Last Update : 02-Dec-2011, Friday
 
પહેલી ડિસેમ્બરથી ઓનલાઈન વેટ રજિસ્ટ્રેશન આપવાની જાહેરાત પોકળ
 
ત્રણ દિવસમાં વેટ રજિસ્ટ્રેશન આપવાની મોટે ઉપાડે જાહેરાત કરી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ
પહેલી ડિસેમ્બરથી વેટનું ઓનલાઈન રજિસ્ટ્રેશન આપી દેવાની મોટે ઉપાડે જાહેરાત કરનાર રાજ્ય સરકાર ૩૦મી નવેમ્બરની સાંજ સુધીમાં તે માટેના નિયમો તૈયાર કરી શકી નથી. પરિણામે આવતીકાલથી વેટનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થવા અંગે આશંકા સેવવામાં આવી રહી છે. આ અંગે વેટ કચેરીના વહીવટીય વિભાગના અધિકારીઓને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે હું કશું જ જાણતો નથી. મને ઉપરથી કોઈ જ સૂચના મળી નથી.
હજી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન આપવાના નિયમોનાં ઠેકાણાં નથી ઃ વેટના ટોચના અધિકારીઓ પાસે ઓનલાઈન રજિસ્ટ્રેશન અંગે ખુલાસો કરી શકતા નથી
મહિના પૂર્વે જ નાણાં ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી સૌરભ દલાલે જાહેરાત કરી હતી કે વેટના રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે વેટ કચેરી સુધી ધક્કો ખાવો પડશે નહિ. વેટના રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સિસ્ટમ દાખલ કરવામાં આવશે. તેમ જ ઓનલાઈન અરજી કરનારને ત્રણ દિવસમાં પ્રોવિઝનલ નંબર આપવામાં આવશે. ત્યારબાદ ૬૦ દિવસના ગાળામાં વેટ કચેરીના અધિકારીઓ ધંધાના સ્થળની મુલાકાત લઈને પાકો નંબર આપી દેશે.
ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર તથા ભાવનગરમાં વિશેષ કેન્દ્રો ઊભા કરવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાંય આ દિશામાં પણ આજ દિન સુધી કોઈ જ નક્કર આયોજન થયું હોવાનું જણાતું નથી. ઓનલાઈન અરજી કરવાની હોવાથી વેટ કચેરીના કેટલાક ઘટકોએ છેલ્લા થોડા દિવસોથી મેન્યુઅલ અરજી લેવાની પણ ના પાડી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વેટ કચેરીના કાયદા વિભાગના સૂત્રોનું કહેવું છે કે અમે તો ગાંધીનગરથી સૂચના આવે તેની રાહ જોઈને બેઠાં છીએ. અમારા પક્ષે કરવાની તૈયારી અમે કરી લીધી છે. આ માટેના નિયમો અને નિયંત્રણો સરકારે તૈયાર કરવાના છે. આ અંગે અમને આ ઘડી સુધી કોઈ જ સૂચના મળી નથી.
અત્યારે વેટનો રજિસ્ટ્રેશન નંબર મેળવવામાં વેપારીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. દરેક તબક્કે ભ્રષ્ટાચારના નાણાં આપવાની નોબત આવી રહી છે. અરજી સાથે નિયમ પ્રમાણે આપવાના થતાં તમામ પુરાવાઓ રજૂ કર્યા હોવા છતાંય લાંબા સમય સુધી રજિસ્ટ્રેશન અપાતા નથી. તત્કાળ રજિસ્ટ્રેશન આપવાની સ્પેશિયલ વ્યવસ્થા પણ સરકારે ઊભી કરી છે. પંરતું તેમાંય લાંબા સમય સુધી રજિસ્ટ્રેશન મળતા નથી.
પહેલી ડિસેમ્બરથી નવી વ્યવસ્થા હેઠળ ઓનલાઈન વેટ રજિસ્ટ્રેશન આપવાનો નિર્ણય લેવાયો હોવા છતાંય તેના પરિપત્ર કે નોટિફિકેશન અંગેની જાણકારી વેપારી આલમને મળી ન હોવાથી ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે અંગેની કોઈ જ માહિતી વેપારી આલમ પાસે નથી.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
યુનોની સમિતિમાં ભારત ફરી ચૂંટાઇ આવ્યું
ઓસ્ટ્રેલિયામાં બેફામ કારની અડફટે ભારતીય યુવતીનું મોત
સલામતી સમિતિમાં ઉપરછલ્લા ફેરફારોથી નહી ચાલે ઃ ભારત
અફઘાનમાં નાટો દળોએ વધુ બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા
ઇજીપ્તમાં ઉદારતાવાદી ઇસ્લામની સરકાર રચાય તેવી શક્યતા
વિદ્યા બાલન અભિનીત આગામી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થઈ શકે
કમલ હાસન બિરજુ મહારાજ પાસે કથ્થક નૃત્ય શીખે છે
સાત ફિલ્મ અધવચ્ચે લટકાવીને શેખર કપૂરે નવી ફિલ્મની જાહેરાત કરી
  More News
આજની ભારત સામેની બીજી વન ડેમાં વિન્ડિઝ જીતવાના દબાણ સાથે ઉતરશે
વર્લ્ડ સિરિઝ હોકીમાંથી ભારતના ટોચના વધુ છ ખેલાડીઓ ખસી ગયા
રણજી ટ્રોફી ઃગુજરાત સામે જીતવા મધ્ય પ્રદેશને વધુ ૯૧ રનની જરૃર
વર્લ્ડ સ્નૂકર ઃ અડવાણીની આસાન આગેકૂચ

પ્રથમ ટેસ્ટમા ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડના પાંચ વિકેટે ૧૭૬

શેરોમાં વૈશ્વિક તેજીનો ઝંઝાવાત ઃ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૫૯૫ પોઇન્ટ ઉછળીને ૧૬૭૧૮ બે સપ્તાહની ઊંચાઇએ
સોનામાં આગેકૂચઃ વિશ્વબજારમાં ૧૭૫૦ ડોલરની સપાટી પાર થઈ
સ્ટીલ, પાવર, ઇન્ફ્રા. ક્ષેત્ર ઘેરા સંકટમાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus Glamor

રાત્રે કામ એટલે બિમારીઓને નોતરું
બોડી વેટ નહીં પણ બોડી ફેટ ચેક કરો

શું પતિ ‘હાઉસ હસબન્ડ’ બની શકે?

હું જ છંુ ‘ખિલાડી ૭૮૬’

પ્રિયંકાના ‘અવાજ’ પર ફિદા થઈ ગયા
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved