Last Update : 07-Dec-2011, Wednesday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર તા. ૩૦ નવેમ્બરથી મંગળવાર તા. ૬ ડિસેમ્બર

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરુઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

મેષ (અ. લ. ઇ.) ઃ The Judgement - ધ જજમેન્ટનું કાર્ડ તમને કોઈ બાબતમાં અન્યાય થયો હોય તે અંગે પૂરતો ન્યાય પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. આરોગ્ય અંગે તકલીફ અનુભવી રહેલાઓને રાહત જણાશે. નવા દસ્તાવેજો અને નોંધપાત્ર કરારો માટે સહી સિક્કા કરવાના આવશે. જીવનસાથી સાથે ટૂંકી મુસાફરી થશે. તા. ૩૦, ૧, ૨, ૩, ૬ શુભ.

વૃષભ (બ. વ. ઉ.) ઃ The Ace of wands - ધ એસ ઓફ વોન્ડસનું કાર્ડ તમારા વિલંબમાં મૂકાયેલા કાર્યોને ઉકેલી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. નવા કાર્યોની શરુઆત કરી શકાશે. ભાગીદારી સંબંધિત બાબતો લાભકર્તા નીવડશે. આકસ્મિક ધનલાભ મળશે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થશે. તા. ૧, ૨, ૩, ૪, ૫ શુભ.

મિથુન (ક. છ. ઘ.) ઃ Queen of cups - ક્વીન ઑફ કપ્સનું કાર્ડ તમારા અનુભવોને સહકાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોર્ટ કચેરી અંગેના કાર્યોમાં સમાધાનકારી વલણ અપનાવવું લાભકર્તા નીવડે. સ્વ-પ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સરળતા રહેશે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા રહેશે તા. ૪, ૫, ૬ શુભ.

કર્ક (ડ. હ.) ઃ The moon - ધ મૂનનું કાર્ડ તમારા વિચારોમાં દ્વિધા ઉપરાંત નોંધપાત્ર કાર્યો માટે નિર્ણય ન લઈ શકવાનું સૂચવી જાય છે. અણધાર્યા ખર્ચાઓ વધુ પ્રમાણમાં રહેશે. દૂરની મુસાફરી અંગે આકસ્મિક રીતે આયોજન ગોઠવાશે. જીવનસાથીના આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. તા. ૩૦, ૬ શુભ.

સિંહ (મ. ટ.) ઃ Eight of sowrds - એઇટ ઓફ સ્વોર્ડસનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થઈ શકે તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. સંતાનોની કારકિર્દી અને વિવાહ લગ્ન જેવી બાબતો માટે નિર્ણય લઈ શકશો. જમીન- મકાન અંગે નવું નાણાંકીય રોકાણ કરી શકશો. ભૂતકાળમાં કરેલા રોકાણોનું સારું વળતર મળશે તા. ૩૦, ૧, ૨, ૩ શુભ.

કન્યા (પ. ઠ. ણ.) ઃ Five of Wands - ફાઇવ ઓફ વોન્ડ્સનું કાર્ડ તમારી પ્રમાણિકતાનો પરિચય આપી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. સ્વજનો સાથેના સંબંધોમાં ઉદ્ભવેલા વિખવાદો દૂર થઈ શકશે. વ્યવસાય ક્ષેત્રે કોઈ તકલીફ આવી હોય તો તેનો યોગ્ય ઉકેલ મેળવી શકાશે. ટૂંકી મુસાફરી થશે તા. ૧, ૨, ૩, ૪, ૫ શુભ.

તુલા (ર. ત.) ઃ Four of Swonds - ફોર ઓફ સ્વોર્ડસનું કાર્ડ મિત્રો સાથેના સંબંધો મહત્ત્વપૂર્ણ બની રહેવાનું સૂચવી જાય છે. કૌટુંબિક દ્રષ્ટિએ નવા ફેરફારો તથા પરિવર્તન માટે વડીલ વ્યક્તિઓ સાથે ચર્ચા વિચારણા થશે. આકસ્મિક ખર્ચાઓનો યોગ ઉદ્ભવશે એકાદ શુભ પ્રસંગ અંગે ટૂંકી મુસાફરી કરવાની રહેશે. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે તા. ૪, ૫, ૬ શુભ.

વૃશ્ચિક (ન. ય.) ઃ Three of Pentacle - થ્રી ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ તમારા નિશ્ચિત કરેલા કાર્યોમાં ધ્યાન ન આપી શકવાથી અવરોધ ઉદ્ભવશે તથા એકાદ કામમાં કસોટી આવશે. આરોગ્ય અંગે પ્રતિકૂળતા જણાશે. મિત્રો સાથે વાદ-વિવાદ ઉદ્ભવે નહિ તે અંગે કાળજી રાખવી. નવું નાણાંકીય રોકાણ કરવા વિચારી રહ્યા હો તો ઉતાવળા ન બનવું તા. ૩૦, ૬ શુભ.

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ Seven of Cups - સેવન ઓફ કપ્સનું કાર્ડ તમે વધુ પડતા લાગણીવશ બની જઈ શકો તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. સ્વ-પ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સરળતા રહેશે આકસ્મિક ખર્ચાઓના કારણે તમારું નાણાંકીય આયોજન ખોરવાઈ જશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓની જવાબદારીઓમાં વધારો થશે. તા. ૧, ૨, ૩ શુભ.

મકર (ખ. જ.) ઃ The Star - ધ સ્ટારનું કાર્ડ તમે કોઈનામાં મૂકેલો વિશ્વાસ યથાર્થ પુરવાર થવાનું સૂચવી જાય છે. કોઈ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા હશો તો આકસ્મિક રીતે પ્રાપ્ત થશે જેના કારણે તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે તમારા નોકરી- વ્યવસાય ક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. સંતાનોની કારકિર્દી અને વિવાહ- લગ્ન જેવા પ્રશ્નો માટે યોગ્ય નિર્ણય લઈ શકાશે તા. ૧, ૨, ૩, ૬ શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) ઃ The star - ધ સ્ટારનું કાર્ડ તમે કોઈનામાં મૂકેલો વિશ્વાસ યથાર્થ પૂરવાર થવાનું સૂચવી જાય છે. કોઈ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા હશો તે આકસ્મિક રીતે પ્રાપ્ત થશે જેના કારણે તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે. તમારા નોકરી વ્યવસાય ક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. સંતાનોની કારકિર્દી અને વિવાહ-લગ્ન જેવા પ્રશ્નો માટે યોગ્ય નિર્ણય લઈ શકાશે. તા. ૧, ૨, ૩, ૬ શુભ.

મીન (દ. ચ. ઝ. થ.) ઃ Two of wands- ટુ ઓફ વોન્ડસનું કાર્ડ તમારામાં નિરાશા ઉદ્ભવે તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. તમારી પ્રિય વ્યક્તિ સાથેના સંબંધો મહત્ત્વના બનશે. કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા અગત્યના કાર્યોમાં સફળતા મેળવી શકાશે. નાણાંકીય બાબતો મહત્ત્વની બનવા પામશે. જીવનસાથી સાથે સામાન્ય મતભેદ ઉદ્ભવશે. તા. ૩૦, ૪, ૫ શુભ.
- ઇન્દ્રમંત્રી

 

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'સોનિયાદે'ની હત્યા સંજુમાસીએ જ કરાવી હતીઃ ત્રણની ધરપકડ
ડીઆરઆઇના ઓપરેશનમાં પાર્ટી ડ્રગનો ૧૬૮ કિલો જથ્થો જપ્ત
સટ્ટાની લતે ચડેલા એકાઉન્ટન્ટની વધુ ૮૦ લાખની છેતરપિંડી ખૂલી
મેરિટ અને સિનિયોરિટીના આધારે જ બઢતી આપવી જોઇએ ઃ હાઇકોર્ટ
સુરતની મહિલા જીજ્ઞાા વોરાનો મોબાઇલ ફોન પાછો આપવા માટે આગળ આવી
મહાપાલિકાની તિજોરી છલકાવતાં બિલ્ડરો ઃ ૧૦૦ કરોડની આવક
ભારતના ખેલાડીઓની લંડનમાં યોજાનાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની ધમકી
બાકીની બંને વનડેમાં વિજય મેળવીને વિન્ડિઝ શ્રેણી પણ જીતી શકે
સંજય દત્ત અને સંજય ગુપ્તા વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બન્યો
એક્શન ફિલ્મોના પ્રવાહમાં રણબીર કપૂરને તણાવું નથી
રાણા દગ્ગુબાટી અને બિપાશા બાસુ પ્રેમની બીજી ઇનિંગ ખેલવા તૈયાર
એફઆઇઆઇના મતે ૨૦૧૨ બજાર માટે કપરૃં પુરવાર થશે
ઠગાઈના કિસ્સાઓને અટકાવવા માટેે કંપનીઓએ બાંયો ચડાવી
અમદાવાદ સહિત નાના શહેરોની પ્રત્યક્ષ કરની વસુલાતમાં વધારો
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved