Last Update : 05-Dec-2011, Monday
 
પરિણીત સ્ત્રીઓ વિરૃધ્ધના ગૂનાઓમાં ફેરફાર ન થવો જોઇએ
 
બિન જામીનપાત્ર અને વગર વૉરંટે ધરપકડની જોગવાઇ ધરાવતા

અમદાવાદ
અમદાવાજ વુમન્સ એક્શન ગુ્રપ- અવાજ- સંસ્થાએ પરિણિત સ્ત્રીઓ વિરૃધ્ધના ગુનાઓ બિન જામીન લાયકમાંથી જામીનલાયક અને વગર વૉરંટ ધરપકડ કરવાને બદલે બિન પોલીસ અધિકારના ગુનાઓ બનાવવા તેમજ બિનમાંડવાળમાંથી માંડવાળપાત્ર બનાવવાની ચાલી રહેલી ઝુંબેશનો વિરોધ કર્યો છે અને હાલની જોગવાઇઓમાં કોઇ જ ફેરફાર ન થવો જોઇએ તેવી માગણી કરી છે.
ફોજદારી ધારાની કલમ ૪૯૮-એ અને ૩૦૬ અંગે પુનઃ વિચારણા અસ્થાને છેઃ અવાજ સંસ્થા
અવાજ સંસ્થાના અગ્રણી ઇલાબેન પાઠકે ઉપરોક્ત રજૂઆત કરતા જણાવ્યું હતું કે રાજ્યસભાની ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૮ એ ની જોગવાઇ અંગે વિચારણા કરતી સમિતિ સમક્ષ અમે અમારો અભ્યાસના તારણો રજૂ કરીશું. પરિણિત સ્ત્રીઓ પરના અત્યાચારો અંગે ફોજદારી ધારાની કલમ ૪૯૮-એ અને ૩૦૬ માં કોઇ જ ફેરફારને અવકાશ નથી. તે કોગ્નિઝેબલ, નોન-બેઇલેબલ અને નોન-કમ્પાઉન્ડેબલ ગુનો યોગ્ય છે.
ઇલાબેન પાઠક અને મોનિકા પટેલે ૧૯૯૫ થી ૨૦૦૫ સુધીના સમયગાળા દરમ્યાન ગુજરાત હાઇકોર્ટના ઉપરોક્ત જોગવાઇઓ બાબતના ચુકાદાઓનો અભ્યાસ કર્યો છે અને જણાવ્યું છે કે સ્ત્રીઓને ઘરની ચાર દિવાલોની અંદર સહેવો પડતો ત્રાસ અને તે ન સહન થતાં કરવી પડતી આત્મહત્યા બાબતે ન્યાયમૂર્તિઓ તરફથી પૂરેપુરું ધ્યાન આપવામાં આવ્યું ન હોય તેમ જણાય છે. ચુકાદાઓમાં સ્ત્રીઓને થતી મારઝૂડની ઘટનાને નજીવી અને નગણ્ય તેમજ લગ્નજીવનની સામાન્ય ઘટમાળમાં થતાં નુકસાન તરીકે ઉલ્લેખવામાં આવી છે. મારઝૂડ સહન ન થતાં આત્મહત્યા કરી તેવું કોર્ટમાં સ્વીકારાતું નથી અને સ્ત્રીઓ વધુ પડતી સંવેદનશીલ હતી તેવો અભિગમ લેવાયો છે. સુશીલકુમાર શર્મા અને અન્ય વિરૃધ્ધ કેન્દ્ર સરકારના કેસમાં સુપ્રીમકોર્ટે કરેલું અનિચ્છાએ કંઇક કરવા ધકેલાવું તેવું અર્થઘટન પણ ભૂલભરેલું છે. ખરેખર તો એ બાબત ઇરાદાપૂર્વકની ગણવી જોઇએ. પોલીસ દ્વારા પુરતાં પુરવા ભેગા ન કરવા, સાક્ષીઓની પુરાવા આપવા હાજર રહેવાની અનિચ્છા, મૃત સ્ત્રીઓના સગાંઓની અનેક કારણોસર મૌન રહેવાની વૃત્તિ વગેરે બાબત અંગે ધ્યાનમાં લેવી જોઇએ.
સુચિ દેસાઇએ ૨૦૦૬ થી ૨૦૧૦ ના સમયગાળા દરમ્યાનના ગુજરાત હાઇકોર્ટ સમક્ષના ૨૨ કેસોનો અભ્યાસ કર્યો છે. ફોજદારી ધારાની કલમ ૪૯૮-એ ના ૧૭ કિસ્સામાં ફરિયાદ અગાઉ જ પતિ દ્વારા હત્યા કરવામાં આવી અથવા આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવી હોય તેમ જણાયું છે. આવી સ્ત્રીઓને કાયદો બચાવી શક્યો નથી. મૃત્યુ પછી ન્યાય મળે તો પણ શું કામનો? આ સંશોધનમાં એવું જણાયું છે કે કોર્ટ તરફથી ભોગ બનનાર વ્યક્તિ પ્રત્યે સંવેદનાનો અભાવ જોવા મળ્યો છે. ઉપલબ્ધ પુરાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે અને આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે. આ સંશોધનમાં જણાયું છે કે કહેલાં સાંભળેલા પુરાવાઓ અમાન્ય છે તો પછી શા માટે સ્ત્રીએ આત્મહત્યા કરી? ઘરની ચાર દિવાલોની અંદર બનતા આ ગુનાઓમાં નજરે જોનારા સાક્ષીઓ ક્યાંથી હોઇ શકે? ભોગ બનેલી સ્ત્રીઓને હાઇપર સેન્સેટિવ ગણવામાં આવી છે. તપાસના તબક્કે જ ઘણી બધાં પુરાવાઓ છોડી દેવામાં આવે છે. સ્ત્રીઓના અપમૃત્યુની સંખ્યાબંધ ઘટનાઓ અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે. મેડિકલ નિષ્ણાતોના ખોટા અભિપ્રાયોને આંખો મીંચીને સ્વીકારી લેવામાં આવે છે અને સાચા અભિપ્રાયો ધ્યાનમાં લેવાતા નથી. અધૂરી રજૂઆતોના આધારે તારણ કાઢીને સજા ફરમાવાય છ. જે સમગ્ર બાબત અંગે ફેરવિચારણા માગી લે છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
જેલમાં સ્ટ્રીપર ઘૂસી જતા નાસભાગ મચી ગઇ
ઈજિપ્તની ચૂંટણીમાં ઈસ્લામી પક્ષોને ૬૫ ટકા મત મળ્યા
રશિયામાં સંસદીય ચૂંટણીનું મતદાન શરૃ
વિદેશમાં વસતા ભારતીયોએ ૨૦૧૦માં ૬૦ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા
ભાજપ તેના પ્રચારમાં વાજપેયીની સિધ્ધિઓનો મુદ્દો પણ ઉમેરશે
વિધાનસભા પેટાચૂંટણી ઃ હરિયાણા અને હિમાચલમાં કોંગ્રેસે બે બેઠક જીતી
  More News
આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે
આખરી બે વન ડે માટે આજે ભારતીય ટીમની જાહેરાત
સેહવાગ સહિતના પાંચ ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસમાં ગેરહાજરી
ડેવિસ કપ ફાઇનલ ઃ આર્જેન્ટીના સામે સ્પેનની ૨-૦ની સરસાઈ

આ વર્ષે જ અમદાવાદમાં ભારતે ઓસ્ટ્રેલિયાને યાદગાર હાર આપી હતી

અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ ઃ બોલીવૂડની દેવસા'બને અંજલિ
કયારેય પાછળ વાળીને જોવા ન માંગનારા સદાયુવાન કલાકાર દેવ આનંદ
દેવઆનંદને વડાપ્રધાન સહિત રાજનેતાઓએ આપેલી અંજલી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus Glamor

રાત્રે કામ એટલે બિમારીઓને નોતરું
બોડી વેટ નહીં પણ બોડી ફેટ ચેક કરો

શું પતિ ‘હાઉસ હસબન્ડ’ બની શકે?

હું જ છંુ ‘ખિલાડી ૭૮૬’

પ્રિયંકાના ‘અવાજ’ પર ફિદા થઈ ગયા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved