Last Update : 06-Dec-2011, Tuesday
 
અનેરા આઈસમેનઃ રોજનો એક મણ બરફ ખાવાની આદત
 

સાવરકુંડલાના કારીગરને ૨૦ વર્ષથી બરફની લત
ઘરમાં ત્રણ-ત્રણ રેફ્રિજરેટર રાખ્યા છેઃ બહાર જાય તો થેલીમાં બરફની પ્લેટો રાખે; કાશ્મીરમાં બર્ફીલા પર્વતો ઉપર જઈ બરફ ખાવાની મહેચ્છા

સાવરકુંડલા, તા.૫
માનવ જાતને જીવનકાલ દરમ્યાન બીડી, સિગરેટ, તંબાકુ અને દારૃ જેવા કેફી નશાની આદતો હોય તેવું તો જોવા મળે જ છે. પરંતુ દરરોજનો એકમણ બરફ ખાઈ જાય તે તો નવીનતા જ લાગે!! અને આ નવીનતા સાવરકુંડલાનો મિસ્ત્રી કારીગર છેલ્લા બે-અઢી દસકાથી બરફના ગાંગડા ખાવાની આદતથી મજબૂર બની ગયો છે.
સાવરકુંડલાના ૫૫ વર્ષના કાંતીભાઈ મિસ્ત્રીને બરફનાં ગાંગડા ખાવાની અજીબો ગરીબ આદત છે અને આ બરફના ગાંગડા જેમ નશો લેતા બીડી, સિગરેટ, પાનમાવા અને ગુટખા ખાતા શોખીનો અડધી અડધી કલાકે સિગરેટના કશ ખેંચે અને પોતાની પ્યાસ બુજાવવા મજબૂર બની જતાં હોય તેમ કાંતિભાઈ મિસ્ત્રી દર અડધી અડધી કલાકે બરફનાં ગાંગડા મોંમાં મુકી પોતાની આદતથી મજબૂર બની ગયાં છે. ૫૫ વર્ષની ઉંમરે પહોંચેલા મિસ્ત્રી કારીગર પોતાની બરફ ખાવાની આદતને આજે બે-બે દશકા વીતી જવા છતાં શરીરે કોઈપણ જાતની ખામી કે ઉણપ જોવા મળતી નથી અને પોતાની આ નવીનતમ આદતને કારણે પોતાના ઘરમાં ત્રણ-ત્રણ ફ્રિઝ વસાવવા પડયાં છે. જ્યારે કાંતિભાઈને મિસ્ત્રી કામ અર્થે બહાર કામ ઉપર જવાનું થાય તો થેલીમાં ફ્રિઝમાંથી બરફની પ્લેટો સાથે લેતા જાય છે અને આ બરફ શોખીન કાંતિભાઈ મિસ્ત્રીને કાશ્મીર જોવાની ઈચ્છા છે અને ત્યાં બરફમાં રહીને બરફ ખાવાની અદમ્ય મહેચ્છા હજુ અધૂરી જ છે! જ્યારે આ આઈસમેન કાંતિભાઈ મિસ્ત્રીની વિચિત્ર ટેવ અંગે ડો. શૈલેષ રાઠોડને પુછતા તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે માણસ દરરોજનું અઢીથી ત્રણ લીટર પાણી શરીરની જરૃરીયાત મુજબ પી શકે છે. જ્યારે આલ્કોહોલ લેતા માનવ વધુ પડતો આલ્કોહોલ લેતો હોય તો તેને આલ્કોહોલીક કહેવાય અને આઈસ ખાતા માણસને આઈસોલીક કહેવાય અને આ બરફ ખાવાની વધુ પડતી આદતને કારણે કાંતિભાઈના શરીરમાં સોડીયમ તત્વોની લાંબા ગાળે ઉણપ જણાય જેથી તેની અસર મગજને થવાની શક્યતા વધુ રહે છે. આથી જો ડોકટર શૈલેષ રાઠોડનાં અભિપ્રાય મુજબ જોઈએ તો આ આઈસમેન કાંતિભાઈ મિસ્ત્રીને છેલ્લા ૨૦થી ૨૨ વર્ષની બરફના ગાંગડા ખાવાની આદત છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
જેલમાં સ્ટ્રીપર ઘૂસી જતા નાસભાગ મચી ગઇ
ઈજિપ્તની ચૂંટણીમાં ઈસ્લામી પક્ષોને ૬૫ ટકા મત મળ્યા
રશિયામાં સંસદીય ચૂંટણીનું મતદાન શરૃ
વિદેશમાં વસતા ભારતીયોએ ૨૦૧૦માં ૬૦ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા
ભાજપ તેના પ્રચારમાં વાજપેયીની સિધ્ધિઓનો મુદ્દો પણ ઉમેરશે
વિધાનસભા પેટાચૂંટણી ઃ હરિયાણા અને હિમાચલમાં કોંગ્રેસે બે બેઠક જીતી
આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે
આખરી બે વન ડે માટે આજે ભારતીય ટીમની જાહેરાત
સેહવાગ સહિતના પાંચ ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસમાં ગેરહાજરી
ડેવિસ કપ ફાઇનલ ઃ આર્જેન્ટીના સામે સ્પેનની ૨-૦ની સરસાઈ

આ વર્ષે જ અમદાવાદમાં ભારતે ઓસ્ટ્રેલિયાને યાદગાર હાર આપી હતી

અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ ઃ બોલીવૂડની દેવસા'બને અંજલિ
કયારેય પાછળ વાળીને જોવા ન માંગનારા સદાયુવાન કલાકાર દેવ આનંદ
દેવઆનંદને વડાપ્રધાન સહિત રાજનેતાઓએ આપેલી અંજલી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શિયાળામાં ઠંડીની સાથે ફેશનની મજા
શરીરને ફિટ રાખે સ્વીમંિગ

જીસકી બીવી લંબી...

પૌત્રી જોડે મસ્ત દદ્દુ વ્યસ્ત દદ્દુ

શાહરૂખ પુત્રીની લેખનયાત્રા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved