Last Update : 02-Dec-2011, Friday
 
સોનિયાદેની હત્યાની તપાસ માટે પોલીસ દિલ્હી જશે

 

સ્થાનિક કડી ન મળતાં 'દિલ્હી સુધી દોડ'

અમદાવાદ
'કરોડપતિ કિન્નર' સોનિયાદેની હત્યાને આજે અઠવાડીયું થઈ જશે છતાં પોલીસને કોઈ નક્કર કડી મળી નથી. આથી, પોલીસે તપાસ દિલ્હી સુધી લંબાવવા નિર્ણય કર્યો છે. બીજી તરફ, સોનિયાદેના સ્વજનોએ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવા માગણી કરી છે.
'ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપો'- સોનિયાદેની માતાએ કમિશનરને પત્ર લખી માગણી કરી
સોનિયાદેની હત્યાના આરોપી શોધવા સ્થાનિક કક્ષાની તપાસમાં કોઈ મહત્વની કડી મળી નથી. કાળો શર્ટ પહેરીને આવેલો હત્યારો કોણ હતો? સોનિયાની હત્યા પાછળનું કારણ શું? સોનિયાદેની હત્યા કોણે કરાવી? આવા પાયાના સવાલો અંગે સ્થાનિક શકમંદો અને શંકાસ્પદ બાબતો અંગે તપાસ બાદ પોલીસના હાથ ખાલી છે.
હત્યા બાદ પોલીસને એવી વિગતો પણ મળી હતી કે, સોનિયાદેને દિલ્હીમાં અધિવેશન દરમ્યાન કોઈની સાથે માથાકૂટ થઈ હતી. આ મુદ્દો તપાસવા માટે પોલીસની એક ટીમ દિલ્હી મોકલવામાં આવશે તેમ પોલીસ સૂત્રો કહે છે. ઝોન-૨ ડીસીપી હરેકૃષ્ણ પટેલે આજે શકમંદોની પૂછપરછ કરી હતી.
દરમ્યાન, સોનિયાદેના માતા નસરીનબેને પોલીસ કમિશનરને પત્ર પાઠવીને તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવાની માગણી કરી છે. સોનિયાદેના હત્યારા પકડાયા નથી અને પોલીસની હાલની તપાસ કાર્યવાહીથી સંતોષ નથી તેવા મત સાથે તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવાની માગણી કરવામાં આવી છે.

તા.૫મીએ કતલની રાત, તા.૬ઠ્ઠીએ યવમે આશુરા
અમદાવાદના જુલુસમાં ૯૩ તાજિયા ને ૩૨ અખાડા જોડાશે
અમદાવાદ
ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહંમદ સાહેબ(સ.અ.વ.)ના (દૌહિત્ર) નવાસા હઝરત ઇમામ હુસેન(અ.સ.) તથા તેમના ૭૨ સાથીઓ માનવતાના મૂલ્યોના જતન માટે વહોરેલી શહાદતની યાદમાં યવમે આશુરા, તા.૬ ડિસેમ્બરના રોજ મનાવાશે અને તા.૫મી ડિસેમ્બરે કતલની રાત મનાવાશે. આ નિમિત્તે તા.૬ ડિસેમ્બર, મંગળવારે અમદાવાદમાં તાજીયા-જુલુસ નીકળશે. જેમાં ૯૩ તાજીયા, ૭૮ ઢોલ-તાંસા-છૈયમ પાર્ટી, ૩૨ અખાડા જોડાશે.
જગન્નાથજી મંદિર દ્વારા કલાત્મક તાજિયાને ઇનામ અપાશેજ
મન્નતના તાજિયા ચાર ફૂટથી મોટા ન બનાવવા અપીલ
આ અંગે વધુ માહિતી આપતા તાજીયા કમિટીના અગ્રણી જે.વી.મોમીને જણાવ્યું કે અમદાવાદની આન-બાદ-શાન અને કોમી એખલાસ અને સદ્ભાવનાથી શહાદતના આ પ્રસંગને ભવ્ય રીતે અદબથી ઉજવણીમાં ભાગ લેવા વિનંતી છે. અમદાવાદમાં નીકળનારા તાજીયા જુલુસની પરવાનગી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચા થઇ છે. આ વર્ષે તાજીયાના જુલુસમાં ૯૩ તાજીયા, ૩૨ અખાડા, ૧૬ ઊંટગાડી, ૧૨ ટ્રક, ૧૪ નિશાન-અલમની પાર્ટી, ૧૦ માતમી દસ્તા, ૭૮ ઢોલ-તાંસા-છૈયમ પાર્ટીને પરવાનગી મળી છે.
તેમણે જણાવ્યું કે શહેરનાં શાહપુર, દિલ્હી દરવાજા, દરિયાપુર, કાળુપુર, જમાલપુર, રાયખડ, ચંડોળા તળાવ, ગોમતીપુર, સરસપુર, બાપુનગર, સોનીની ચાલી ખાતેથી આવનારા તાજીયા વીજળી ઘર મુખ્ય જુલુસમાં જોડાઇ જશે. આ પ્રસંગે જગન્નાથજી મંદિરના મહંત, મેયર અસિત વોરા, શહેર એકતા સમિતિ દ્વારા તાજીયાનું સ્વાગત કરવામાં આવશે. સાથે જ કલાત્મક તાજીયાઓને જગન્નાથજી મંદિર દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઇનામ પણ આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે મન્નતનાં તાજીયાઓ કાઢનારાઓને અપીલ છે કે સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધીમાં મન્નતનાં તાજીયાઓ કાઢી લેવાતથા મુખ્ય માર્ગ ઉપર પરવાનેદાર તાજીયાઓમાં સામેલ ન થવું. મન્નતનાં તાજીયા ચાર ફૂટથી મોટા ન બનાવવા.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
યુનોની સમિતિમાં ભારત ફરી ચૂંટાઇ આવ્યું
ઓસ્ટ્રેલિયામાં બેફામ કારની અડફટે ભારતીય યુવતીનું મોત
સલામતી સમિતિમાં ઉપરછલ્લા ફેરફારોથી નહી ચાલે ઃ ભારત
અફઘાનમાં નાટો દળોએ વધુ બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા
ઇજીપ્તમાં ઉદારતાવાદી ઇસ્લામની સરકાર રચાય તેવી શક્યતા
વિદ્યા બાલન અભિનીત આગામી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થઈ શકે
કમલ હાસન બિરજુ મહારાજ પાસે કથ્થક નૃત્ય શીખે છે
સાત ફિલ્મ અધવચ્ચે લટકાવીને શેખર કપૂરે નવી ફિલ્મની જાહેરાત કરી
  More News
આજની ભારત સામેની બીજી વન ડેમાં વિન્ડિઝ જીતવાના દબાણ સાથે ઉતરશે
વર્લ્ડ સિરિઝ હોકીમાંથી ભારતના ટોચના વધુ છ ખેલાડીઓ ખસી ગયા
રણજી ટ્રોફી ઃગુજરાત સામે જીતવા મધ્ય પ્રદેશને વધુ ૯૧ રનની જરૃર
વર્લ્ડ સ્નૂકર ઃ અડવાણીની આસાન આગેકૂચ

પ્રથમ ટેસ્ટમા ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડના પાંચ વિકેટે ૧૭૬

શેરોમાં વૈશ્વિક તેજીનો ઝંઝાવાત ઃ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૫૯૫ પોઇન્ટ ઉછળીને ૧૬૭૧૮ બે સપ્તાહની ઊંચાઇએ
સોનામાં આગેકૂચઃ વિશ્વબજારમાં ૧૭૫૦ ડોલરની સપાટી પાર થઈ
સ્ટીલ, પાવર, ઇન્ફ્રા. ક્ષેત્ર ઘેરા સંકટમાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus Glamor

રાત્રે કામ એટલે બિમારીઓને નોતરું
બોડી વેટ નહીં પણ બોડી ફેટ ચેક કરો

શું પતિ ‘હાઉસ હસબન્ડ’ બની શકે?

હું જ છંુ ‘ખિલાડી ૭૮૬’

પ્રિયંકાના ‘અવાજ’ પર ફિદા થઈ ગયા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved