Last Update : 06-Dec-2011, Tuesday
 
તાજીયાના જુલુસ દરમ્યાન ૮ માર્ગોનો ટ્રાફિક ડાયવર્ટ
 

શહેરભરમાં કડક બંદોબસ્ત તહેનાત
અમદાવાદ, સોમવાર
તાજીયાના જુલુસ દરમ્યાન આવતી કાલે એટલે કે, ૬ ડિસેમ્બરનાં રોજ શહેરના ૮થી વધુ મુખ્ય માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જુલુસના માર્ગો પર બપોરે ૨થી રાત્રીના ૧૨ વાગ્યાં દરમ્યાન ખાસ કરીને વીજળી ઘરથી ખાનપુરને જોડતા માર્ગો પર વાહન ચાલકો માટે પ્રતિબંધ ફરમાવાયો છે. બીજી તરફ તાજીયાના સરઘસ દરમ્યાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર શહેર પોલીસ ઉપરાંત બહારથી બોલાવેયાલ પોલીસ અધિકારીઓને પણ તહેનાત કરવામાં આવ્યા છે અને સરઘસ ન પતે ત્યાં સુધી સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.
૪ સંયુક્ત પોલીસ કમિશનર તથા ૧૩ ડીસીપીની આગેવાની હેઠળ કડક બંદોબસ્તઃ સમગ્ર રૃટનું વીડીયો રેકોર્ડીંગ કરાશે
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામુ બહાર પાડીને જણાવ્યું છે કે, મંગળવારે બપોરે ૨થી રાત્રીના ૧૨ વાગ્યાં દરમ્યાન દિલ્હી દરવાજાથી મીરઝાપુર તથા ઘી કાંટા તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, જ્યારે રેવડી બજારથી રીલીફ રોડ અને વીજળી ઘર તથા જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધી અને રાયખડથી ખમાસા ચાર રસ્તા સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત નહેરૃબ્રીજને પણ ઉપરોક્ત સમય દરમ્યાન બંધ રાખવામાં આવશે, જ્યારે કામા હોટલથી ખાનપુર દરવાજા તરફ અને રખિયાલ ચાર રસ્તાથી સારંગપુર તરફનો માર્ગ વાહન ચાલકો માટે બંધ રાખવામાં આવશે. ઉપરાંત આ સમગ્ર માર્ગોને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યાં છે.
બીજી તરફ તાજીયાના જુલુસ દરમ્યાન શહેરમાં ૪ સંયુક્ત પોલીસ કમિશનર, ૧૩ ડીસીપી, ૧૮ એસીપી તથા શહેરના તમામ પી.આઇ, પી.એસ.આઇ અને કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ ઉપરાંત બંદોબસ્ત માટે શહેર બહારથી બોલાવેયાલ પોલીસ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલો પણ તહેનાત કરવામાં આવ્યાં છે. દરમ્યાન પોલીસ વાહનો પર ખાસ પ્રકારે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તથા માર્ગો પર લગાવાયેલા સીસીટીવી કેમેરાનું સીધું પોલીસ કંટ્રોલ રુમથી મોનીટરીંગ કરવામાં આવશે અને કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિ નજરે પડશે તો તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ કમિશનર એસ.કે સાઇકીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
જેલમાં સ્ટ્રીપર ઘૂસી જતા નાસભાગ મચી ગઇ
ઈજિપ્તની ચૂંટણીમાં ઈસ્લામી પક્ષોને ૬૫ ટકા મત મળ્યા
રશિયામાં સંસદીય ચૂંટણીનું મતદાન શરૃ
વિદેશમાં વસતા ભારતીયોએ ૨૦૧૦માં ૬૦ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા
ભાજપ તેના પ્રચારમાં વાજપેયીની સિધ્ધિઓનો મુદ્દો પણ ઉમેરશે
વિધાનસભા પેટાચૂંટણી ઃ હરિયાણા અને હિમાચલમાં કોંગ્રેસે બે બેઠક જીતી
આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે
આખરી બે વન ડે માટે આજે ભારતીય ટીમની જાહેરાત
સેહવાગ સહિતના પાંચ ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસમાં ગેરહાજરી
ડેવિસ કપ ફાઇનલ ઃ આર્જેન્ટીના સામે સ્પેનની ૨-૦ની સરસાઈ

આ વર્ષે જ અમદાવાદમાં ભારતે ઓસ્ટ્રેલિયાને યાદગાર હાર આપી હતી

અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ ઃ બોલીવૂડની દેવસા'બને અંજલિ
કયારેય પાછળ વાળીને જોવા ન માંગનારા સદાયુવાન કલાકાર દેવ આનંદ
દેવઆનંદને વડાપ્રધાન સહિત રાજનેતાઓએ આપેલી અંજલી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શિયાળામાં ઠંડીની સાથે ફેશનની મજા
શરીરને ફિટ રાખે સ્વીમંિગ

જીસકી બીવી લંબી...

પૌત્રી જોડે મસ્ત દદ્દુ વ્યસ્ત દદ્દુ

શાહરૂખ પુત્રીની લેખનયાત્રા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved