Last Update : 06-Dec-2011, Tuesday
 
ચૂંટણી બંદોબસ્ત કરતી પોલીસ ડાન્સ પાર્ટીઓ પર નજર રાખશે

 

ફાર્મ હાઉસમાં પાર્ટીઓ નિષ્ફળ રહેવાનો પોલીસનો દાવો
અમદાવાદ, સોમવાર
અમદાવાદ શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસોમાં 'યર એન્ડીંગ' દરમ્યાન યોજાતી શરાબ અને શબાબની પાર્ટીઓમાં મદમસ્ત થઇને ઝુમવાના સપના જોતા સંખ્યાબંધ લોકોના સપના ચાલુ વર્ષે રોળાઇ શકે છે. કારણ કે, વર્ષના છેલ્લા પાંચ દિવસોમાં આ પાર્ટીઓના પુરજોરમાં આયોજનો થતા હોય છે, ત્યારે જ એટલે કે ૨૯મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે, તથા ૩૧મી ડિસેમ્બરે મત ગણતરી હોઇ જિલ્લામાં સામાન્ય દિવસો કરતા ત્રણ ગણો વધુ પોલીસ કાફલો તહેનાત હશે. એટલું જ નહીં, આ પોલીસને ચૂંટણી પ્રક્રિયા પુરી થયા બાદ રાત્રે આવી 'નશીલી'પાર્ટીઓને ડામવા પણ કામે લગાડાશે તેમ અમદાવાદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.
૨૯મીએ ચૂંટણી અને ૩૧મીએ મતગણતરી હોઇ સામાન્ય દિવસો કરતા ત્રણ ગણો વધુ પોલીસ કાફલો તહેનાત રહેશેઃ એસપી
જિલ્લા પોલીસ વડા રાજીવ રંજન ભગતના જણાવ્યાં અનુસાર, રાંચરડાની પાર્ટી પકડાયા બાદ ઘણાખરા લીસ્ટેડ પાર્ટી ઓર્ગેનાઇઝરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. માટે ગેરકાયદે પાર્ટીઓ યોજાવાની શક્યતાઓ ઘટી ગઇ છે. તો બીજી તરફ ૨૯મી ડિસેમ્બરના રોજ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની હોય સામાન્ય દિવસો કરતા ત્રણ ગણો બંદોબસ્ત પણ ખડકી દેવાશે. જેમાં સ્થાનીક પોલીસ ઉપરાંત શહેરમાંથી આવનારી પોલીસ તથા પેરા મિલેટ્રી ફોર્સ પણ હશે. આ પોલીસ કાફલાને દિવસે ચૂંટણી બંદોબસ્ત પુરો થયા બાદ રાત્રે ડાન્સ પાર્ટીઓ પર નજર રાખવા પણ કામે લગાડાશે. જ્યારે ૩૧મી ડિસેમ્બરે એટલે કે 'યર એન્ડ'ની રાત્રે જ્યારે આવી પાર્ટીઓ યોજાવાની પૂરેપુરી શક્યતાઓ રહેલી છે, તે દિવસે મત ગણતરી હોઇ રાત્રે કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ કાફલાને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવશે. જેથી કોઇ દારુ પીધેલી હાલતમાં પકડાશે તો પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
જેને પગલે શહેરને અડીને આવેલા સાણંદ, ઘૂમા, બોપલ, આંબલી, ઓગણજ, સરખેજ, અસલાલી અને કણભા જેવા વિસ્તારોમાં ખાસ પ્રકારે પેટ્રોલીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાથી ડાન્સ પાર્ટીઓના આયોજનો નિષ્ફળ રહેશે તેવી આશા આર.આર ભગતે વ્યક્ત કરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
જેલમાં સ્ટ્રીપર ઘૂસી જતા નાસભાગ મચી ગઇ
ઈજિપ્તની ચૂંટણીમાં ઈસ્લામી પક્ષોને ૬૫ ટકા મત મળ્યા
રશિયામાં સંસદીય ચૂંટણીનું મતદાન શરૃ
વિદેશમાં વસતા ભારતીયોએ ૨૦૧૦માં ૬૦ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા
ભાજપ તેના પ્રચારમાં વાજપેયીની સિધ્ધિઓનો મુદ્દો પણ ઉમેરશે
વિધાનસભા પેટાચૂંટણી ઃ હરિયાણા અને હિમાચલમાં કોંગ્રેસે બે બેઠક જીતી
આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે
આખરી બે વન ડે માટે આજે ભારતીય ટીમની જાહેરાત
સેહવાગ સહિતના પાંચ ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસમાં ગેરહાજરી
ડેવિસ કપ ફાઇનલ ઃ આર્જેન્ટીના સામે સ્પેનની ૨-૦ની સરસાઈ

આ વર્ષે જ અમદાવાદમાં ભારતે ઓસ્ટ્રેલિયાને યાદગાર હાર આપી હતી

અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ ઃ બોલીવૂડની દેવસા'બને અંજલિ
કયારેય પાછળ વાળીને જોવા ન માંગનારા સદાયુવાન કલાકાર દેવ આનંદ
દેવઆનંદને વડાપ્રધાન સહિત રાજનેતાઓએ આપેલી અંજલી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શિયાળામાં ઠંડીની સાથે ફેશનની મજા
શરીરને ફિટ રાખે સ્વીમંિગ

જીસકી બીવી લંબી...

પૌત્રી જોડે મસ્ત દદ્દુ વ્યસ્ત દદ્દુ

શાહરૂખ પુત્રીની લેખનયાત્રા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved