Last Update : 05-Dec-2011, Monday
 
મોજશોખ માટે બે માસમાં સોળ અછોડા તોડનારો ગઠિયો ઝડપાયો

 

ધૂમ સ્ટાઇલે પલ્સર બાઇક પર આવીને

અમદાવાદ
મોજશોખ પુરા કરવા ચેઇન સ્નેચીંગના રવાળે ચડેલા એક ગઠિયાને ખોખરા પોલીસે રંગેહાથ ઝડપી પાડયો છે. આ ગઠિયાએ બે મહિનામાં એક-બે નહીં પરંતુ પુરા ૧૬ અછોડા તોડયા હોવાની કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ખોખરાના જાડેજા સર્કલ પાસેથી એક્ટિવા પર પસાર થઇ રહેલી એક મહિલાને ધક્કો મારી પાડી દઇને બે ગઠિયાઓએ તેના ગળામાંથી ૪૦ હજારની મતાની સોનાની ચેઇન તોડી નાસી છુટયાં હતા. આ ચેઇન અમરાઇવાડીના એક જ્વેલર્સ શોપમાં વેચવા જતી વેળા પોલીસે બે પૈકી ધીરજ નામના એક ગઠિયાને ઝડપી પાડયો છે. જ્યારે તેનો સાથીદારને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
બે દિવસ અગાઉ એક્ટિવા પર સવાર મહિલાને લાત મારી પાડી દઇને તોડેલી ચેઇન વેંચવા જતા પકડાયોઃ એક ફરાર
મણિનગરના દિપ-આનંદ ફ્લેટમાં રહેતા સરસ્વતીબેન ગ્રામીણી (ઉં.૨૬) ગુરુવારે બપોરે ૧ વાગ્યે ખોખરાના જાડેજા સર્કલ પાસેથી એક્ટિવા લઇને પસાર થઇ રહ્યાં હતાં. દરમ્યાન પાછળથી પુરપાટ પલ્સર બાઇક પર આવેલા બે શખ્સોએ સરસ્વતીબેનને એક્ટિવા પર લાત મારીને પાડી દિધા હતા. સરસ્વતીબેન ઉભા થાય તે પહેલા જ બે પૈકી એક ગઠિયો તેમના ગળામાંથી ૪૦ હજારની કિંમતની સોનાની ચેઇન તોડી પરત બાઇક પાછળ બેસીને નાસી છુટયો હતો. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ ખોખરા પોલીસે તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન પી.આઇ એમ.ડી ઉપાધ્યાયને બાતમી મળી હતી કે, અમરાઇવાડીમાં આવેલી આભૂષણ જ્વેલર્સમાં એક ગઠિયો સોનાની ચેઇન વેચવા આવવાનો છે. જે અંગે વોચ ગોઠવીને પોલીસે ધીરજ સુરેશભાઇ ગુપ્તા (ઉં.૨૪, રહે.ગોકુલ નગર, સુરલીયા એસ્ટેટ પાસે, રામોલ. મૂળ ઝાંસી, યુ.પી)ને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી સરસ્વતીબેન ગ્રામીણીનો તોડેલો સોનાનો દોરો મળી આવ્યો હતો. પોલીસે ચેઇન અને પલ્સર બાઇક કબ્જે કરી ધીરજની ધરપકડ કરી હતી.
ધીરજે પ્રાથમીક પુછપરછમાં પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે મિત્ર શંકર ઉર્ફે ડોન અશોકભાઇ સૈની (રહે. સીટીએમ પાસે, રામોલ)સાથે મળીને નરોડામાંથી ૫, બાપુનગરમાંથી ૭, ખોખરામાંથી ૨, મણિનગરમાંથી ૧ તથા શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ ૧ ચેઇનની ચીલઝડપ કરી હતી. પોલીસે ધીરજની ધરપકડ કરી તેના સાથીદાર શંકર ઉર્ફે ડોનની શોધખોળ હાથ ધરી છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
એટલાન્ટાના ૫૯ વર્ષીય કિન્નેને બીજી વખત ૧૦ લાખ ડોલરની લોટરી
લ્યો બોલો ! ચીકન સેન્ડવીચમાંથી જીવતો દેડકો નીકળ્યો
જેલમાં સ્ટ્રીપર ઘૂસી જતા નાસભાગ મચી ગઇ
ઈજિપ્તની ચૂંટણીમાં ઈસ્લામી પક્ષોને ૬૫ ટકા મત મળ્યા
રશિયામાં સંસદીય ચૂંટણીનું મતદાન શરૃ
વિદેશમાં વસતા ભારતીયોએ ૨૦૧૦માં ૬૦ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા
ભાજપ તેના પ્રચારમાં વાજપેયીની સિધ્ધિઓનો મુદ્દો પણ ઉમેરશે
વિધાનસભા પેટાચૂંટણી ઃ હરિયાણા અને હિમાચલમાં કોંગ્રેસે બે બેઠક જીતી
  More News
આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે
આખરી બે વન ડે માટે આજે ભારતીય ટીમની જાહેરાત
સેહવાગ સહિતના પાંચ ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસમાં ગેરહાજરી
ડેવિસ કપ ફાઇનલ ઃ આર્જેન્ટીના સામે સ્પેનની ૨-૦ની સરસાઈ

આ વર્ષે જ અમદાવાદમાં ભારતે ઓસ્ટ્રેલિયાને યાદગાર હાર આપી હતી

અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ ઃ બોલીવૂડની દેવસા'બને અંજલિ
કયારેય પાછળ વાળીને જોવા ન માંગનારા સદાયુવાન કલાકાર દેવ આનંદ
દેવઆનંદને વડાપ્રધાન સહિત રાજનેતાઓએ આપેલી અંજલી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus Glamor

રાત્રે કામ એટલે બિમારીઓને નોતરું
બોડી વેટ નહીં પણ બોડી ફેટ ચેક કરો

શું પતિ ‘હાઉસ હસબન્ડ’ બની શકે?

હું જ છંુ ‘ખિલાડી ૭૮૬’

પ્રિયંકાના ‘અવાજ’ પર ફિદા થઈ ગયા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved