Last Update : 07-Dec-2011, Wednesday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૬-૧૨-૨૦૧૧ મંગળવાર
માગશર સુદ અગિયારસ - ગીતા જયંતી - મોહરમ, તાજીયા.
જૈન મૌની એકાદશી - મોક્ષદા એકાદશી
પંચક સવારના ૭ ક. ૫૮ મિ. સુધી.

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાબ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૩ મિ.

સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૪ સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૬ મિ.

મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.

જન્મરાશિ ઃ- આજે સવારના ૭ ક. ૫૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મીન

(દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવે.

નક્ષત્ર ઃ- રેવતી સવારના ૭ ક. ૫૮ મિ. સુધી પછી અશ્વિની.

ગોચર ગ્રહ ઃ- સૂર્ય- વૃશ્ચિક, મંગળ- સંિહ, બુધ- વૃશ્ચિક, ગુરૂ- મેષ, શુક્ર- ધન, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ

(યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન

ચંદ્ર - સવારના ૭ ક. ૫૮ મિ. સુધી મીન પછી મેષ.

વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૫૩૮ રા.દિ.મા. ૧૫

દક્ષિણાયન હેમંત ૠતુ

માગશર સુદ અગિયારસ ને મંગળવાર. આજે મોક્ષદા એકાદશી છે. જૈન મૌની એકાદશી છે. પંચક સવારના ૭ ક. ૫૮ મિ. સુધી અમૃતસિદ્ધિયોગ, સવારના

૭ ક. ૫૮ મિ.થી. રવિયોગ ૭ ક. ૫૮ મિ. સુધી. ભદ્રા ૧૧ ક. ૨૮ મિ. સુધી.

મુસલમાની મોહરમ- તાજીયા. સૂરત, છઠ્ઠા વલ્લભલાલજીના જન્મદિન ઉત્સવ. જૂનાગઢ, વ્રજરાયજીનો ઉત્સવ. નાથદ્વારા, નવનીત પ્રભુજી વ્રજતી

નાથદ્વારા પધારવાનો ઉત્સવ. શ્રી યશોવિજયજી મ.સા.નો સ્મૃતિદિન.

મુસલમાની હિજરીસન ૧૪૩૩ મોહરમ માસનો દસમો રોજ તાજીયા

પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ તીર માસનો વીસમો રોજ બહેરામ

હમકારો, તારદેવના બે.કા. બાટલીવાલા આદરાનની ૧૪૮મી સાલગ્રેહ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૬-૧૨-૨૦૧૧ મંગળવાર

મેષ ઃ ધર્મકાર્ય- શુભકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના કામમાં વધારાની કામગીરી, જવાબદારીથી ચંિતીત રહો.

વૃષભ ઃ શુભકાર્ય- ધર્મકાર્યમાં ખર્ચ થાય. બહાર કે બહારગામ જવાનું થાય. પરંતુ આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય.

મિથુન ઃ શેરોના- પુત્રપૌત્રાદિકના કામ અંગે ચંિતા રહે. પરંતુ આપની ધીરજ, કુનેહના કારણે ચંિતા હળવી થાય. ક્ષણિક લાભ-ફાયદો થાય.

કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં- ધાર્મિક કાર્યમાં ચંિતા-ઉચાટ રહે. માનસિક પરિતાપ, વિચારોની દ્વિધામાં અટવાયા કરો.

સંિહ ઃ આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા હૃદય-મનની પ્રસન્નતા- આત્મસ્ફુરણા- આઘ્યાત્મિકાથી આનંદ રહે.

કન્યા ઃ આપને ચંિતા-ખર્ચ છતાં નોકરી-ધંધાના કામમાં ફાયદો- લાભ જણાય. ધર્મકાર્યથી આનંદ રહે. બહાર જવાનું થાય. સંબંધો તાજા થાય.

તુલા ઃ આત્મસ્ફૂરણા- આત્મવિશ્વાસ ધર્મકાર્યથી વધે. શારિરીક, માનસિક સ્વસ્થતાના કારણે કામકાજમાં પ્રગતિ- સફળતા- સ્ફૂર્તિ જણાય.

વૃશ્ચિક ઃ યાત્રા પ્રવાસ- મુલાકાતમાં રૂકાવટ- ચંિતા- મુશ્કેલી અનુભવો તેમ છતાં ધર્મકાર્યથી હૃદય- મનની શાંતિ- આનંદ અનુભવો. ખર્ચ થાય.

ધન ઃ આપની વાણીની મીઠાસ- વ્યવહારની નમ્રતા આપના નોકરી-ધંધાના- ધર્મકાર્યના વ્યવહાર- સંબંધમાં વધારો કરાવે.

મકર ઃ હરો-ફરો કામકાજ કરો પરંતુ હૃદય- મનને ઉચાટ- ચંિતા વ્યગ્રતા રહે. નોકરી-ધંધાના- પત્ની-સંતાન-માતાના પ્રશ્ને ચંિતા જણાય.

કુંભ ઃ ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ- મુલાકાત થાય. નોકરી-ધંધાના કામ અંગે કોઇને મળવાનું થાય. ઉઘરાણી છુટી થાય, ધંધામાં આવક થાય.

મીન ઃ ધર્મકાર્યથી- શભકાર્યથી આપ આનંદમાં રહી શકો. તમારા રોજીંદા કામ ઉપરાંત વધારાનું કામકાજ કરી શકો. કામ ઉકેલાતું જાય.

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

જન્મતારીખ વર્ષસંકેત

તા. ૬ ડિસેમ્બર

આજની તારીખે શરૂ થઇ રહેલ આજનું જન્મવર્ષ, ઉત્સાહનું, હૃદય-મનની પ્રસન્નતાનું રહે. આપને આત્મસ્ફૂરણામાં, આત્મવિશ્વાસમાં વધારો થતો જાય.

આકસ્મિક અશક્ય કામ શક્ય બને, ફાયદો- લાભ થાય, આનંદમાં, સુખ સંપત્તિમાં વધારો થાય.

આપે આ વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ સંભાળવું જરૂરી રહેશે. શસ્ત્રક્રિયા, આકસ્મિક, બિમારીથી ખર્ચ- ચંિતા- પીડા અનુભવાય. પેટથી પગ સુધીના ભાગમાં

કમર- પેશાબ- ગુદાના ભાગમાં દર્દપીડાની શરૂઆત કે અગાઉની તકલીફ હોય તેમણે બેકાળજી રાખવી નહીં.

નોકરી-ધંધાના વર્ષનો મઘ્યભાગ લાભદાયી રહે. આપના ભાગ્યોદય- પ્રગતિની શરૂઆત થાય. તમારી આવકમાં, યશ પ્રતિષ્ઠામાં, માન સન્માનમાં વધારો

થાય પરંતુ હરિફવર્ગ, ખટપટ, ઈર્ષા કરનાર તમારી ઈર્ષા કરે, તમને પરેશાન કરવા પ્રયત્ન કરે.

સ્ત્રીવર્ગને પતિ-સંતાન- પરિવારથી તેમજ પિયર પક્ષથી આનંદ રહે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. વાહન ચલાવનારે પડવા વાગવાથી સંભાળવું.

ગાયનેક તકલીફથી પીડા અનુભવાય.

વિદ્યાર્થીવર્ગને વર્ષ સફળતા- પ્રગતિનું રહે. પરંતુ પરીક્ષા સમયે બિમારીથી, વાહનથી સંભાળવું પડે.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને ઓફિસે જઈને ફોન જોડ્યો અને વાત શરુ કરી, ‘મને થયું કે તને ફોન ઉપર વાત કરું... મારા વગર તને ગમતું નહીં હોય.’
‘એમ કે ?’ સામેથી ફોનમાં જવાબ આવ્યો, ‘હજી હમણાં તો ઝગડો કરીને ગયા એનું શું ?’
‘અરે, આ તો ઘરનો નંબર લાગી ગયો !’ ફોન મૂકતા છગન બબડ્યો.

[Top]
 

આજ ની રેસીપી

 

બટાટાનાં ગુલાબ જાંબુ

સામગ્રી ઃ ૨ કપ દૂધ, ૨ ચમચા મેંદો, ચાર ઈલાયચીનો ભૂકો, ૨ કપ પાણી, ત્રણ મઘ્યમ કદના બટાટા, એક ચમચો ગુલાબજળ, ૨ કપ સાકર, ૧/૨ ચમચી કેસર.
રીત ઃ બટાટાની છાલ કાઢી પાતળી સ્લાઈસ કરવી. બટાટાની સ્લાઈસને પાણીથી બરાબર ધોઈ નાખવી. સ્લાઈસને ધોેયા પછી પાણી નીતારી દુધમાં નાખી ગરમ કરવા મુકવું. દૂધ બળી જાય પછી નીચે ઉતારી બરાબર હલાવવું. દૂધ ચોંટે નહીં, તેનું ખાસ ઘ્યાન રાખવું. બટાટાનો માવો અને મેંદો બંને ભેગા કરી હલાવવું. નરમ લોટ બનાવી નાના ગોળા વાળવા આ ગોળાઓને ગરમ ઘીમાં ધીમા તાપે બદામી રંગના થાય ત્યાં સુધી તળવા, પાણીમાં સાકર નાખી ગરમ કરવા મુકવું. તેની પાતળી ચાસણી કરવી ગરમ ચાસણીમાં ઈલાયચીનો ભુકો નાખવો. જાંબુ તળીને ચાસણીમાં નાંખવા. કેસર ગરમ કરી ભૂકો કરી નાખવું. ત્યાર પછી ગુલાબજળ નાખવું. લગભગ પંદર મિનિટ પછી નાસ્તામાં પીરસી શકાય છે.

 

ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

 

 

[Top]
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved