધારી
મુંબઈ, મંગળવાર
કોર્પોરેટ કૌભાંડોની હારમાળા, રોકાણકારો અને માલિકો વચ્ચે વધતા સંઘર્ષો અને કંપનીઓ પોતાના કામકાજોને તપાસીને ખર્ચ ઘટાડવા માગતી હોવાથી અગમચેતીના પૂરતા અને કડક પગલાની તેમની માગ વધી છે તેથી ભારતમાં ઓડિટ અને કન્સલ્ટન્સીનું કામ કરતી આંતરરાષ્ટ્રીય પેઢીઓએ તેમના ફોરેન્સિક ડિવિઝન સહિતના વિભાગોમાં કર્મચારીઓનું સંખ્યાબળ વધારવાનું શરૃ કર્યું છે.
આર્થિક નરમાઈ ચાલુ થાય એટલે ગ્રાહક કંપનીઓની આંતરિક કામકાજોની સમીક્ષા કરવી અને ખર્ચ કાપવાના પગલા લેવા જેવી માગણીઓ વધે છે
એક અગ્રણી ઓડિટ કંપનીએ ગયા વર્ષે ૨૦ ટકા સુધી સંખ્યાબળ વધાર્યુ હતું. વિવિધ કાર્યોને લીધે છેલ્લા ત્રણ વર્ષમાં તેના કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી વધી છે. કર્મચારીઓને હીસાબે તે ભારતની એક મોટી કન્સલ્ટીંગ કંપની છે. તેની પાસે ૬૦૦ ફોરેન્સિક મેનેજર છે.
આંતરિક અંકુશ અને કાર્યદક્ષતા ઉપર ધ્યાન આપ્યા વગર ફકત વિકાસને જ જોનારી ભારતીય કંપનીઓ હવે અર્થતંત્ર ધીમુ પડયુ હોવાથી તેમના આંતરિક કામકાજોની તપાસ કરે છે અને ખર્ચ કાપવાના પગલાં ભરે છે. કપરા સમયગાળામાં જ વિકાસના તબક્કા દરમિયાન થયેલી ઠગાઈ અને છેતરપિંડીના બનાવો બહાર આવી શકે છે.
અન્ય એક ઓડિટ કંપની દર વર્ષે તેના સ્ટાફમાં ૩૦ ટકાનો વધારો કરે છે. મોટા ભાગે તે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ભરતી કરે છે. ખાસ કરીને આર્થિક મંથરતાના સમયમાં તેમની ક્લાયન્ટ કંપનીઓની માગ વધે છે.
રોકાણકારો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ પણ કન્સલ્ટીંગ પેઢીમાં ફોરેન્સિક એક્સપર્ટની માગમાં વધારો કરે છે. તાજેતરમાં જ એક ખાનગી ઈક્વિટી ઈન્વેસ્ટર બાળકોના વસ્ત્રો બનાવતી કંપનીના માલિકને કોર્ટમાં લઈ ગયો હતો. કંપનીના હીસાબો જોડે માલિકે ચેડા કર્યા હોવાનો આરોપ તેણે લગાવ્યો હતો. માલિકેેે વળતો આક્ષેપ કર્યો હતો તેના અમુક રોકાણકારો કંપનીના ભાવિ પબ્લિક ઈસ્યુને અટકાવીને બહુમતિ હિસ્સો લઈ લેવા માગે છે.
એક ટેલિકોમ કંપનીમાં સ્થાનિક અને વિદેશી ભાગીદાર વચ્ચે રાઈટ્સ ઈસ્યુનાી મુદ્દે હુંસાતૂંસી થઈ છે અને તેઓ કંપની લો બોર્ડમાં કાનૂની જંગ ખેલી રહ્યાં છે. આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ઉપર ૨-જી સ્પેક્ટ્રમના કૌભાંડ ફસાયેલા હોવાનો આરોપ મૂકાયેલો છે.
ઓડિટની પ્રક્રિયા વારંવાર થાય તો સિસ્ટમનો દુરઉપયોગ થવાની અને કૌભાંડ આચરવાની શક્યતા ઓછી થઈ જાય છે. ભારતમાં ઠગાઈના કિસ્સાઓને શોધવામાં વિશ્વ સ્તરે ૩.૪ વર્ષની સરેરાશ સામે ભારતમાં તેને સરેરાશ પાંચેક વર્ષ લાગે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved