Last Update : 07-Dec-2011, Wednesday
 
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
 

અમદાવાદ, મંગળવાર
વૈશ્વિક સ્તરની તેમજ ઘરઆંગણાની પ્રતિકૂળતાઓના પગલે ૨૦૧૧નું વર્ષ ભારતીય શેરબજાર માટે નબળું પુરવાર થયું છે. વર્ષના પ્રારંભથી જ અત્યાર સુધીમાં સેન્સેક્સે ૧૯ ટકા જેટલું નેગેટીવ રીટર્ન પૂરું પાડયું છે. આગેવાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોના (એફઆઇઆઇ) માનવા મુજબ આગામી ૨૦૧૨ના કેલેન્ડર વર્ષમાં પણ બજારની ચાલ પ્રતિકૂળ બની રહેવાની શક્યતા છે વિવિધ પ્રતિકૂળતાના પગલે આગામી ૨૦૧૨ના વર્ષે સેન્સેક્સમાં વધુ ૨૦ ટકા ઘટાડો થવાની સંભાવના રહેલી છે.
જાપાનની નાણાં સંસ્થા નોમુરાએ તો સેન્સેક્સ માટે લક્ષ્યાંક મુકવાની જ ના પાડી દીધી ઃ નાણાંકીય તથા ચાલુ ખાતાની ખાદ્યની તમામ સ્તરે ગંભીર અસર
વિવિધ પ્રતિકૂળતાઓના પગલે ચાલુ કેલેન્ડર વર્ષમાં ભારતીય વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓની સમગ્ર વિશ્વના શેરબજારો પર અસર થઈ હતી જેમાં ભારતીય શેરબજાર પર અસરનું પ્રમાણ વધુ હતું સમગ્ર વિશ્વમાં નબળો દેખાવ કરવામાં ભારતીય શેરબજાર બીજા ક્રમાંકે રહ્યું હતું. આમાં પ્રતિકૂળ માહોલ વચ્ચે શેરબજારમાંથી ધીમે ધીમે ૨૦૧૧નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ શેરબજાર માટે કેવું રહેશે તે અંગે આગેવાન એફઆઇઆઇનો અભિપ્રાય જાણીએ તો આગેવાન તમામ એફઆઇઆઇએ આગામી ૨૦૧૨નું વર્ષ ભારતીય શેરબજાર માટે કપરૃં પુરવાર થશે તેમ જણાયું છે.
બેંક ઓફ અમેરિકા મેરીલ લીન્ચે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતીય ઇક્વિટી બજાર માટે આગામી છ માસ ખૂબ જ કપરા પુરવાર થસે વિવિધ સ્તરે વૃદ્ધિની ચાલ મંદ પડતાં સર્જાયેલી વિપરીત સ્થિતિમાં સેન્સેક્સ ૧૪૫૦૦ની સપાટીએ ઉતરી આવશે જો કે ૨૦૧૨ના વર્ષાન્ત સુધીમાં સેન્સેક્સ ૧૯૦૦૦ની સપાટી આસપાસ રહેેેશે અન્ય એક એફઆઇઆઇ સીરીન્સે સેન્સેક્સ માટે વર્ષાન્ત સુધીમાં ૧૮૪૦૦નો લક્ષ્યાંક મૂક્યો છે સીટીએ તેના રીપોર્ટમાં જણાવ્યું છે કે, વૃદ્ધિ માટે ફુગાવો નીચો આવવો જરૃરી છે આ ઉપરાંત વૃદ્ધિ માટે વ્યાજદર પણ એટલું જ મહત્ત્વનું પાસું છે આ બંને આંકડા ઉંચા હોઈ માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ મુદ્દાની બજારો પર પણ ગંભીર અસર થવા પામી છે.
સ્વીસ બેન્કની બ્રોકરેજ કંપની યુબીએસ સિક્યુરિટીઝે આગામી વર્ષ ભારતીય બજાર માટે કપરૃ વર્ષ પુરવાર રહેવા સાથે સેન્સેક્સમાં હાલની સપાટીથી ૨૦ ટકાનો ઘટાડો નોંધાશે તેવી દહેશત વ્યક્ત કરી છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની આગેવાન નાણાં સંસ્થા મેકક્વેરી ઇક્વિટી રીસર્ચે ડિસેમ્બર અંત સુધીમાં સેન્સેક્સ ૧૪૦૦૦ની સપાટીએ ઉતરી આવશે તેવી દહેશત વ્યક્ત કરી છે જ્યારે જાપાનની નોમુરાએ વૈશ્વિક પ્રતિકૂળતાઓ જોતાં ટૂંકા ગાળામાં ભારતીય બજારમાં કોઈ ધ્યાનાકર્ષક દિશાસૂચક મહત્ત્વની સપાટી જોવા મળે તેવી શક્યતા નથી તેમ જણાવ્યું હતું. જો કે, મહત્ત્વની વાત તો એ છે કે જાપાનની આગેવાન એવી આ નાણાં સંસ્થાએ તો ભારતીય ઇક્વિટી બજારના સૂચકાંક માટે લક્ષ્યાંક મૂકવાની જ ના પાડી દીધી છે.
એફઆઇઆઇના ભારતીય સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓની ભારતીય ઇક્વિટી બજાર પર અસર થશે જ આ સિવાય નિર્ણય લેવાની ઉદાસીનતાની તેમજ નાણાંકીય તથા ચાલુ ખાતાની ખાદ્યની પણ ભારતની વૃદ્ધિ પર પ્રતિકૂળ અસર થઈ રહેલ છે અને આગામી સમયમાં પણ થશ વૈશ્વિક પ્રતિકૂળતાઓના કારણે નાણાંકીય ખાધમાં વધારો થઈ રહ્યો છે તો ચાલુ ખાતાની ખાધની ચલણ પર પ્રતિકૂળ અસર થતા તે દબાણ હેઠળ છે. આમ, આ પ્રતિકૂળતાના કારણે આગામી વર્ષે પણ ઇક્વિટી બજાર માટે કપરૃ પુરવાર થશે.

આગેવાન એફઆઇઆઇનો અભિપ્રાય
Bofa મેરીલ લીંચ એવું માને છે કે આગામી છ સપ્તાહમાં સેન્સેક્સ ૧ માર્ચ સુધી નીચે ઉતરી આવશે.
સીટીના માનવા મુજબ ડિસેમ્બર ૨૦૧૨ના અંત સુધીમાં સેન્સેક્સ ૧૮૪૦૦ની સપાટીએ રહેશે.
નોમુરા માત્ર બજારમાં ઉથલપાથલ વોલેટીલીટી જોવા મળશે ટૂંકા ગાળામાં પણ કોઈ ધ્યાનાકર્ષક મહત્ત્વની કોઈ સપાટી દેખાતી નથી.
UBS આગામી વર્ષે ભારતીય ઇક્વિટી બજારમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. માર્ચ ૨૦૧૩માં નિફ્ટી ૫૬૦૦ની સપાટીએ જોવા મળશે.
મેકક્વેરીના મત મુજબ ડિસેમ્બર- ૧૨ સુધીમાં સેન્સેક્સ ૧૪૦૦૦ની સપાટીએ ઉતરી આવશે. પ્રવર્તમાન સંજોગોમાં આગામી ત્રણ માસ સાવચેતીભર્યું વણ અપનાવવું જરૃરી.

FIIની નારાજગી
વિવિધ પ્રતિકૂળતાના પગલે ચાલુ કેલેન્ડર વર્ષમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ૦.૩ બિલિયન ડોલરની વેચવાલી હાથ ધરાઈ છે જે ગત વર્ષ દરમિયાન ૨૯ બીલીયન ડોલરની ખરીદી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved